વડોદરાના આજવા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં દસ દિવસથી વિતરણ થતું અત્યંત દૂષિત પાણીથી લોકો પરેશાન

Vadodara Dirty Water : વડોદરાના આજવા રોડ ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં છેલ્લા દસેક દિવસથી અત્યંત ગંદુ પાણી વિતરણ થઈ રહ્યું છે. અહીં રહેતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો બહારથી વેચાતું પાણી લાવવા સક્ષમ નથી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા દૂષિત પાણી વિતરણ કરાતા તેઓ પાણી પી શકતા નથી જેથી ભર ઉનાળે તેઓની હાલત કફોડી બની છે. આ મામલે સ્થાનિક રહીશોએ તંત્રને રજૂઆત કરી છે પરંતુ પાણી અંગેની આ પરિસ્થિતિનો નિકાલ આવી રહ્યો નથી. આવું દૂષિત પાણી પીવાથી આગામી દિવસોમાં અહીં તથા આસપાસના વિસ્તાર, જ્યાં આવું ગંદુ પાણી વિતરણ થાય છે તે તમામ જગ્યાએ, ઝાડા-ઉલટી કે પાણીજન્ય રોગચાળો વકરે તેવું અનુમાન બંધાઈ રહ્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું હતું કે, હાલ સમસ્યાનું નિવારણ લાવી દેવામાં આવ્યું છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -