પોલીસ માટે ફરાર MLA ગજેન્દ્રસિંહ પાપ ધોવા માટે પ્રયાગરાજ પહોંચી ગયો

અમદાવાદ,શુક્રવારગાંધીનગરના સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ગાંધીનગર પોલીસ હજુસુધી પકડી શકી નથી અને તેનો કોઇ પત્તો મળતો ન હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેના પિતરાઇ ભાઇ સાથે કુંભ સ્નાન માટે પ્રયાગરાજમાં ગયો હોવાનો વિડીયો તેેના ડ્રાઇવર તરીકે કામ કરતા વ્યક્તિ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરાયો હતો. જો કે બાદમાં તે વિડીયોને હટાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહી ગજેન્દ્રસિંહ પરમાર સાથે તેનો કમાન્ડો પણ વિડીયોમાં જોવા મળ્યો હતો. ત્યારે ફરીથી ગાંધીનગર પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. ગાંધીનગર સેક્ટર-૨૧માં આવેલા સદસ્ય નિવાસમાં એક મહિલા સાથે દુષ્કર્મના કેસમાં પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર  છેલ્લા ૧૦૦થી વધુ દિવસોથી ફરાર છે અને ગાંધીનગર પોલીસ દ્વારા  દાવા કરવામાં આવી રહ્યો છે કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહનો કોઇ પત્તો લાગતો નથી.

પોલીસ માટે ફરાર MLA ગજેન્દ્રસિંહ  પાપ ધોવા  માટે પ્રયાગરાજ  પહોંચી ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

ગાંધીનગરના સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ગાંધીનગર પોલીસ હજુસુધી પકડી શકી નથી અને તેનો કોઇ પત્તો મળતો ન હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેના પિતરાઇ ભાઇ સાથે કુંભ સ્નાન માટે પ્રયાગરાજમાં ગયો હોવાનો વિડીયો તેેના ડ્રાઇવર તરીકે કામ કરતા વ્યક્તિ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરાયો હતો. જો કે બાદમાં તે વિડીયોને હટાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહી ગજેન્દ્રસિંહ પરમાર સાથે તેનો કમાન્ડો પણ વિડીયોમાં જોવા મળ્યો હતો. ત્યારે ફરીથી ગાંધીનગર પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. ગાંધીનગર સેક્ટર-૨૧માં આવેલા સદસ્ય નિવાસમાં એક મહિલા સાથે દુષ્કર્મના કેસમાં પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર  છેલ્લા ૧૦૦થી વધુ દિવસોથી ફરાર છે અને ગાંધીનગર પોલીસ દ્વારા  દાવા કરવામાં આવી રહ્યો છે કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહનો કોઇ પત્તો લાગતો નથી.