Valsadમાં પાલિકાની ચૂંટણીમાં સુરતવાળી, કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થતાં ભાજપની જીતની સંભાવના
વલસાડમાં ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ગુમ થતા રાજકીય માહોલ ગરમાયો.ઉમેદવાર ગુમ થતાં કોંગ્રેસ એક્શન મોડમાં આવતા મહત્વની બેઠકનું આયોજન કર્યું.આ બેઠકમાં સમગ્ર મામલે નિર્ણય કરવામાં આવશે. ધરમપુરના વોર્ડ નંબર 3ના ઉમેદવાર સંદીપ દાભડિયા સંપર્ક વિહોણા થતા ચૂંટણીમાં મોટો ખેલ થયાની રાજકીય પક્ષોમાં ચર્ચા થઈ રહી છે. રાજ્યમાં લોકસભા ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય પરંતુ રાજનીતિનો પારો હંમેશા હાઈ જોવા મળે છે.આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વલસાડમાં સુરતવાળી જોવા મળી. લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે રીતે સંપર્કવિહોણા થયા હતાં એવી જ રીતે અત્યારે ધરમપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં-3ના કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દાભડિયા લાપતા થઈ ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર ગાયબધરમપુર પાલિકાના કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થવાને લઈને ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગુમ થતા પક્ષ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાશે. સમગ્ર મામલે હજી પણ ઉમેદવાર ની શોધખોળ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં પોલીસ ફરિયાદને લઈને નિર્ણય કરવામાં આવશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે હારભાળી ગયેલ ભાજપે ખેલ કર્યો છે. ધરમપુરના ઉમેદવાર બપોર બાદથી સંપર્ક વિહોણા થયા છે. લોકસભાની ચૂંટણીનું પુનરાવર્તનધરમપુર પાલિકાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ મોરબી જિલ્લાની હળવદ પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપ આરોપ લગાવી રહી છે. બંને પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, ભાજપના લોકો અમારા ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકી આપી રહ્યા છે. વિપક્ષનો આરોપ એવો પણ છે કે, આ ચૂંટણીમાં તેમના ઉમેદવાર અને ટેકેદારોને જીવનું જોખમ છે. જોકે, આરોપની આ રાજનીતિની ગૂંજ પાટનગર ગાંધીનગર જિલ્લાની માણસા પાલિકામાં પણ સંભળાઈ. અહીં પણ કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપ લોકશાહીની હત્યા કરે છે અને ઉમેદવારોને ફોર્મ પાછું ખેચવા દબાણ કરે છે. ચૂંટણી જીતવા એડીચોટીનું જોરસ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતમાં ઉમદેવાર ગુમ થવા, દબાણ કરવા જેવી પક્ષો દ્વારા રાજનીતિ શરૂ થતા માહોલમાં ગરમાવો આવ્યો છે. થોડા જ દિવસોમાં સ્થાનિક સ્તરે યોજાતી મહા નગરપાલિકા, નગરપાલિકા અને તાલુકપંચાયતની ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વલસાડમાં ધરમપુરના કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થતા સુરતની જેમ ભાજપ પક્ષના ઉમેદવાર બિનહરીફ વિજય થવાની અટકળોએ વેગ પકડયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડમાં ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ગુમ થતા રાજકીય માહોલ ગરમાયો.ઉમેદવાર ગુમ થતાં કોંગ્રેસ એક્શન મોડમાં આવતા મહત્વની બેઠકનું આયોજન કર્યું.આ બેઠકમાં સમગ્ર મામલે નિર્ણય કરવામાં આવશે. ધરમપુરના વોર્ડ નંબર 3ના ઉમેદવાર સંદીપ દાભડિયા સંપર્ક વિહોણા થતા ચૂંટણીમાં મોટો ખેલ થયાની રાજકીય પક્ષોમાં ચર્ચા થઈ રહી છે.
રાજ્યમાં લોકસભા ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય પરંતુ રાજનીતિનો પારો હંમેશા હાઈ જોવા મળે છે.આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વલસાડમાં સુરતવાળી જોવા મળી. લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે રીતે સંપર્કવિહોણા થયા હતાં એવી જ રીતે અત્યારે ધરમપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં-3ના કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દાભડિયા લાપતા થઈ ગયા છે.
કોંગ્રેસના ઉમેદવાર ગાયબ
ધરમપુર પાલિકાના કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થવાને લઈને ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગુમ થતા પક્ષ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાશે. સમગ્ર મામલે હજી પણ ઉમેદવાર ની શોધખોળ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં પોલીસ ફરિયાદને લઈને નિર્ણય કરવામાં આવશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે હારભાળી ગયેલ ભાજપે ખેલ કર્યો છે. ધરમપુરના ઉમેદવાર બપોર બાદથી સંપર્ક વિહોણા થયા છે.
લોકસભાની ચૂંટણીનું પુનરાવર્તન
ધરમપુર પાલિકાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ મોરબી જિલ્લાની હળવદ પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપ આરોપ લગાવી રહી છે. બંને પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, ભાજપના લોકો અમારા ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકી આપી રહ્યા છે. વિપક્ષનો આરોપ એવો પણ છે કે, આ ચૂંટણીમાં તેમના ઉમેદવાર અને ટેકેદારોને જીવનું જોખમ છે. જોકે, આરોપની આ રાજનીતિની ગૂંજ પાટનગર ગાંધીનગર જિલ્લાની માણસા પાલિકામાં પણ સંભળાઈ. અહીં પણ કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપ લોકશાહીની હત્યા કરે છે અને ઉમેદવારોને ફોર્મ પાછું ખેચવા દબાણ કરે છે.
ચૂંટણી જીતવા એડીચોટીનું જોર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતમાં ઉમદેવાર ગુમ થવા, દબાણ કરવા જેવી પક્ષો દ્વારા રાજનીતિ શરૂ થતા માહોલમાં ગરમાવો આવ્યો છે. થોડા જ દિવસોમાં સ્થાનિક સ્તરે યોજાતી મહા નગરપાલિકા, નગરપાલિકા અને તાલુકપંચાયતની ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વલસાડમાં ધરમપુરના કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થતા સુરતની જેમ ભાજપ પક્ષના ઉમેદવાર બિનહરીફ વિજય થવાની અટકળોએ વેગ પકડયો છે.