Surat News : અમરનાથયાત્રાને લઈ ફિટનેસ સર્ટિ.લેવા માટે સુરત સિવિલમાં લોકોની લાઇનો

ચૂંટણીને ધ્યાનમાં લઈ યાત્રા 45 દિવસની કરાઈ સુરતમાંથી 8 હજાર લોકો અમરનાથની યાત્રા કરશે અમરનાથયાત્રાને લઈ ફિટનેસ સર્ટિ.લેવા આજથી સિવિલમાં રોજ 500 ટોકન આપવાનો પ્રારંભ 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાયો છે. યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર 9થી 12 કલાક સુધી ચાલશે. આજે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા. જોકે આવતીકાલે રવિવારની રજા છે અને બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે. કયારે યાત્રા થશે શરૂ 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી અમરનાથયાત્રા શરૂ થશે,તો યાત્રા પર જાવ તે પહેલા સરકારી હોસ્પિટલનુ શારિરીક તપાસનુ સર્ટી લેવું મહત્વનું હોય છે ત્યારે આજથી સરત સિવિલ હોસ્પિટલમાં લોકો સર્ટી લેવા માટે ઉમટયા હતા,તો હોસ્પિટલ દ્વારા રોજના 500 ટોકન આપવાનું નક્કી થયુ છે.13 વર્ષથી નાના, 75 વર્ષથી મોટા, ગર્ભવતી અને હાર્ટના દર્દીઓને મેડિકલ સર્ટિફિકેટ અપાશે નહીં. જાણો કઈ રીતે મળશે સર્ટી યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કોઇ પણ એક ફોટો, આઇડી પ્રુફ (ઓરિજિનલ અને ઝેરોક્ષ બંને સાથે લાવવા પડશે) હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની બે નકલ પણ યાત્રીઓએ લાવવાની રહેશે ત્યારબાદ મેડીકલ ચેકઅપ થઈ તમને સર્ટી આપવામાં આવશે.આ સર્ટી લેવા માટે તમારે સુરત સિવિલના જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર સવારે 9 થી બપોરના 12 કલાક સુધી મળી રહેશે.

Surat News : અમરનાથયાત્રાને લઈ ફિટનેસ સર્ટિ.લેવા માટે સુરત સિવિલમાં લોકોની લાઇનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચૂંટણીને ધ્યાનમાં લઈ યાત્રા 45 દિવસની કરાઈ
  • સુરતમાંથી 8 હજાર લોકો અમરનાથની યાત્રા કરશે
  • અમરનાથયાત્રાને લઈ ફિટનેસ સર્ટિ.લેવા આજથી સિવિલમાં રોજ 500 ટોકન આપવાનો પ્રારંભ
29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાયો છે. યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર 9થી 12 કલાક સુધી ચાલશે. આજે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા. જોકે આવતીકાલે રવિવારની રજા છે અને બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે.

કયારે યાત્રા થશે શરૂ
29 જૂનથી 19 ઓગસ્ટ સુધી અમરનાથયાત્રા શરૂ થશે,તો યાત્રા પર જાવ તે પહેલા સરકારી હોસ્પિટલનુ શારિરીક તપાસનુ સર્ટી લેવું મહત્વનું હોય છે ત્યારે આજથી સરત સિવિલ હોસ્પિટલમાં લોકો સર્ટી લેવા માટે ઉમટયા હતા,તો હોસ્પિટલ દ્વારા રોજના 500 ટોકન આપવાનું નક્કી થયુ છે.13 વર્ષથી નાના, 75 વર્ષથી મોટા, ગર્ભવતી અને હાર્ટના દર્દીઓને મેડિકલ સર્ટિફિકેટ અપાશે નહીં.



જાણો કઈ રીતે મળશે સર્ટી
યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કોઇ પણ એક ફોટો, આઇડી પ્રુફ (ઓરિજિનલ અને ઝેરોક્ષ બંને સાથે લાવવા પડશે) હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની બે નકલ પણ યાત્રીઓએ લાવવાની રહેશે ત્યારબાદ મેડીકલ ચેકઅપ થઈ તમને સર્ટી આપવામાં આવશે.આ સર્ટી લેવા માટે તમારે સુરત સિવિલના જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર સવારે 9 થી બપોરના 12 કલાક સુધી મળી રહેશે.