Monsoon 2024: સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 66 તાલુકામાં વરસાદ,જૂનાગઢમાં સૌથી વધુ

સૌથી વધુ કોડીનાર અને જૂનાગઢમાં 3 ઈંચ જેટલો વરસાદમોરબીના ટંકારા અને રાજકોટના ગોંડલમાં અઢી ઈંચ વરસાદ મોરવાહડફ, માંગરોળ અને ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ તેમની તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. જો આજે સાંજે 6 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ કોડીનાર અને જૂનાગઢમાં વરસ્યો છે. ટંકારા અને ગોંડલમાં અઢી ઈંચ વરસાદ ત્યારે મોરબીના ટંકારા અને રાજકોટના ગોંડલમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે દાંતામાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય કાલાવડ, સુત્રાપાડા અને મેંદરડામાં બે ઈંચ વરસાદ, વેરવાળ અને ઈડરમાં દોઢ ઈંચ વરસ્યો છે. આ સાથે જ મોરવા હડફ, ઉમરપાડા અને જૂનાગઢના માંગરોળમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી લાલપુર બન્યું સ્વિમિંગ પુલ ગોંડલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે લાલપુર ગામ સ્વિમિંગ પૂલમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે. ગોંડલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ કે બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના તમામ રાજમાર્ગો પાણી પાણી થયા અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જામનગરના કાલાવાડમાં ફરી વરસાદી માહોલ ત્યારે જામનગરના કાલાવડ તાલુકામાં પણ એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદી પાણી જાહેર માર્ગ પર પણ ફરી વળ્યા છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. બીજી તરફ વાવણીલાયક વરસાદ પડતાં ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી છે.

Monsoon 2024: સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 66 તાલુકામાં વરસાદ,જૂનાગઢમાં સૌથી વધુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌથી વધુ કોડીનાર અને જૂનાગઢમાં 3 ઈંચ જેટલો વરસાદ
  • મોરબીના ટંકારા અને રાજકોટના ગોંડલમાં અઢી ઈંચ વરસાદ
  • મોરવાહડફ, માંગરોળ અને ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ

રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ તેમની તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. જો આજે સાંજે 6 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ કોડીનાર અને જૂનાગઢમાં વરસ્યો છે.

ટંકારા અને ગોંડલમાં અઢી ઈંચ વરસાદ

ત્યારે મોરબીના ટંકારા અને રાજકોટના ગોંડલમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે દાંતામાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય કાલાવડ, સુત્રાપાડા અને મેંદરડામાં બે ઈંચ વરસાદ, વેરવાળ અને ઈડરમાં દોઢ ઈંચ વરસ્યો છે. આ સાથે જ મોરવા હડફ, ઉમરપાડા અને જૂનાગઢના માંગરોળમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદથી લાલપુર બન્યું સ્વિમિંગ પુલ

ગોંડલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે લાલપુર ગામ સ્વિમિંગ પૂલમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે. ગોંડલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ કે બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના તમામ રાજમાર્ગો પાણી પાણી થયા અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

જામનગરના કાલાવાડમાં ફરી વરસાદી માહોલ

ત્યારે જામનગરના કાલાવડ તાલુકામાં પણ એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદી પાણી જાહેર માર્ગ પર પણ ફરી વળ્યા છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. બીજી તરફ વાવણીલાયક વરસાદ પડતાં ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી છે.