Gujarat Rain : શહેરીજનો માટે રાહતના સમાચાર, રાજયમાં આવતીકાલથી વરસાદનું ઘટશે જોર
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,આવતીકાલથી રાજયમાં વરસાદનું જોર ઘટશે,આજે દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,સાથે સાથે છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે,હજી પણ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે,રાજયમાં અત્યાર સુધી સિઝનનો 123 ટકા વરસાદ નોંધાઈ ચૂકયો છે.જાણો કયાં અપાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે.છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ,અરવલ્લી, દાહોદમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.આવતીકાલતી રાજયમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શકયતા છે.રાજ્યમાં મોન્સૂન ટ્રફ,ઓફ શોર ટ્રફના લીધે વરસાદ પડવાની શકયતા છે. જાણો અત્યાર સુધી સિઝનમાં કેટલો વરસાદ પડયો ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.તો મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 થી 26 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 થી 26 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી પવન ફૂંકાશે. તેમાં નવરાત્રીમાં વરસાદની શક્યતા રહેશે. તેમજ હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -