Rupala Vs Kshtriya: 15 દિવસ થઇ ગયા, હવે મોડું ન કરોઃ કરણસિંહ

ભાજપ કાર્યાલયોએ જઇને આવેદનપત્ર આપો : કરણસિંહ હવે પોલીસ, સરકાર બળ વાપરીને લાગણી ભડકાવે છેઃ કરણસિંહ રૂપાલાની આગેવાની રદ્દ ન થાય ત્યાં સુધી લડતઃ કરણસિંહ રાજકોટના એક કાર્યક્રમમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદન પગલે ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. જેના પગલે આજે ગોતામાં રાજપૂત ભવન ખાતે રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે રૂપાલાની માફીમાં અહમ્ હતો. જો ફોર્મ ભરશે તો 'ઓપરેશન રૂપાલા' જેવું તમામ 26 બેઠક પર થશે. રૂપાલા અમને વિરોધમાં સંયમ જાળવવાનું કહે છે તો તેમણે જ સંયમ જાળવીને ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ. રૂપાલા મુદ્દે રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે રાજકોટમાં વોર્ડ નંબર 6માં અમારા સમાજની બહેનો બેઠી હતી અને જે વિરોધ કરવા આવ્યાં હતાં તેમની સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. મહિલાઓની તબિયત લથડી હતી અને 108 બોલાવવામાં આવી હતી. અમે સરકારને પૂછીએ છીએ કે લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે. અમે આ ઘટનાને વખોડીએ છીએ. કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમારા યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે છે. મહિલાઓની અસ્મિતાનો ભંગ ન થાય એનું ધ્યાન રાખવા અમારી વિનંતી છે. સમાજના તમામ જિલ્લા, તાલુકાના આગેવાનોને વિનંતી છે કે શાંતિપૂર્વક વિરોધ કરે. રાજ્યના તમામ તાલુકા-જિલ્લા અને પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે જે-તે હોદ્દેદારને આવેદનપત્ર આપવામાં આવશે. ક્ષત્રિયોનું મહાસંમેલન આ સાથે જ કરણસિંહે જણાવ્યું કે, રૂપાલાની આગેવાની રદ્દ ન થાય ત્યાં સુધી લડત ચાલું રહેશે. જેના માટે 14 એપ્રિલે વાંકાનેરના રતનપર ગામમાં ક્ષત્રિય સંમેલન મળશે. આ દરમિયાન 14 એપ્રિલે સાંજે 4 વાગે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે. આ માટે ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો આવશે. જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

Rupala Vs Kshtriya: 15 દિવસ થઇ ગયા, હવે મોડું ન કરોઃ કરણસિંહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપ કાર્યાલયોએ જઇને આવેદનપત્ર આપો : કરણસિંહ
  • હવે પોલીસ, સરકાર બળ વાપરીને લાગણી ભડકાવે છેઃ કરણસિંહ
  • રૂપાલાની આગેવાની રદ્દ ન થાય ત્યાં સુધી લડતઃ કરણસિંહ

રાજકોટના એક કાર્યક્રમમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદન પગલે ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. જેના પગલે આજે ગોતામાં રાજપૂત ભવન ખાતે રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે રૂપાલાની માફીમાં અહમ્ હતો. જો ફોર્મ ભરશે તો 'ઓપરેશન રૂપાલા' જેવું તમામ 26 બેઠક પર થશે. રૂપાલા અમને વિરોધમાં સંયમ જાળવવાનું કહે છે તો તેમણે જ સંયમ જાળવીને ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ.

રૂપાલા મુદ્દે રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે રાજકોટમાં વોર્ડ નંબર 6માં અમારા સમાજની બહેનો બેઠી હતી અને જે વિરોધ કરવા આવ્યાં હતાં તેમની સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. મહિલાઓની તબિયત લથડી હતી અને 108 બોલાવવામાં આવી હતી. અમે સરકારને પૂછીએ છીએ કે લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે. અમે આ ઘટનાને વખોડીએ છીએ.

કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમારા યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે છે. મહિલાઓની અસ્મિતાનો ભંગ ન થાય એનું ધ્યાન રાખવા અમારી વિનંતી છે. સમાજના તમામ જિલ્લા, તાલુકાના આગેવાનોને વિનંતી છે કે શાંતિપૂર્વક વિરોધ કરે. રાજ્યના તમામ તાલુકા-જિલ્લા અને પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે જે-તે હોદ્દેદારને આવેદનપત્ર આપવામાં આવશે.

ક્ષત્રિયોનું મહાસંમેલન

આ સાથે જ કરણસિંહે જણાવ્યું કે, રૂપાલાની આગેવાની રદ્દ ન થાય ત્યાં સુધી લડત ચાલું રહેશે. જેના માટે 14 એપ્રિલે વાંકાનેરના રતનપર ગામમાં ક્ષત્રિય સંમેલન મળશે. આ દરમિયાન 14 એપ્રિલે સાંજે 4 વાગે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે. આ માટે ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો આવશે. જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.