RTO Update: હવે RTO માં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી મુક્તિ

લોકોએ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાની જરૂર પડશે નહીસરકાર દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાળવણી પર ફોકસ, નવા નિયમો મુજબ પ્રદૂષણ ઘટાડવા પગલાં લેવામાં આવશે આ નિયમો હેઠળ શિક્ષણનું ઉચ્ચ ધોરણ હોવું જરૂરી છે તેમજ પ્રાઇવેટ ટ્રેઇનિંગ સ્કૂલો ખાતે નવા ડ્રાઇવર્સ તૈયાર કરવા જરૂરી છે. કાર ડ્રાઇવિંગનાં શોખીનો અને વાહન ચલાવનારાઓ માટે રાહતનાં સમાચાર આવી રહ્યા છે. કાર કે અન્ય કોઈ વાહનનું ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટે હવે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની ઝંઝટ રહેશે નહીં. લોકોએ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સરકારની રિજિનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અને તેમાં પાસ થવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રનાં રોડ ટ્રાસન્પોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય દ્વારા ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેનો 1 જૂન 2024થી અમલ કરવામાં આવશે. દરેક વ્યક્તિઓ હવે સરકાર હસ્તકની RTO ને બદલે ખાનગી ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ સેન્ટર્સ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશે. સરકાર દ્વારા માન્ય આવી ખાનગી સંસ્થાઓને ટેસ્ટ લેવા તેમજ યોગ્યતા માટેનાં લાઇસન્સનું સર્ટિફિકેટ આપવાનાં અધિકારો આપવામાં આવશે. સરકાર દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાળવણી પર ફોકસ કરવામાં આવ્યું છે જે હેઠળ નવા નિયમો મુજબ પ્રદૂષણ ઘટાડવા પગલાં લેવામાં આવશે. જૂના 9,00,000 સરકારી વાહનોનો નિકાલ કરવામાં આવશે તેમજ કારમાંથી ઉત્સર્જિત થતા કાર્બનને નિયંત્રણમાં રાખવા નવા નિયમોનો કડક અમલ કરાશે. પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલો માટે નવા નિયમો જમીનની જરૂરિયાત : ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ સેન્ટરો પાસે ઓછામાં ઓછી એક એકર જમીન હોવા જરૂરી. ફોર વ્હીલ્સની ટ્રેઇનિંગ માટે બે એકર જમીન હોવી જરૂરી. ટેસ્ટિંગની સુવિધા : સ્કૂલો ટેસ્ટિંગ માટે યોગ્ય સુવિધાઓ ધરાવતી હોવી જોઈએ. તાલીમ આપનારની લાયકાત : ટ્રેઇનર હાઇસ્કૂલનો ડિપ્લોમા કે તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ટ્રેઇનર બાયોમેટ્રિક્સ તેમજ IT સિસ્ટમથી માહિતગાર હોવા જોઈએ. ટ્રેઇનિંગનો સમયગાળો : લાઇટ મોટર વ્હિકલ (LMV) માટે ચાર અઠવાડિયામાં 29 કલાકની તાલીમ આપવાની રહેશે જેમાં થિયરી માટે 8 કલાક અને પ્રેક્ટિકલ ટ્રેઈનિંગ માટે 21 કલાક. હેવી મોટર વ્હિકલ (HMV) માટે તાલીમ : 6 અઠવાડિયામાં 38 કલાક. જેમાં થિયરી માટે આઠ કલાક અને પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ માટે 31 કલાક. આકરામાં આકરા દંડની જોગવાઈ મંત્રાલય દ્વારા નિયમોનો ભંગ કરનારાઓ માટે આકરામાં આકરા દંડની જોગવાઈ કરાઈ છે. જેમાં વાહનને નિયત કરતાં વધારે સ્પીડથી ચલાવનારાઓને રૂ. 1,000થી રૂ. 2,000 સુધીનો દંડ કરાશે. જે સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તેને રૂ. 25,000નો જંગી દંડ કરાશે. આ ઉપરાંત વાહનનાં માલિકનું રજિસ્ટ્રેશન કાર્ડ રદ કરાશે. સગીરને 25 વર્ષ સુધી લાઇસન્સ મેળવવા માટે અયોગ્ય ઠરાવાશે. અરજીની પ્રોસેસ સરળ કરાઈ મંત્રાલય દ્વારા નવું લાઇસન્સ મેળવવા રજૂ કરવામાં આવનાર દસ્તાવેજોની જરૂરિયાત સરળ કરાઈ છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા કેટલાક નક્કી કરેલા દસ્તાવેજોની જરૂર પડશે. આને કારણે RTO ખાતે ફિઝિકલ ચેક અપ કરાવવું પડશે નહીં. આ માટે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકાશે. લાઈસન્સના પ્રકારના આધારે અરજી ફી ચૂકવવાની રહેશે. લાઇસન્સને લગતી ફી અને ચાર્જિસ લર્નિંગ લાઇસન્સ આપવા (ફોર્મ 3 મુજબ) : રૂ. 150  લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ ફી (કે રિપીટ ટેસ્ટ) રૂ. 50  ડ્રાઇવિંગ ટેસ્ટ ફી (કે રિપીટ ટેસ્ટ) : રૂ. 300  ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની ફી : રૂ. 200  ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ આપવા : રૂ. 1,000  વધારાનાં અન્ય વ્હિકલ કે લાઇસન્સ માટે : રૂ. 500  ડ્રાઈવિંગ લાઇસન્સ રિન્યૂ કરવું : રૂ. 200  લાઇસન્સ આપનાર ઓથોરિટીનાં ઓર્ડર્સ સામે અપીલ (નિયમ 29 હેઠળ) : રૂ. 500  ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું કે અન્ય વિગતો બદલવા માટે રૂ. 200 ગ્રેસ પિરિયડ પછી ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવા રૂ. 300 તેમજ દર વર્ષે કે તેનાં ભાગ દીઠ વધારાની ફીનાં રૂ. 1,000 ગ્રેસ પિરિયડ પૂરો થયા પછી. ડ્રાઇવિંગ ઇન્સ્ટ્ર્ક્શન સ્કૂલો કે સંસ્થાઓ માટે લાઇસન્સ રિન્યૂ કરવા કે ડુપ્લિકેટ લાઇસન્સ આપવાની ફી : રૂ. 5,000 અરજી કરવાની પ્રોસેસ અરજી કરવાની પ્રોસેસ સામાન્ય રીતે સરખી જ રહેશે તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. દરેક વ્યક્તિ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરી શકશે. જે https://parivahan.gov.in/ખાતે કરવાની રહેશે. લાઇસન્સનાં પ્રકાર મુજબ ફી ચૂકવવાની રહેશે. દરેક વ્યક્તિએ દસ્તાવેજો આપવા તેમજ લાઇસન્સની મંજૂરી મેળવવા તમારી ડ્રાઇવિંગ કુશળતા દર્શાવવા RTOમાં જવાનું રહેશે. મેન્યુઅલી અરજી માટે જે તે આરટીઓમાં જઈને પણ અરજી કરી શકાશે. આ માટે કોઈ ફરજિયાત જોગવાઈ કરવામાં આવી નથી. જરૂરી દસ્તાવેજ અરજી સમયે જ લાઈસન્સ માટે અરજી કરનારે આપવાના રહેશે. લાઈસન્સ ના હોય તો હવે કડક ફીની જોગવાઈ પણ કરવામાં આવી છે.

RTO Update: હવે RTO માં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી મુક્તિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકોએ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાની જરૂર પડશે નહી
  • સરકાર દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાળવણી પર ફોકસ, નવા નિયમો મુજબ પ્રદૂષણ ઘટાડવા પગલાં લેવામાં આવશે
  • આ નિયમો હેઠળ શિક્ષણનું ઉચ્ચ ધોરણ હોવું જરૂરી છે તેમજ પ્રાઇવેટ ટ્રેઇનિંગ સ્કૂલો ખાતે નવા ડ્રાઇવર્સ તૈયાર કરવા જરૂરી છે.

કાર ડ્રાઇવિંગનાં શોખીનો અને વાહન ચલાવનારાઓ માટે રાહતનાં સમાચાર આવી રહ્યા છે. કાર કે અન્ય કોઈ વાહનનું ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટે હવે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની ઝંઝટ રહેશે નહીં. લોકોએ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સરકારની રિજિનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અને તેમાં પાસ થવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રનાં રોડ ટ્રાસન્પોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય દ્વારા ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેનો 1 જૂન 2024થી અમલ કરવામાં આવશે. દરેક વ્યક્તિઓ હવે સરકાર હસ્તકની RTO ને બદલે ખાનગી ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ સેન્ટર્સ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશે. સરકાર દ્વારા માન્ય આવી ખાનગી સંસ્થાઓને ટેસ્ટ લેવા તેમજ યોગ્યતા માટેનાં લાઇસન્સનું સર્ટિફિકેટ આપવાનાં અધિકારો આપવામાં આવશે. સરકાર દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાળવણી પર ફોકસ કરવામાં આવ્યું છે જે હેઠળ નવા નિયમો મુજબ પ્રદૂષણ ઘટાડવા પગલાં લેવામાં આવશે. જૂના 9,00,000 સરકારી વાહનોનો નિકાલ કરવામાં આવશે તેમજ કારમાંથી ઉત્સર્જિત થતા કાર્બનને નિયંત્રણમાં રાખવા નવા નિયમોનો કડક અમલ કરાશે.

પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલો માટે નવા નિયમો

જમીનની જરૂરિયાત : ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ સેન્ટરો પાસે ઓછામાં ઓછી એક એકર જમીન હોવા જરૂરી. ફોર વ્હીલ્સની ટ્રેઇનિંગ માટે બે એકર જમીન હોવી જરૂરી.

ટેસ્ટિંગની સુવિધા : સ્કૂલો ટેસ્ટિંગ માટે યોગ્ય સુવિધાઓ ધરાવતી હોવી જોઈએ. તાલીમ આપનારની લાયકાત : ટ્રેઇનર હાઇસ્કૂલનો ડિપ્લોમા કે તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ટ્રેઇનર બાયોમેટ્રિક્સ તેમજ IT સિસ્ટમથી માહિતગાર હોવા જોઈએ.

ટ્રેઇનિંગનો સમયગાળો : લાઇટ મોટર વ્હિકલ (LMV) માટે ચાર અઠવાડિયામાં 29 કલાકની તાલીમ આપવાની રહેશે જેમાં થિયરી માટે 8 કલાક અને પ્રેક્ટિકલ ટ્રેઈનિંગ માટે 21 કલાક.

હેવી મોટર વ્હિકલ (HMV) માટે તાલીમ : 6 અઠવાડિયામાં 38 કલાક. જેમાં થિયરી માટે આઠ કલાક અને પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ માટે 31 કલાક.

આકરામાં આકરા દંડની જોગવાઈ

મંત્રાલય દ્વારા નિયમોનો ભંગ કરનારાઓ માટે આકરામાં આકરા દંડની જોગવાઈ કરાઈ છે. જેમાં વાહનને નિયત કરતાં વધારે સ્પીડથી ચલાવનારાઓને રૂ. 1,000થી રૂ. 2,000 સુધીનો દંડ કરાશે. જે સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તેને રૂ. 25,000નો જંગી દંડ કરાશે. આ ઉપરાંત વાહનનાં માલિકનું રજિસ્ટ્રેશન કાર્ડ રદ કરાશે. સગીરને 25 વર્ષ સુધી લાઇસન્સ મેળવવા માટે અયોગ્ય ઠરાવાશે.

અરજીની પ્રોસેસ સરળ કરાઈ

મંત્રાલય દ્વારા નવું લાઇસન્સ મેળવવા રજૂ કરવામાં આવનાર દસ્તાવેજોની જરૂરિયાત સરળ કરાઈ છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા કેટલાક નક્કી કરેલા દસ્તાવેજોની જરૂર પડશે. આને કારણે RTO ખાતે ફિઝિકલ ચેક અપ કરાવવું પડશે નહીં. આ માટે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકાશે. લાઈસન્સના પ્રકારના આધારે અરજી ફી ચૂકવવાની રહેશે.

લાઇસન્સને લગતી ફી અને ચાર્જિસ

લર્નિંગ લાઇસન્સ આપવા (ફોર્મ 3 મુજબ) : રૂ. 150

 લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ ફી (કે રિપીટ ટેસ્ટ) રૂ. 50

 ડ્રાઇવિંગ ટેસ્ટ ફી (કે રિપીટ ટેસ્ટ) : રૂ. 300

 ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની ફી : રૂ. 200

 ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ આપવા : રૂ. 1,000

 વધારાનાં અન્ય વ્હિકલ કે લાઇસન્સ માટે : રૂ. 500

 ડ્રાઈવિંગ લાઇસન્સ રિન્યૂ કરવું : રૂ. 200

 લાઇસન્સ આપનાર ઓથોરિટીનાં ઓર્ડર્સ સામે અપીલ (નિયમ 29 હેઠળ) : રૂ. 500

 ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું કે અન્ય વિગતો બદલવા માટે રૂ. 200

ગ્રેસ પિરિયડ પછી ડ્રાઇવિંગ

લાઇસન્સ રિન્યૂ કરવા રૂ. 300 તેમજ દર વર્ષે કે તેનાં ભાગ દીઠ વધારાની ફીનાં રૂ. 1,000 ગ્રેસ પિરિયડ પૂરો થયા પછી.

ડ્રાઇવિંગ ઇન્સ્ટ્ર્ક્શન સ્કૂલો કે સંસ્થાઓ માટે લાઇસન્સ રિન્યૂ કરવા કે ડુપ્લિકેટ લાઇસન્સ આપવાની ફી : રૂ. 5,000

અરજી કરવાની પ્રોસેસ

અરજી કરવાની પ્રોસેસ સામાન્ય રીતે સરખી જ રહેશે તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. દરેક વ્યક્તિ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરી શકશે. જે https://parivahan.gov.in/ખાતે કરવાની રહેશે. લાઇસન્સનાં પ્રકાર મુજબ ફી ચૂકવવાની રહેશે. દરેક વ્યક્તિએ દસ્તાવેજો આપવા તેમજ લાઇસન્સની મંજૂરી મેળવવા તમારી ડ્રાઇવિંગ કુશળતા દર્શાવવા RTOમાં જવાનું રહેશે. મેન્યુઅલી અરજી માટે જે તે આરટીઓમાં જઈને પણ અરજી કરી શકાશે. આ માટે કોઈ ફરજિયાત જોગવાઈ કરવામાં આવી નથી. જરૂરી દસ્તાવેજ અરજી સમયે જ લાઈસન્સ માટે અરજી કરનારે આપવાના રહેશે. લાઈસન્સ ના હોય તો હવે કડક ફીની જોગવાઈ પણ કરવામાં આવી છે.