Padra: સરકારી ગ્રાન્ટ ખાનગી સોસાયટીના કામે વાપરનારા સામે કાર્યવાહી થશે

પાદરામાં 14 અને 15મા નાણાં પંચની ગ્રાન્ટનો દુરુપયોગસીસી રોડ, પેવરબ્લૉક, મેઇન ડ્રેનેજના કામને જાગૃત નાગરિકનો પડકાર પ્રાદેશિક કમિશનર નગર પાલિકા દ્વારા પાદરાના CEOને હુકમ કરાતા ખળભળાટ મચ્યોપાદરા નગરપાલિકા દ્વારા સત્તાની રુએ 14 અને 15માં નાણાપંચની ગ્રાન્ટના વપરાશ બાબતે પાદરામાં આવેલ ક્રિષ્નાવિલા અને શુભમ બંગ્લોઝ સોસાયટીમાં કરેલ સી.સી રોડ, પેવર બ્લોક અને મેઈન ડ્રેનેજના કામે જવાબદાર પદાધિકારીઓ પાસેથી ગુજરાત નગર પાલિકા અધિનિયમ 1963ની કલમ 70 હેઠળ 52,15,045ની રકમ વસુલાત કરવા કાર્યવાહી હાથ ધરવા પ્રાદેશિક કમિશનર નગર પાલિકા દ્વારા પાદરાના CEOને હુકમ કરાતા ખળભળાટ મચ્યો છે.ગુજરાત ન.પાલિકા અધિનિયમ 1963ની કલમ 258/1 હેઠળની કાર્યવાહી કરવા પ્રાદેશિક કમિશનર નગર પાલિકાઓએ વડોદરાની કોર્ટમાં મ્યુનિસિપલ અપીલ નં. 12 (2023) વશી /01/2024 તા.22/5/24નું વસૂલાત અંગેનો હુકમ એસ.પી ભગોરા IAS દ્વારા કરાયો છે. જેને લઇ પાદરામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પાદરા પાલિકા દ્વારા 14 અને 15માં નાણાપંચની ગ્રાન્ટના વપરાશ બાબતે 13/8/19થી પ્રમુખને કામો નક્કી કરવા બાબતે સત્તા આપતો ઠરાવ કારોબારી સમિતિએ કરેલ હતો. એ સમગ્ર સભાએ જેને બહાલી આપેલી હોવાથી ઠરાવ નં. 109ને અરજદાર પરેશ.બી.ગાંધી, (ચીકાવાડ, પાદરા)એ સ્થગિત કરવા માગ કરી હતી. જે અન્વયે ઠરાવ રદ્દ ન કરતા પાદરા પાલિકા જનરલ સભા ઠરાવ નં.109, તા.13/8/19થી નક્કી કરેલા કામો પૈકી ખાનગી સોસાયટીમાં થયેલ કામો અનુક્રમે જીઈબીથી ક્રિષ્નાવીલા સી.સી રસ્તો તથા પેવર બ્લોક, ક્રિષ્નાવિલાથી જીઇબી નાકા મેઈન ડ્રેનેજ તથા શુભમ બંગલો સીસી રોડ તથા પેપર બ્લોક નાખવાનું કામ અંગે જવાબદાર પદાધિકારીઓ પાસેથી ગુજરાત નગર પાલિકા અધિનિયમ 1963ના કલમ 70 હેઠળ પાદરા નગર પાલિકા ચેરમેન, કારોબારી સમિતિ ઠરાવ નં. 27, તા. 6/6/20 રદ કરવા તથા ગુજરાત નગર પાલિકા અધિનિયમ 1963ની કલમ 70 મુજબ વસુલાતની કાર્યવાહી કરવા ચીફ્ ઓફ્સિરને હુકમ કરેલ છે તથા પાદરા નગર પાલિકાના ચેરમેન જનરલ સભા ઠરાવ નં. 52, તા.21/7/20 અન્વયે ગ્રાન્ટનો ઉપયોગ શુભમ બંગલો નામની ખાનગી સોસાયટીમાં થયેલ હોવાથી તે કામ રદ કરીી કાર્યવાહી ચીફ્ ઓફ્સિરને હુકમ કરેલ છે તત્કાલિન સીઇઓ, એન્જિનિયર અને એકાઉન્ટન્ટ પાસેથી વસૂલાત કરાશે પાદરા નગરપાલિકાના સભ્યો, તત્કાલીન ચીફ્ ઓફ્સિર અને એન્જીનીયર તથા એકાઉન્ટન્ટ સામે વસુલાતની કાર્યવાહી હાથ ધરવા નીચેની ત્રણ સોસાયટીનો સમાવેશ થાય છે. જેમાં પાદરા ક્રિષ્નાવિલા સુધી સીસી રસ્તો બનાવવા, પેવર બ્લોક બેસાડવાનું કામના વસુલાત માટે અંદાજિત કિંમત 24,69,502 બીજું ક્રિષ્ના વિલાથી જીઇબી નાકા ડ્રેનેજ નાખવાનું કામ 2,94,600, અને શુભમ બંગલો સીસી રોડ તેમજ પેવર બ્લોક 24,50,943 મળી કુલ 52,15,045ની વસૂલાત કરવા પાત્ર થાય છે.

Padra: સરકારી ગ્રાન્ટ ખાનગી સોસાયટીના કામે વાપરનારા સામે કાર્યવાહી થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાદરામાં 14 અને 15મા નાણાં પંચની ગ્રાન્ટનો દુરુપયોગ
  • સીસી રોડ, પેવરબ્લૉક, મેઇન ડ્રેનેજના કામને જાગૃત નાગરિકનો પડકાર
  • પ્રાદેશિક કમિશનર નગર પાલિકા દ્વારા પાદરાના CEOને હુકમ કરાતા ખળભળાટ મચ્યો

પાદરા નગરપાલિકા દ્વારા સત્તાની રુએ 14 અને 15માં નાણાપંચની ગ્રાન્ટના વપરાશ બાબતે પાદરામાં આવેલ ક્રિષ્નાવિલા અને શુભમ બંગ્લોઝ સોસાયટીમાં કરેલ સી.સી રોડ, પેવર બ્લોક અને મેઈન ડ્રેનેજના કામે જવાબદાર પદાધિકારીઓ પાસેથી ગુજરાત નગર પાલિકા અધિનિયમ 1963ની કલમ 70 હેઠળ 52,15,045ની રકમ વસુલાત કરવા કાર્યવાહી હાથ ધરવા પ્રાદેશિક કમિશનર નગર પાલિકા દ્વારા પાદરાના CEOને હુકમ કરાતા ખળભળાટ મચ્યો છે.

ગુજરાત ન.પાલિકા અધિનિયમ 1963ની કલમ 258/1 હેઠળની કાર્યવાહી કરવા પ્રાદેશિક કમિશનર નગર પાલિકાઓએ વડોદરાની કોર્ટમાં મ્યુનિસિપલ અપીલ નં. 12 (2023) વશી /01/2024 તા.22/5/24નું વસૂલાત અંગેનો હુકમ એસ.પી ભગોરા IAS દ્વારા કરાયો છે. જેને લઇ પાદરામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પાદરા પાલિકા દ્વારા 14 અને 15માં નાણાપંચની ગ્રાન્ટના વપરાશ બાબતે 13/8/19થી પ્રમુખને કામો નક્કી કરવા બાબતે સત્તા આપતો ઠરાવ કારોબારી સમિતિએ કરેલ હતો. એ સમગ્ર સભાએ જેને બહાલી આપેલી હોવાથી ઠરાવ નં. 109ને અરજદાર પરેશ.બી.ગાંધી, (ચીકાવાડ, પાદરા)એ સ્થગિત કરવા માગ કરી હતી. જે અન્વયે ઠરાવ રદ્દ ન કરતા પાદરા પાલિકા જનરલ સભા ઠરાવ નં.109, તા.13/8/19થી નક્કી કરેલા કામો પૈકી ખાનગી સોસાયટીમાં થયેલ કામો અનુક્રમે જીઈબીથી ક્રિષ્નાવીલા સી.સી રસ્તો તથા પેવર બ્લોક, ક્રિષ્નાવિલાથી જીઇબી નાકા મેઈન ડ્રેનેજ તથા શુભમ બંગલો સીસી રોડ તથા પેપર બ્લોક નાખવાનું કામ અંગે જવાબદાર પદાધિકારીઓ પાસેથી ગુજરાત નગર પાલિકા અધિનિયમ 1963ના કલમ 70 હેઠળ પાદરા નગર પાલિકા ચેરમેન, કારોબારી સમિતિ ઠરાવ નં. 27, તા. 6/6/20 રદ કરવા તથા ગુજરાત નગર પાલિકા અધિનિયમ 1963ની કલમ 70 મુજબ વસુલાતની કાર્યવાહી કરવા ચીફ્ ઓફ્સિરને હુકમ કરેલ છે તથા પાદરા નગર પાલિકાના ચેરમેન જનરલ સભા ઠરાવ નં. 52, તા.21/7/20 અન્વયે ગ્રાન્ટનો ઉપયોગ શુભમ બંગલો નામની ખાનગી સોસાયટીમાં થયેલ હોવાથી તે કામ રદ કરીી કાર્યવાહી ચીફ્ ઓફ્સિરને હુકમ કરેલ છે

તત્કાલિન સીઇઓ, એન્જિનિયર અને એકાઉન્ટન્ટ પાસેથી વસૂલાત કરાશે

પાદરા નગરપાલિકાના સભ્યો, તત્કાલીન ચીફ્ ઓફ્સિર અને એન્જીનીયર તથા એકાઉન્ટન્ટ સામે વસુલાતની કાર્યવાહી હાથ ધરવા નીચેની ત્રણ સોસાયટીનો સમાવેશ થાય છે. જેમાં પાદરા ક્રિષ્નાવિલા સુધી સીસી રસ્તો બનાવવા, પેવર બ્લોક બેસાડવાનું કામના વસુલાત માટે અંદાજિત કિંમત 24,69,502 બીજું ક્રિષ્ના વિલાથી જીઇબી નાકા ડ્રેનેજ નાખવાનું કામ 2,94,600, અને શુભમ બંગલો સીસી રોડ તેમજ પેવર બ્લોક 24,50,943 મળી કુલ 52,15,045ની વસૂલાત કરવા પાત્ર થાય છે.