Dholka News : ક્ષત્રિયોના રોષને લઈ ધોળકામાં ભાજપને સભા સ્થળ બદલવુ પડયુ

વટામણ ગામમા ભાજપની સભામાં ક્ષત્રિયોએ કર્યો વિરોધ વિરોધને જોતા સભા બાપા સીતારામની મઢૂલીએ યોજાઈ ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવી રૂપાલા નો કર્યો વિરોધ રૂપાલાના એક નિવેદને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષનુ વાતાવરણ ઉભુ કર્યુ છે,આજે ધોળકાના વટામણ ગામે મોદી પરિવારની સભા ક્ષત્રિય સમાજના વિરોધના ડરથી અન્ય જગ્યાએ કરવી પડી હતી.પહેલા સભા વટામણ ગામે હતી અને ત્યારબાદ વિરોધ થતા બાપા સિતારામની મઢુલીએ મોદી પરિવાર સભા યોજાઈ હતી,ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચારના અનુસંધાને મોદી પરિવાર સભા યોજાઈ હતી જેમાં ખુદ ઉમેદવાર દેવુસિંહ ચૌહણ પણ હાજર રહ્યા ન હતા. કાળા વાવટા ફરકાવી વિરોધ ભાજપ ગામે ગામે જઈ સભા યોજી રહ્યું છે,તો બીજી તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યુ છે.ત્યારે આજે ધોળકા વિધાનસભામાં આવતા વટામણ ગામે ભાજપની સભા હતી તે પહેલા ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવ્યો હતો.તો ભાજપે અચાનક સભાનું સ્થળ બદલી નાખ્યુ હતુ.રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હવે ગામડાઓમાં ઠેર ઠેર થઈ રહ્યો છે.કોઠ સહિત ધોળકા રૂરલ અને ધોળકા ટાઉન પોલીસનો વટામણ ગામે કાફલો ખડકી દેવાયો હતો,ક્ષત્રિય સમાજની એક જ માંગ ચે કે રૂપાલાની ટિકિટ રદ કરો. દસક્રોઇ તાલુકામાં પણ વિરોધ રાજપૂત સમાજ ટિકિટ રદ કરાવવા મક્કમ છે અને ગામડે ગામડે ભાજપના કાર્યકરોને પ્રવેશબંધીના બેનર મારવા અભિયાન છેડયુ છે. જેની અસર દસક્રોઇ તાલુકાના અનેક ગામોમાં જોવા મળી રહી છે. દસક્રોઇ તાલુકાના વિસલપુર, વસઈ, જેતલપુર, વિંઝોલ, હાથીજણ, પાલડી-કાંકજ, ઓડ, કાસિન્દ્રા, બાકરોલ બુજરંગ, ઝાણું, ધામતવાણ ગામોમાં પુરૂસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ ભાજપ કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહિના બેનરો રાજપૂત સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે.

Dholka News : ક્ષત્રિયોના રોષને લઈ ધોળકામાં ભાજપને સભા સ્થળ બદલવુ પડયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વટામણ ગામમા ભાજપની સભામાં ક્ષત્રિયોએ કર્યો વિરોધ
  • વિરોધને જોતા સભા બાપા સીતારામની મઢૂલીએ યોજાઈ
  • ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવી રૂપાલા નો કર્યો વિરોધ

રૂપાલાના એક નિવેદને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષનુ વાતાવરણ ઉભુ કર્યુ છે,આજે ધોળકાના વટામણ ગામે મોદી પરિવારની સભા ક્ષત્રિય સમાજના વિરોધના ડરથી અન્ય જગ્યાએ કરવી પડી હતી.પહેલા સભા વટામણ ગામે હતી અને ત્યારબાદ વિરોધ થતા બાપા સિતારામની મઢુલીએ મોદી પરિવાર સભા યોજાઈ હતી,ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચારના અનુસંધાને મોદી પરિવાર સભા યોજાઈ હતી જેમાં ખુદ ઉમેદવાર દેવુસિંહ ચૌહણ પણ હાજર રહ્યા ન હતા.

કાળા વાવટા ફરકાવી વિરોધ

ભાજપ ગામે ગામે જઈ સભા યોજી રહ્યું છે,તો બીજી તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યુ છે.ત્યારે આજે ધોળકા વિધાનસભામાં આવતા વટામણ ગામે ભાજપની સભા હતી તે પહેલા ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવ્યો હતો.તો ભાજપે અચાનક સભાનું સ્થળ બદલી નાખ્યુ હતુ.રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હવે ગામડાઓમાં ઠેર ઠેર થઈ રહ્યો છે.કોઠ સહિત ધોળકા રૂરલ અને ધોળકા ટાઉન પોલીસનો વટામણ ગામે કાફલો ખડકી દેવાયો હતો,ક્ષત્રિય સમાજની એક જ માંગ ચે કે રૂપાલાની ટિકિટ રદ કરો.


દસક્રોઇ તાલુકામાં પણ વિરોધ

રાજપૂત સમાજ ટિકિટ રદ કરાવવા મક્કમ છે અને ગામડે ગામડે ભાજપના કાર્યકરોને પ્રવેશબંધીના બેનર મારવા અભિયાન છેડયુ છે. જેની અસર દસક્રોઇ તાલુકાના અનેક ગામોમાં જોવા મળી રહી છે. દસક્રોઇ તાલુકાના વિસલપુર, વસઈ, જેતલપુર, વિંઝોલ, હાથીજણ, પાલડી-કાંકજ, ઓડ, કાસિન્દ્રા, બાકરોલ બુજરંગ, ઝાણું, ધામતવાણ ગામોમાં પુરૂસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ ભાજપ કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહિના બેનરો રાજપૂત સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે.