મહીસાગર ની સ્કૂલોના બાળકોના સ્વાસ્થ્ય સાથે આરોગ્ય તંત્રના ચેડાં

PHCનાં કર્મચારીઓએ ખોટી માહિતી સરકારની વેબસાઈટ પર મૂકીઅંદાજે,99500 બાળકોના HB ટેસ્ટની ખોટી એન્ટ્રીઓની વિગતો સામે આવી જ્યારે મહીસાગર જિલ્લામાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતા ખૂબ ઊંચું છે મહીસાગર જિલ્લાના બાળકો સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઘોર અન્યાય કરવામાં આવ્યો છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેન્ટરો દ્વારા વર્ષમાં ચાર વાર શાળાના બાળકોની તપાસણી કરવામાં આવે છે જે બાદ તમામ વિગત આરોગ્ય વિભાગ દ્વારા સરકારની વેબસાઈટ પર એન્ટ્રીઓ કરવાની હોય છે પરંતુ આ એન્ટ્રીઓ ખોટી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ મહીસાગર જિલ્લાની 1542 શાળામાં જઈને અંદાજે,99500 બાળકોના હિમોગ્લોબીન (HB) તપાસ કરેલ છે તેવું બતાવવામાં આવે છે વધુમાં 28500- ગંભીર એનીમિયા અને 24000 એનીમિયા છે તેવું બતાવવામાં આવેલ છે. આ આંકડા આરોગ્ય વિભાગના બતાવ્યા મુજબના છે જ્યારે મહીસાગર જિલ્લામાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતા ખૂબ ઊંચું છે. ત્યારે આવા ખોટા રિપોર્ટો અને આંકડાઓ બતાવી મહીસાગર જિલ્લાના નાના ભૂલકાઓ જે આવતી કાલનું ભવિષ્ય છે. તેમની સાથે ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે અને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તે ખૂબ જ ગંભીર બાબત છે આ બાબતે મહીસાગર જિલ્લાની તમામ શાળાઓમાંથી માહિતી માગતા મોટાભાગની શાળાઓ દ્વારા (HB) ની તપાસ કરવામાં આવેલ નથી તેવી માહિતી આપી છે તેનો સીધો મતલબ છે કે મહીસાગર જિલ્લાના PHCના કર્મચારીઓ શાળાઓમાં ગયા વગર અને બાળકોની કોઈપણ પ્રકારની તપાસણી કર્યા સિવાય ખોટી માહિતી સરકારની વેબસાઈટ પર મુકી દીધી છે. આ બાબતે ઊંડાણપૂર્વક ન્યાયિક અને તટસ્થ તપાસ કરવામાં આવે અને મહીસાગર જિલ્લાના બાળકોને ન્યાય અપાવવામાં આવે અને આ બાબતે ખોટું કરવામાં લાગતા વળગતા અધિકારીઓ સામે કાયદેસર પગલા ભરવામાં આવે તેવી ઉગ્ર માગણી સાથે મુખ્ય મંત્રી ,આરોગ્ય મંત્રી, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અરજી કરવામાં આવી છે. સાડા ત્રણ મહિનામાં 40 થી 45 દિવસ સ્કૂલોમાં રજા તો 1 લાખ 77 હજાર બાળકો તપાસ્યા કેમના? 15 મી સપ્ટેમ્બરથી 15 ડિસેમ્બર 2023 સુધીમાં જિલ્લામાં 1 લાખ 77 હજારની આસપાસ બાળકોને તપાસવામાં આવ્યા છે જેમા HB ના 99 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારે આ દરમિયાન શાળાઓમાં દિવાળી વેકેશન,નવરાત્રી તેમજ રવિવાર સહિત અન્ય 40 થી 45 રજાઓ હતી તો આ દરમિયાન આટલા બધા બાળકો તપાસ્યા કેમના ? એ મોટો સવાલ છે.

મહીસાગર ની સ્કૂલોના બાળકોના સ્વાસ્થ્ય સાથે આરોગ્ય તંત્રના ચેડાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • PHCનાં કર્મચારીઓએ ખોટી માહિતી સરકારની વેબસાઈટ પર મૂકી
  • અંદાજે,99500 બાળકોના HB ટેસ્ટની ખોટી એન્ટ્રીઓની વિગતો સામે આવી
  • જ્યારે મહીસાગર જિલ્લામાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતા ખૂબ ઊંચું છે

મહીસાગર જિલ્લાના બાળકો સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઘોર અન્યાય કરવામાં આવ્યો છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેન્ટરો દ્વારા વર્ષમાં ચાર વાર શાળાના બાળકોની તપાસણી કરવામાં આવે છે જે બાદ તમામ વિગત આરોગ્ય વિભાગ દ્વારા સરકારની વેબસાઈટ પર એન્ટ્રીઓ કરવાની હોય છે પરંતુ આ એન્ટ્રીઓ ખોટી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ મહીસાગર જિલ્લાની 1542 શાળામાં જઈને અંદાજે,99500 બાળકોના હિમોગ્લોબીન (HB) તપાસ કરેલ છે તેવું બતાવવામાં આવે છે વધુમાં 28500- ગંભીર એનીમિયા અને 24000 એનીમિયા છે તેવું બતાવવામાં આવેલ છે. આ આંકડા આરોગ્ય વિભાગના બતાવ્યા મુજબના છે જ્યારે મહીસાગર જિલ્લામાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતા ખૂબ ઊંચું છે. ત્યારે આવા ખોટા રિપોર્ટો અને આંકડાઓ બતાવી મહીસાગર જિલ્લાના નાના ભૂલકાઓ જે આવતી કાલનું ભવિષ્ય છે. તેમની સાથે ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે અને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તે ખૂબ જ ગંભીર બાબત છે આ બાબતે મહીસાગર જિલ્લાની તમામ શાળાઓમાંથી માહિતી માગતા મોટાભાગની શાળાઓ દ્વારા (HB) ની તપાસ કરવામાં આવેલ નથી તેવી માહિતી આપી છે તેનો સીધો મતલબ છે કે મહીસાગર જિલ્લાના PHCના કર્મચારીઓ શાળાઓમાં ગયા વગર અને બાળકોની કોઈપણ પ્રકારની તપાસણી કર્યા સિવાય ખોટી માહિતી સરકારની વેબસાઈટ પર મુકી દીધી છે. આ બાબતે ઊંડાણપૂર્વક ન્યાયિક અને તટસ્થ તપાસ કરવામાં આવે અને મહીસાગર જિલ્લાના બાળકોને ન્યાય અપાવવામાં આવે અને આ બાબતે ખોટું કરવામાં લાગતા વળગતા અધિકારીઓ સામે કાયદેસર પગલા ભરવામાં આવે તેવી ઉગ્ર માગણી સાથે મુખ્ય મંત્રી ,આરોગ્ય મંત્રી, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અરજી કરવામાં આવી છે.

સાડા ત્રણ મહિનામાં 40 થી 45 દિવસ સ્કૂલોમાં રજા તો 1 લાખ 77 હજાર બાળકો તપાસ્યા કેમના?

15 મી સપ્ટેમ્બરથી 15 ડિસેમ્બર 2023 સુધીમાં જિલ્લામાં 1 લાખ 77 હજારની આસપાસ બાળકોને તપાસવામાં આવ્યા છે જેમા HB ના 99 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારે આ દરમિયાન શાળાઓમાં દિવાળી વેકેશન,નવરાત્રી તેમજ રવિવાર સહિત અન્ય 40 થી 45 રજાઓ હતી તો આ દરમિયાન આટલા બધા બાળકો તપાસ્યા કેમના ? એ મોટો સવાલ છે.