Ahmedabad: AMC સંકલન સમિતિમાં ભાજપના MLAની રજૂઆત સામે આવી
અમદાવાદમાં એએમસી સંકલન સમિતિમાં કોંગ્રેસના ધારાસભ્યે કમિશનરને અભિનંદન પાઠવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ગુજરાત એગ્રો પાસેથી એએમસીની માલિકીની જમીન પરત મેળવી પ્રક્રિયા કરી છે. 5 એકર જમીન એટલે કે 22 હજાર વાર જગ્યા પરત મેળવવાની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છે. આ પ્લોટ પર પાર્ટીપ્લોટ, સ્વીમીંગપુલ કે ગાર્ડન બનાવવા રજુઆત કરાઇ છે. સ્લોટર હાઉસની બાજુની જગ્યા પર પાર્ટીપ્લોટ બનાવવા માગ આ જગ્યા પ્રજાના હેતુ માટે ઉપયોગમાં લેવા રજૂઆત છે. તેમજ જગ્યાની હાલની કિંમત 50 કરોડ રૂપિયા છે. સ્લોટર હાઉસની બાજુની જગ્યા પર પાર્ટીપ્લોટ બનાવવા માગ છે. તેમજ 3૦૦ કરોડ ડ્રેનેજ પ્રોજેક્ટ માટે આપેલા છે તેનો સત્વરે ઉપયોગ કરવા માગ કરાઇ છે. AMC સંકલન સમિતિમાં ભાજપના MLAની રજૂઆત સામે આવી છે. જેમાં શહેર ભાજપા અધ્યક્ષ અને એલીસબ્રિજના MLA અમિત શાહે જણાવ્યું છે કે તેમાં ઇજનેરી વિભાગની ખાલી જગ્યા પર અનુભવી ઇજનેર મુકવા માગ છે. શહેરની પોતાની આગવી ડિઝાઇન બનાવવા માટે કાયમી સ્ટાફ સાથેનુ માળખુ બનાવવું તથા કન્સલટન્ટ પર આધાર રાખવાનો બદલે પોતાનું માળખું ઉભુ કરવુ જોઇએ. બોગસ એનઓસી મારફતે થતાં બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ દરેક વોર્ડમાં ફુડની ચકાસણી માટે યોગ્ય ભવન બનાવી ત્રણ દિવસમાં રીપોર્ટ આવે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. હેરીટેજ અમદાવાદમાં બોગસ એનઓસી મારફતે થતાં બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરાઇ છે. તેમજ સરદાર પટેલ સ્ટેડિયમને ભયજનક જાહેર થયું છે તેને તોડી નવું બનાવવા માગ છે. જેમાં ઓલિમ્પિકને ધ્યાને રાખી સ્ટેડિયમ બનાવવા માગ છે. તેમજ લો ગાર્ડન ખાતેની હેપીસ્ટ્રીટ ધમધમતી કરવા માગ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં એએમસી સંકલન સમિતિમાં કોંગ્રેસના ધારાસભ્યે કમિશનરને અભિનંદન પાઠવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ગુજરાત એગ્રો પાસેથી એએમસીની માલિકીની જમીન પરત મેળવી પ્રક્રિયા કરી છે. 5 એકર જમીન એટલે કે 22 હજાર વાર જગ્યા પરત મેળવવાની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છે. આ પ્લોટ પર પાર્ટીપ્લોટ, સ્વીમીંગપુલ કે ગાર્ડન બનાવવા રજુઆત કરાઇ છે.
સ્લોટર હાઉસની બાજુની જગ્યા પર પાર્ટીપ્લોટ બનાવવા માગ
આ જગ્યા પ્રજાના હેતુ માટે ઉપયોગમાં લેવા રજૂઆત છે. તેમજ જગ્યાની હાલની કિંમત 50 કરોડ રૂપિયા છે. સ્લોટર હાઉસની બાજુની જગ્યા પર પાર્ટીપ્લોટ બનાવવા માગ છે. તેમજ 3૦૦ કરોડ ડ્રેનેજ પ્રોજેક્ટ માટે આપેલા છે તેનો સત્વરે ઉપયોગ કરવા માગ કરાઇ છે. AMC સંકલન સમિતિમાં ભાજપના MLAની રજૂઆત સામે આવી છે. જેમાં શહેર ભાજપા અધ્યક્ષ અને એલીસબ્રિજના MLA અમિત શાહે જણાવ્યું છે કે તેમાં ઇજનેરી વિભાગની ખાલી જગ્યા પર અનુભવી ઇજનેર મુકવા માગ છે. શહેરની પોતાની આગવી ડિઝાઇન બનાવવા માટે કાયમી સ્ટાફ સાથેનુ માળખુ બનાવવું તથા કન્સલટન્ટ પર આધાર રાખવાનો બદલે પોતાનું માળખું ઉભુ કરવુ જોઇએ.
બોગસ એનઓસી મારફતે થતાં બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ
દરેક વોર્ડમાં ફુડની ચકાસણી માટે યોગ્ય ભવન બનાવી ત્રણ દિવસમાં રીપોર્ટ આવે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. હેરીટેજ અમદાવાદમાં બોગસ એનઓસી મારફતે થતાં બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરાઇ છે. તેમજ સરદાર પટેલ સ્ટેડિયમને ભયજનક જાહેર થયું છે તેને તોડી નવું બનાવવા માગ છે. જેમાં ઓલિમ્પિકને ધ્યાને રાખી સ્ટેડિયમ બનાવવા માગ છે. તેમજ લો ગાર્ડન ખાતેની હેપીસ્ટ્રીટ ધમધમતી કરવા માગ કરવામાં આવી છે.