Vadodara: આજોડ ગામેથી રૂા.44.83 લાખના દારૂ ભરેલ ટેન્કર સાથે એક ઝડપાયો

જિલ્લા LCBએ રૂા. 59.88 લાખના મુદ્દામાલ જપ્ત કર્યોગોવા બોર્ડર પરથી ટેન્કરના ચોરખાનામાં દારૂ સંતાડી હેરાફેરી કરાતી હતી મંજુસર પોલીસ મથકની હદમાંથી જિલ્લા એલ સી બીએ ઝડપેલ વિદેશી દારૂ સાથે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આજોડ ગામની સીમમાં ગોવા બોર્ડરથી ટેન્કરના ચોરખાનામાં સંતાડી સપ્લાય કરેલ રૂા.44,83,200 લાખનો વિદેશી દારૂના જથ્થા સહીત કુલ 59,88,200ના મુદ્દામાલ ટેન્કર સહિત વડોદરા ગ્રામ્ય LCBની ટીમે ટોલનાકા પાસેથી ઝડપી પાડી, એકને ઝડપીને કુલ બે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે વડોદરા ગ્રામ્ય LCB દ્વારા વડોદરાથી અમદાવાદ તરફ્ જતા વિદેશી દારૂ ભરેલ ટેન્કર નંબર RJ 52 GA 3372ને બાતમીને આધારે ઝડપ્યું હતું. જે ટેન્કરમાં ચોરખાનું બનાવી ગેરકાયદે ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરાતી હતી. જેને LCBની ટીમે ઝડપી પાડી દારૂની 11208 નંગ બોટલ જેની કિં. રૂા.44,83,200નો વિશાળ જથ્થો જપ્ત કરી એકની ધરપકડ કરી છે. એલ.સી.બીના પીઆઈ કૃણાલ પટેલની ટીમે બાતમીને આધારે આજોડ ગામે એક્ષપ્રેસ-વેના ટોલનાકા પર વડોદરાથી અમદાવાદ જતા ટેન્કરને ઝડપી પાડી છે. તેમાં તપાસ કરતા ટેન્કરની આગળની સાઇડે એક લોખંડની સીડી બનાવેલી હતી. શંકાના આધારે આ સીડીના નટ બોલ્ટ ખોલતા અંદર એક ચોરખાનું બનાવેલુ હતુ. જે ચોરખાનામાંથી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. એલ.સી.બીની ટીમે ટેન્કરમાંથી મળેલ દારુની કુલ 934 નંગ પેટી નંગ, જેમાં 11208 નંગ બોટલ જેની કિંમત રૂા.44,83,200 તેમજ રૂા.5000ની કિંમતનો મોબાઇલ ફેન અને 15 લાખની ટેન્કર કુલ મળી રૂા.59,88,200નો મુદ્દામાલ કબજે કરી ટેન્ડરના ડ્રાઇવર ચાંદમલ સવજી મીણા (રહે, કુંબરીયા ફ્લા, પીપળી ગામ, તા. રીસભદેવ જી. ઉદેપુર (રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ડ્રાઇવરની પૂછપરછ કરતા એવો ખુલાસો થયો કે, વિદેશી દારૂ ભરેલ આ ટેન્કર રાજુ નામના ઇસમએ તેને ગોવાની બોર્ડર પાસે આવેલ પંજાબી હોટલ ઉપરથી આપવામાં આવી હતી જેને લઇને ગુજરાત તરફ્ જવાનું જણાવેલ હતું. વડોદરા આવતા અમદાવાદ એકસપ્રેસ ટોલનાકુ પાસ કરીને આ રાજુ નામના ઇસમને ફેન કરવાનું કહ્યું હતું. વિદેશી દારૂ સાથે પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરૂધ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે

Vadodara: આજોડ ગામેથી રૂા.44.83 લાખના દારૂ ભરેલ ટેન્કર સાથે એક ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લા LCBએ રૂા. 59.88 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો
  • ગોવા બોર્ડર પરથી ટેન્કરના ચોરખાનામાં દારૂ સંતાડી હેરાફેરી કરાતી હતી
  • મંજુસર પોલીસ મથકની હદમાંથી જિલ્લા એલ સી બીએ ઝડપેલ વિદેશી દારૂ સાથે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આજોડ ગામની સીમમાં ગોવા બોર્ડરથી ટેન્કરના ચોરખાનામાં સંતાડી સપ્લાય કરેલ રૂા.44,83,200 લાખનો વિદેશી દારૂના જથ્થા સહીત કુલ 59,88,200ના મુદ્દામાલ ટેન્કર સહિત વડોદરા ગ્રામ્ય LCBની ટીમે ટોલનાકા પાસેથી ઝડપી પાડી, એકને ઝડપીને કુલ બે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે

વડોદરા ગ્રામ્ય LCB દ્વારા વડોદરાથી અમદાવાદ તરફ્ જતા વિદેશી દારૂ ભરેલ ટેન્કર નંબર RJ 52 GA 3372ને બાતમીને આધારે ઝડપ્યું હતું. જે ટેન્કરમાં ચોરખાનું બનાવી ગેરકાયદે ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરાતી હતી. જેને LCBની ટીમે ઝડપી પાડી દારૂની 11208 નંગ બોટલ જેની કિં. રૂા.44,83,200નો વિશાળ જથ્થો જપ્ત કરી એકની ધરપકડ કરી છે. એલ.સી.બીના પીઆઈ કૃણાલ પટેલની ટીમે બાતમીને આધારે આજોડ ગામે એક્ષપ્રેસ-વેના ટોલનાકા પર વડોદરાથી અમદાવાદ જતા ટેન્કરને ઝડપી પાડી છે. તેમાં તપાસ કરતા ટેન્કરની આગળની સાઇડે એક લોખંડની સીડી બનાવેલી હતી. શંકાના આધારે આ સીડીના નટ બોલ્ટ ખોલતા અંદર એક ચોરખાનું બનાવેલુ હતુ. જે ચોરખાનામાંથી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. એલ.સી.બીની ટીમે ટેન્કરમાંથી મળેલ દારુની કુલ 934 નંગ પેટી નંગ, જેમાં 11208 નંગ બોટલ જેની કિંમત રૂા.44,83,200 તેમજ રૂા.5000ની કિંમતનો મોબાઇલ ફેન અને 15 લાખની ટેન્કર કુલ મળી રૂા.59,88,200નો મુદ્દામાલ કબજે કરી ટેન્ડરના ડ્રાઇવર ચાંદમલ સવજી મીણા (રહે, કુંબરીયા ફ્લા, પીપળી ગામ, તા. રીસભદેવ જી. ઉદેપુર (રાજસ્થાન)ની ધરપકડ કરી છે.

પોલીસ દ્વારા ડ્રાઇવરની પૂછપરછ કરતા એવો ખુલાસો થયો કે, વિદેશી દારૂ ભરેલ આ ટેન્કર રાજુ નામના ઇસમએ તેને ગોવાની બોર્ડર પાસે આવેલ પંજાબી હોટલ ઉપરથી આપવામાં આવી હતી જેને લઇને ગુજરાત તરફ્ જવાનું જણાવેલ હતું. વડોદરા આવતા અમદાવાદ એકસપ્રેસ ટોલનાકુ પાસ કરીને આ રાજુ નામના ઇસમને ફેન કરવાનું કહ્યું હતું. વિદેશી દારૂ સાથે પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરૂધ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે