Suratમાં અસ્થિર મગજના યુવાને રેલવેના થાંભલા પર ચઢી મચાવી ધમાલ
ફાયર વિભાગે ટ્રેન બોલાવી તેની પર સિડી મૂકી યુવકને નીચે ઉતાર્યો ત્રણ કલાક જેટલા સમય બાદ નીચે ઉતાર્યો યુવકનું નામ ધવલ જાદવ હોવાનું સામે આવ્યું સુરતમાં અસ્થિર મગજનો યુવાન અચાનક રેલવેના થાંભલા પર ચઢી જતા દોડધામ મચી હતી,આ યુવાને થાંભલા પર ચઢીને ધમાલ મચાવી હતી,તો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ,રેલવે વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને ત્રણ કલાકની જહેમત બાદ યુવકને ઉપરથી નીચે ઉતાર્યો હતો. રેલવેના થાંભલે ચઢયો યુવક અસ્થિર મગજનો માણસ કઈ પણ કરે તે વાત સાચી છે,અને આવી જ એક ઘટના સુરતના રેલવે સ્ટેશન પર બની હતી જેમાં અસ્થિર મગજનો યુવક પાટા પરથી ટ્રેનના થાંભલા પર ચઢી ગયો હતો અને ધમાલ મચાવતો હતો,મુસાફરોને આ વાત ધ્યાને આવતા તેમણે રેલવે વિભાગનો સંપર્ક કર્યો હતો અને યુવકને નીચે ઉતારવા કહેવામાં આવ્યું પણ યુવાન તેની મસ્તીમાં જ હતો અને તે નીચે ઉતરવા માટે તૈયાર ના થયો છેલ્લે કંટાળીને રેલવે વિભાગે ફાયર વિભાગની મદદ લીધી. ફાયર વિભાગે યુવાનને ઉતાર્યો નીચે ત્રણ કલાકની જહેમત બાદ આખરે યુવકને ફાયર વિભાગે રેસ્કયુ કરીને નીચે ઉતાર્યો હતો,ફાયર વિભાગે ટ્રેન બોલાવી અને તેની પર ચઢીને યુવકને ધીરેથી નીચે ઉતાર્યો હતો,મહત્વનું છે કે,સુરતમાં આ પહેલી ઘટના નથી અગાઉ પણ એક થી બે વાર અસ્થિર મગજના યુવાનો રેલવેના થાંભલા પર ચઢી ગયા હતા અને લોકોને દોડતા કર્યા હતા. રેલ વ્યવહારને અસર થયો મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન તેના સમય કરતા મોડી ચાલી રહી હતી કેમકે ત્રણ કલાક સુધી યુવાન નીચે ઉતર્યો ન હતો જેના કારણે રેલ વ્યવહારને પણ અસર થઈ હતી.પરંતુ યુવાનને નીચે ઉતારતા ટ્રેન વ્યવહાર રાબેતા મૂજબ ચાલુ થયો હતો.ત્યારે આવા યુવાનો રેલવેના થાંભલે કે ટ્રેન પર ના ચડે તેની જવાબદારી પોલીસની પણ હોય છે,પોલીસ પેટ્રોલિંગ નથી કરતી કે શું તેના પર પણ સવાલો ઉભા થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ફાયર વિભાગે ટ્રેન બોલાવી તેની પર સિડી મૂકી યુવકને નીચે ઉતાર્યો
- ત્રણ કલાક જેટલા સમય બાદ નીચે ઉતાર્યો
- યુવકનું નામ ધવલ જાદવ હોવાનું સામે આવ્યું
સુરતમાં અસ્થિર મગજનો યુવાન અચાનક રેલવેના થાંભલા પર ચઢી જતા દોડધામ મચી હતી,આ યુવાને થાંભલા પર ચઢીને ધમાલ મચાવી હતી,તો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ,રેલવે વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને ત્રણ કલાકની જહેમત બાદ યુવકને ઉપરથી નીચે ઉતાર્યો હતો.
રેલવેના થાંભલે ચઢયો યુવક
અસ્થિર મગજનો માણસ કઈ પણ કરે તે વાત સાચી છે,અને આવી જ એક ઘટના સુરતના રેલવે સ્ટેશન પર બની હતી જેમાં અસ્થિર મગજનો યુવક પાટા પરથી ટ્રેનના થાંભલા પર ચઢી ગયો હતો અને ધમાલ મચાવતો હતો,મુસાફરોને આ વાત ધ્યાને આવતા તેમણે રેલવે વિભાગનો સંપર્ક કર્યો હતો અને યુવકને નીચે ઉતારવા કહેવામાં આવ્યું પણ યુવાન તેની મસ્તીમાં જ હતો અને તે નીચે ઉતરવા માટે તૈયાર ના થયો છેલ્લે કંટાળીને રેલવે વિભાગે ફાયર વિભાગની મદદ લીધી.
ફાયર વિભાગે યુવાનને ઉતાર્યો નીચે
ત્રણ કલાકની જહેમત બાદ આખરે યુવકને ફાયર વિભાગે રેસ્કયુ કરીને નીચે ઉતાર્યો હતો,ફાયર વિભાગે ટ્રેન બોલાવી અને તેની પર ચઢીને યુવકને ધીરેથી નીચે ઉતાર્યો હતો,મહત્વનું છે કે,સુરતમાં આ પહેલી ઘટના નથી અગાઉ પણ એક થી બે વાર અસ્થિર મગજના યુવાનો રેલવેના થાંભલા પર ચઢી ગયા હતા અને લોકોને દોડતા કર્યા હતા.
રેલ વ્યવહારને અસર થયો
મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન તેના સમય કરતા મોડી ચાલી રહી હતી કેમકે ત્રણ કલાક સુધી યુવાન નીચે ઉતર્યો ન હતો જેના કારણે રેલ વ્યવહારને પણ અસર થઈ હતી.પરંતુ યુવાનને નીચે ઉતારતા ટ્રેન વ્યવહાર રાબેતા મૂજબ ચાલુ થયો હતો.ત્યારે આવા યુવાનો રેલવેના થાંભલે કે ટ્રેન પર ના ચડે તેની જવાબદારી પોલીસની પણ હોય છે,પોલીસ પેટ્રોલિંગ નથી કરતી કે શું તેના પર પણ સવાલો ઉભા થાય છે.