જીતપુરા ગામે શિક્ષક દંપતીના લૂંટ, હત્યામાં વપરાયેલો મોબાઈલ કબજે

નિવૃત્ત શિક્ષક દંપતીને જેસીબી અને વેક્યૂમથી લૂંટનો મામલોઆરોપીના રિમાન્ડ પૂરા થતાં કોર્ટના આદેશથી જેલમાં ધકેલી દેવાયો લૂંટ તેમજ હત્યા કરી ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી પાડયોસંજેલી તાલુકાના જીતપુરા ગામે નિવૃત્ત શિક્ષક દંપતીના ઘરમાં ઘૂસી અને લૂંટ તેમજ હત્યા કરી ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન ખાળકુવામાંથી જેસીબી અને વેક્યુમની મદદથી મોબાઈલ કબજે કરી અને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.સંજેલી તાલુકાના જીતપુરા ગામે નિવૃત્ત શિક્ષક દીપસિંગભાઈ માનસિંગભાઈ પલાસ અને તેમના ધર્મપત્ની રાજમોહિની પલાસ પીપળીયા ગામે સાસરીમાંથી સામાજિક પ્રસંગમાં હાજરી આપી અને રાત્રે ઘરે આવી સુતા હતા. રાત્રિના તકનો લાભ લઇ અને ડોકાતલાવડી ગામના રમણભાઈ ભૂરસિંગ પલાસ ઘરમાં ઘુસી અને સુઈ રહેલા નિવૃત્ત શિક્ષક પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જેમા નિવૃત્ત શિક્ષિકાને નાની મોટી ઇજા કરી અને ઘરમાં મૂકી રાખેલા સોનાના દાગીના લૂંટી તેમજ લૂંટી તેમજ કાર લઇ લઈ નાસી છૂટયો હતો. જ્યારે કાર નજીકના જંગલમાં મૂકી રવાના થઈ ગયો હતો. જેમાં નિવૃત્ત શિક્ષકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ દરમિયાન બુકાનીધારી આરોપી નિવૃત્ત શિક્ષકના ઘરમાંથી નીકળતા દરમિયાન ખાળકૂવામાં પડી ગયો હતો. અને તે દરમિયાન પોતાની પાસે રહેલો મોબાઈલ પણ આ શિક્ષકના ખાળકૂવામાં પડી ગયો હતો. પરંતુ મોબાઇલ શોધખોળમાં કોઈ જોઈ જશે અથવા તો સવાર પડી જશે તેની ડરથી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ વહેલી સવારે તેને પોતાના ત્યાં પણ ચોરી થઈ હોવાનું તરકટ રચ્યું હતું. સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચ્યો હતો. અને પોલીસે તમામ તપાસ કરતાં પોતે જ નિવૃત શિક્ષકને ત્યાં પોતાનો ટેકટર ખેતી કામમાં ઉપયોગ કરતો હોવાથી અવારનવાર જતો હતો. અને તે જ જાણભેદુ હોવાથી તેને જ તમામ ઘટનાને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવતા.તેને પોલીસે દબોચી લીધો હતો. અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન સંજેલી ઁજીૈં એચ બી રાણા જમાદાર શૈલેષભાઈ ભગોરા, ભરતભાઈ પટેલ, કૈલેશ ગોહિલની ટીમની મદદથી હત્યારા પાસેનો મોબાઇલ ખાળકૂવામાં પડી ગયો હોવાનું જણાવતા બે દિવસમાં મળી છ કલાક જેસીબી અને સંતરામપુર નગરપાલિકાના વેક્યુમ મશીનની મદદથી ખાળકૂવો સાફ્ કરી અને તેમાંથી મોબાઇલને શોધી કાઢયો હતો. અને રિમાન્ડ પૂર્ણ થતા હત્યારા આરોપીને જેલ હવાલે કર્યો હતો.

જીતપુરા ગામે શિક્ષક દંપતીના લૂંટ, હત્યામાં વપરાયેલો મોબાઈલ કબજે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નિવૃત્ત શિક્ષક દંપતીને જેસીબી અને વેક્યૂમથી લૂંટનો મામલો
  • આરોપીના રિમાન્ડ પૂરા થતાં કોર્ટના આદેશથી જેલમાં ધકેલી દેવાયો
  • લૂંટ તેમજ હત્યા કરી ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી પાડયો


સંજેલી તાલુકાના જીતપુરા ગામે નિવૃત્ત શિક્ષક દંપતીના ઘરમાં ઘૂસી અને લૂંટ તેમજ હત્યા કરી ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન ખાળકુવામાંથી જેસીબી અને વેક્યુમની મદદથી મોબાઈલ કબજે કરી અને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

સંજેલી તાલુકાના જીતપુરા ગામે નિવૃત્ત શિક્ષક દીપસિંગભાઈ માનસિંગભાઈ પલાસ અને તેમના ધર્મપત્ની રાજમોહિની પલાસ પીપળીયા ગામે સાસરીમાંથી સામાજિક પ્રસંગમાં હાજરી આપી અને રાત્રે ઘરે આવી સુતા હતા. રાત્રિના તકનો લાભ લઇ અને ડોકાતલાવડી ગામના રમણભાઈ ભૂરસિંગ પલાસ ઘરમાં ઘુસી અને સુઈ રહેલા નિવૃત્ત શિક્ષક પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જેમા નિવૃત્ત શિક્ષિકાને નાની મોટી ઇજા કરી અને ઘરમાં મૂકી રાખેલા સોનાના દાગીના લૂંટી તેમજ લૂંટી તેમજ કાર લઇ લઈ નાસી છૂટયો હતો. જ્યારે કાર નજીકના જંગલમાં મૂકી રવાના થઈ ગયો હતો. જેમાં નિવૃત્ત શિક્ષકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ દરમિયાન બુકાનીધારી આરોપી નિવૃત્ત શિક્ષકના ઘરમાંથી નીકળતા દરમિયાન ખાળકૂવામાં પડી ગયો હતો. અને તે દરમિયાન પોતાની પાસે રહેલો મોબાઈલ પણ આ શિક્ષકના ખાળકૂવામાં પડી ગયો હતો. પરંતુ મોબાઇલ શોધખોળમાં કોઈ જોઈ જશે અથવા તો સવાર પડી જશે તેની ડરથી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ વહેલી સવારે તેને પોતાના ત્યાં પણ ચોરી થઈ હોવાનું તરકટ રચ્યું હતું. સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચ્યો હતો. અને પોલીસે તમામ તપાસ કરતાં પોતે જ નિવૃત શિક્ષકને ત્યાં પોતાનો ટેકટર ખેતી કામમાં ઉપયોગ કરતો હોવાથી અવારનવાર જતો હતો. અને તે જ જાણભેદુ હોવાથી તેને જ તમામ ઘટનાને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવતા.તેને પોલીસે દબોચી લીધો હતો. અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન સંજેલી ઁજીૈં એચ બી રાણા જમાદાર શૈલેષભાઈ ભગોરા, ભરતભાઈ પટેલ, કૈલેશ ગોહિલની ટીમની મદદથી હત્યારા પાસેનો મોબાઇલ ખાળકૂવામાં પડી ગયો હોવાનું જણાવતા બે દિવસમાં મળી છ કલાક જેસીબી અને સંતરામપુર નગરપાલિકાના વેક્યુમ મશીનની મદદથી ખાળકૂવો સાફ્ કરી અને તેમાંથી મોબાઇલને શોધી કાઢયો હતો. અને રિમાન્ડ પૂર્ણ થતા હત્યારા આરોપીને જેલ હવાલે કર્યો હતો.