Jagannath RathYatra: સુરતમાં રથયાત્રાને લઈ તંત્ર સજ્જ, 5000 પોલીસ કર્મી ફરજ બજાવશે

સુરત શહેરમાં કુલ 8 રથયાત્રા નીકળશે 5 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે હાથરસ જેવી દુર્ધટના અટકાવવા પ્રસાદ ફેંકવા પર પ્રતિબંધ ભગવાન જગન્નાથજીની નગરચર્યા પર નીકળવાને ગણતરીના દિવસો બાકી છે. રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવમાં આવી રહી છે. ત્યારે સુરતમાં રથયાત્રાને ધ્યાને રાખી સુરક્ષાના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું છે. સુરતમાં અષાઢી બિજના દિવસે નિકળનારી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સુરત શહેરમાં 2 મોટી રથયાત્રા મળી કુલ 8 રથયાત્રા નીકળે છે. સુરત શહેરમાં 2 મોટી રથયાત્રા નીકળશે સુરત સ્ટેશનથી જહાંગીપુરા ઈસ્કોન મંદિર અને કતારગામથી અમરોલી સુધી બે મોટી રથયાત્રા નીકળશે. તેમજ અન્ય 6 રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસની લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ ડ્રોનથી ખાસ નજર રાખવામાં આવશે. સુરત શહેરમાં વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે માહિતી આપતા જણાવ્યું કે, અષાઢી બિજના દિવસે 5 હજારથી વધુ પોલીસ જવાનો રથયાત્રાના બંદોબસ્તમાં હાજર રહેશે. તેમજ ડ્રોનથી ખાસ નજર રાખવામાં આવશે. પાકીટ માર અને મોબાઈલ ચોરો પર નજર રાખવા વિશેષ ટીમ બનાવવામાં આવી છે. હાથરસ જેવી દુર્ધટના અટકાવવા પ્રસાદ ફેંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ રથયાત્રા પહેલા ગંભીર ગુના આચરનાર ગુનેગારો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.

Jagannath RathYatra: સુરતમાં રથયાત્રાને લઈ તંત્ર સજ્જ, 5000 પોલીસ કર્મી ફરજ બજાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત શહેરમાં કુલ 8 રથયાત્રા નીકળશે
  • 5 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે
  • હાથરસ જેવી દુર્ધટના અટકાવવા પ્રસાદ ફેંકવા પર પ્રતિબંધ

ભગવાન જગન્નાથજીની નગરચર્યા પર નીકળવાને ગણતરીના દિવસો બાકી છે. રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવમાં આવી રહી છે. ત્યારે સુરતમાં રથયાત્રાને ધ્યાને રાખી સુરક્ષાના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું છે. સુરતમાં અષાઢી બિજના દિવસે નિકળનારી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સુરત શહેરમાં 2 મોટી રથયાત્રા મળી કુલ 8 રથયાત્રા નીકળે છે.

સુરત શહેરમાં 2 મોટી રથયાત્રા નીકળશે

સુરત સ્ટેશનથી જહાંગીપુરા ઈસ્કોન મંદિર અને કતારગામથી અમરોલી સુધી બે મોટી રથયાત્રા નીકળશે. તેમજ અન્ય 6 રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસની લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ ડ્રોનથી ખાસ નજર રાખવામાં આવશે. સુરત શહેરમાં વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી

પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે માહિતી આપતા જણાવ્યું કે, અષાઢી બિજના દિવસે 5 હજારથી વધુ પોલીસ જવાનો રથયાત્રાના બંદોબસ્તમાં હાજર રહેશે. તેમજ ડ્રોનથી ખાસ નજર રાખવામાં આવશે. પાકીટ માર અને મોબાઈલ ચોરો પર નજર રાખવા વિશેષ ટીમ બનાવવામાં આવી છે. હાથરસ જેવી દુર્ધટના અટકાવવા પ્રસાદ ફેંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ રથયાત્રા પહેલા ગંભીર ગુના આચરનાર ગુનેગારો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.