VIDEO: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગ, આઠના મોત, ફાયરબ્રિગેડ-એમ્બ્યુલન્સ ઘટના સ્થળે

Rajkot Fire: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી રહી છે. આ ઘટનામાં આઠના મોત થયા છે અને અનેક લોકોનું રેસ્કિ્યૂ કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ લાગવાનું કારણ હાલ અકબંધરાજકોટ શહેરના નાના મવા રોડ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગી છે. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ છે કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આ આગને લઈને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ગેમ ઝોનમાંથી ઘણાં બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.  આગ દુર્ઘટના અંગે સીએમ ભુપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપીઆગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 'X'પર પોસ્ટ કરીને લખ્યું 'રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.'આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે: મુકેશ દોશીઆ બનાવની જાણ થતાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જાનહાનિની આશંકા વ્યક્ત કરતાં તમામ લોકો સલામત બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'અત્યારે પ્રાથમિક્તા આગ બૂઝાવવાની છે. આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીંં આવે.'

VIDEO: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગ, આઠના મોત, ફાયરબ્રિગેડ-એમ્બ્યુલન્સ ઘટના સ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rajkot Fire: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી રહી છે. આ ઘટનામાં આઠના મોત થયા છે અને અનેક લોકોનું રેસ્કિ્યૂ કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે.

આગ લાગવાનું કારણ હાલ અકબંધ

રાજકોટ શહેરના નાના મવા રોડ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગી છે. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ છે કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આ આગને લઈને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ગેમ ઝોનમાંથી ઘણાં બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. 

આગ દુર્ઘટના અંગે સીએમ ભુપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી

આગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 'X'પર પોસ્ટ કરીને લખ્યું 'રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.'

આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે: મુકેશ દોશી

આ બનાવની જાણ થતાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જાનહાનિની આશંકા વ્યક્ત કરતાં તમામ લોકો સલામત બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'અત્યારે પ્રાથમિક્તા આગ બૂઝાવવાની છે. આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીંં આવે.'