Surat: મનપા તંત્ર સફાળુ જાગ્યું, જર્જરિત માનદરવાજા ટેનામેન્ટના નળ કનેક્શન કાપ્યા

પાલી દુર્ઘટના બાદ સુરત મનપા તંત્ર જાગ્યુંજર્જરિત માનદારવાજા ટેનામેન્ટના નળ કનેક્શન કાપ્યા પોલીસ બંદોબસ્ત સાથે મનપાની ટીમ કામે લાગી સુરતમાં બનેલી પાલી દુર્ઘટના બાદ મનપા તંત્ર હવે સફાળુ જાગ્યું છે અને પાણી વહી ગયા પછી પાળ બાંધવાની કામગીરી કરી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા હવે જર્જરિત માનદરવાજા ટેનામેન્ટના નળ કનેક્શન કાપવાનું શરૂ કર્યુ છે, ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે. ઘર ખાલી ના કરતા લોકો સામે મનપાનું કડક વલણ ઉલ્લેખનીય છે કે વારંવાર મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા છતાં કેટલાક લોકો ઘર ખાલી ના કરતા મનપાએ કડક વલણ અપનાવ્યુ છે. 1312 જેટલા ટેનામેન્ટ મકાન મનપાના ધ્યાને આવ્યા છે. ત્યારે બીજી તરફ લોકોએ મહાનગરપાલિકાની કાર્યવાહીનો વિરોધ શરૂ કર્યો છે અને કોઈ પણ વૈકલ્પિક જગ્યા આપી ના હોવાનો આરોપ લગાવ્યો છે, લોકો કહી રહ્યા છે કે ગઈકાલે જ નોટિસ આપી અને આજે નળ વીજળી કનેક્શન કાપી નાખ્યા છે. તંત્રએ જર્જરિત અને કન્સ્ટ્રક્શન સાઈટ પર તપાસ હાથધરી સુરતમાં બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ સુરત મનપા તંત્ર ઉંઘમાંથી જાગ્યું છે. તંત્રએ સુરતમાં જર્જરિત અને કન્સ્ટ્રક્શન સાઈટ પર તપાસ હાથધરી છે. સુરત શહેરમાં અંદાજિત 242 જર્જરિત મિલકતો છે, સચિન કનસાડમાં સૌથી વધારે 171 મિલકત બિસ્માર હાલતમાં છે તો અન્ય બિલ્ડીંગની વાત કરીએ તો મંજૂર પ્લાન સિવાય વધારાના 2થી 3 માળ બાંધ્યા તેવી પણ બિલ્ડીંગો છે.

Surat: મનપા તંત્ર સફાળુ જાગ્યું, જર્જરિત માનદરવાજા ટેનામેન્ટના નળ કનેક્શન કાપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલી દુર્ઘટના બાદ સુરત મનપા તંત્ર જાગ્યું
  • જર્જરિત માનદારવાજા ટેનામેન્ટના નળ કનેક્શન કાપ્યા
  • પોલીસ બંદોબસ્ત સાથે મનપાની ટીમ કામે લાગી

સુરતમાં બનેલી પાલી દુર્ઘટના બાદ મનપા તંત્ર હવે સફાળુ જાગ્યું છે અને પાણી વહી ગયા પછી પાળ બાંધવાની કામગીરી કરી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા હવે જર્જરિત માનદરવાજા ટેનામેન્ટના નળ કનેક્શન કાપવાનું શરૂ કર્યુ છે, ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે.

ઘર ખાલી ના કરતા લોકો સામે મનપાનું કડક વલણ

ઉલ્લેખનીય છે કે વારંવાર મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા છતાં કેટલાક લોકો ઘર ખાલી ના કરતા મનપાએ કડક વલણ અપનાવ્યુ છે. 1312 જેટલા ટેનામેન્ટ મકાન મનપાના ધ્યાને આવ્યા છે. ત્યારે બીજી તરફ લોકોએ મહાનગરપાલિકાની કાર્યવાહીનો વિરોધ શરૂ કર્યો છે અને કોઈ પણ વૈકલ્પિક જગ્યા આપી ના હોવાનો આરોપ લગાવ્યો છે, લોકો કહી રહ્યા છે કે ગઈકાલે જ નોટિસ આપી અને આજે નળ વીજળી કનેક્શન કાપી નાખ્યા છે.

તંત્રએ જર્જરિત અને કન્સ્ટ્રક્શન સાઈટ પર તપાસ હાથધરી

સુરતમાં બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ સુરત મનપા તંત્ર ઉંઘમાંથી જાગ્યું છે. તંત્રએ સુરતમાં જર્જરિત અને કન્સ્ટ્રક્શન સાઈટ પર તપાસ હાથધરી છે. સુરત શહેરમાં અંદાજિત 242 જર્જરિત મિલકતો છે, સચિન કનસાડમાં સૌથી વધારે 171 મિલકત બિસ્માર હાલતમાં છે તો અન્ય બિલ્ડીંગની વાત કરીએ તો મંજૂર પ્લાન સિવાય વધારાના 2થી 3 માળ બાંધ્યા તેવી પણ બિલ્ડીંગો છે.