Vadodaraમાં છેલ્લા 24 કલાકમાં 33 શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાયા, તંત્ર થયું દોડતું
વડોદરા શહેરમાં રોગચાળાનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં ડેન્ગયુના શંકાસ્પદ 33 કેસો નોંધાયા છે.5 લોકોને ડેન્ગ્યુ પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે,બીજી તરફ શંકાસ્પદ મેલેરિયાના 1414 કેસ સામે આવ્યા છે.માંજલપુરના 50 વર્ષીય વૃદ્ધને કોલેરા પોઝિટિવ આવ્યો છે.ઝાડા અને ઉલટીના 101 કેસો નોંધાયા છે.વડોદરામાં રોગચાળો વકર્યો વડોદરા શહેરમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ રોગચાળો વકર્યો છે,શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા થયા છે,બીજી તરફ કોર્પોરેશન દ્રારા જાણે કામગીરીના કરાતી હોય તેવું લાગી રહ્યું છે,શહેરમાં દવાનો છંટકાવ અને ફોંગીંગની કામગીરી જરૂરી બની છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આ રોગચાળો કયારે કાબુમાં આવે છે,વડોદરાની સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડીના કેસોમાં વધારો થયો છે. ડેન્ગયુ એટલે શું ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં રોગચાળાનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં ડેન્ગયુના શંકાસ્પદ 33 કેસો નોંધાયા છે.5 લોકોને ડેન્ગ્યુ પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે,બીજી તરફ શંકાસ્પદ મેલેરિયાના 1414 કેસ સામે આવ્યા છે.માંજલપુરના 50 વર્ષીય વૃદ્ધને કોલેરા પોઝિટિવ આવ્યો છે.ઝાડા અને ઉલટીના 101 કેસો નોંધાયા છે.
વડોદરામાં રોગચાળો વકર્યો
વડોદરા શહેરમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ રોગચાળો વકર્યો છે,શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા થયા છે,બીજી તરફ કોર્પોરેશન દ્રારા જાણે કામગીરીના કરાતી હોય તેવું લાગી રહ્યું છે,શહેરમાં દવાનો છંટકાવ અને ફોંગીંગની કામગીરી જરૂરી બની છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આ રોગચાળો કયારે કાબુમાં આવે છે,વડોદરાની સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડીના કેસોમાં વધારો થયો છે.
ડેન્ગયુ એટલે શું
ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.
ઉકાળેલુ પાણી પીવુ જોઈએ
બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.
મચ્છરનું ઉત્પાદન વધ્યું
વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.