Dwarka: પ્રેમજાળમાં ફસાવી તોડ કરતી ગેંગનો પર્દાફાશ, યુવતી સહિત 4 આરોપીની ધરપકડ
દ્વારકા જિલ્લામાં યુવક હનીટ્રેપમાં ફસાયાની ઘટના સામે આવી છે. યુવકને પ્રેમજાળમાં ફસાવીને 1.13 લાખ પડાવ્યા હતા. પ્રેમજાળમાં ફસાવી તોડ કરતી ગેંગે યુવકને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા. પોલીસે પ્રેમજાળમાં ફસાવી તોડ કરતી ગેંગ યુવતી સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.મળતી માહિતી મુજબ, દ્વારકા જિલ્લામાં હનીટ્રેપ મામલે યુવકને પ્રેમ જા માં ફસાવી બ્લેક મેઇલ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. યુવકને દુષ્કર્મની ઘટનામાં ફસાવવાની ધમકી આપીને તોડ પાણી કરતી ગેંગ પોલીસના સકંજામાં આવી ગઇ છે. હનીટ્રેપની ઘટના દ્વારકા જિલ્લામાં વડત્રા ગામના યુવકને પ્રેમ જાળમાં ફસાવીને ગેંગ તોડ કરતી હતી. વડત્રા ગામના જીતુ નામના યુવકને પ્રેમ જાળમાં ફસાવી ખંભાળિયા ગામની હિનામેઘનાથી નામની યુવતીએ શરીર સંબધ બાંધી દુષ્કર્મની ધમકી આપીને બ્લેક મેઈલ. કર્યો હતો.યુવતીએ બ્લેક મેઇલ કરીને યુવક પાસેથી રૂપિયા 1,13,500 પડાવ્યા હતા. ખંભાળિયા પોલીસે હિના મેઘનાથી નામની યુવતી સાથે અન્ય 3 ઈસમો હનીફશા સામદાર, દિલીપસિંહ વાઢેર, વિશાલ માયાણી , ક્રિશ બાવાજી, ફરીદ યુસુબ ઉઠાર નામના યુવક પૈકી 3 યુવકોને ઝડપી પાડ્યા છે. અવાર નવાર બનતી આ પ્રકારની ઘટના આજના યુવાઓ માટે ચેતવણી રૂપ સાબિત થઇ છે. માટે લોકોને સાવચેત રહેવા પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકા જિલ્લામાં યુવક હનીટ્રેપમાં ફસાયાની ઘટના સામે આવી છે. યુવકને પ્રેમજાળમાં ફસાવીને 1.13 લાખ પડાવ્યા હતા. પ્રેમજાળમાં ફસાવી તોડ કરતી ગેંગે યુવકને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા. પોલીસે પ્રેમજાળમાં ફસાવી તોડ કરતી ગેંગ યુવતી સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, દ્વારકા જિલ્લામાં હનીટ્રેપ મામલે યુવકને પ્રેમ જા માં ફસાવી બ્લેક મેઇલ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. યુવકને દુષ્કર્મની ઘટનામાં ફસાવવાની ધમકી આપીને તોડ પાણી કરતી ગેંગ પોલીસના સકંજામાં આવી ગઇ છે. હનીટ્રેપની ઘટના દ્વારકા જિલ્લામાં વડત્રા ગામના યુવકને પ્રેમ જાળમાં ફસાવીને ગેંગ તોડ કરતી હતી. વડત્રા ગામના જીતુ નામના યુવકને પ્રેમ જાળમાં ફસાવી ખંભાળિયા ગામની હિનામેઘનાથી નામની યુવતીએ શરીર સંબધ બાંધી દુષ્કર્મની ધમકી આપીને બ્લેક મેઈલ. કર્યો હતો.
યુવતીએ બ્લેક મેઇલ કરીને યુવક પાસેથી રૂપિયા 1,13,500 પડાવ્યા હતા. ખંભાળિયા પોલીસે હિના મેઘનાથી નામની યુવતી સાથે અન્ય 3 ઈસમો હનીફશા સામદાર, દિલીપસિંહ વાઢેર, વિશાલ માયાણી , ક્રિશ બાવાજી, ફરીદ યુસુબ ઉઠાર નામના યુવક પૈકી 3 યુવકોને ઝડપી પાડ્યા છે. અવાર નવાર બનતી આ પ્રકારની ઘટના આજના યુવાઓ માટે ચેતવણી રૂપ સાબિત થઇ છે. માટે લોકોને સાવચેત રહેવા પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.