Priyanka Gandhi: ગુજરાતમાં આવી ભાજપ પર વરસી પ્રિયંકા ગાંધી, વાંચો લેટેસ્ટ અપડેટ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પ્રથમ વખત દક્ષિણ ગુજરાતમાં પ્રચાર માટે આવીભાજપના ઘણા નેતાઓ કહે છે અમે બંધારણમાં પરિવર્તન ઈચ્છીએ છીએઃ પ્રિયંકાભાજપ સરકારે એવું કોઈ કામ કર્યું નથી કે દેશના લોકતંત્ર, સંવિધાનને મજબૂતી મળીગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આજે 27 એપ્રિલ 2024, શનિવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રથમ વખત દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કરવા આવી હતી અને વલસાડના ધરમપુર શહેરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું.પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહારપ્રિયંકા ગાંધીએ વલસાડમાં જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, ભાજપનાના ઘણા નેતા કહે છે કે, અમે બંધારણમાં પરિવર્તન ઈચ્છીએ છીએ, પરંતુ મોદીજી કહે છે કે, કોઈ વાત નથી. જો છેલ્લા 10 વર્ષનો ઇતિહાસ જુઓ તો મોદીજી તેમના નેતાઓ પાસે પણ પણ બોલાવે છે, સત્તા આવવા પછી તે જ કરે છે. જે બંધારણે તમને અધિકાર આપ્યો છે, તમે તેને બદલીને જનતાને દુર્બલ બનાવી શકો. 10 વર્ષોમાં ભાજપ સરકારે એવું કોઈ કામ કર્યું નથી, જેથી આપણા દેશના લોકતંત્ર, સંવિધાન અને અધિકારોને મજબૂતી મળી હોય.તમે તમારા લોહી અને પરસેવાથી આ દેશની ધરતીનું સિંચન કર્યું વધુમાં પ્રિયંકા ગાંધીએ ક્હ્યું કે, તેમ આ મહાન દેશની જનતા છો. તમે તમારા લોહી અને પરસેવાથી આ દેશની ધરતીનું સિંચન કર્યું છે અને સ્વતંત્રતા આંદોલનમાં જનતા આગળ આવી અને લડી હતી, પરંતુ આજે દેશમાં જનતા સામે ઘણી વિપરિત પરિસ્થિતિઓ છે. તમારા જીવનમાં ઘણા સંઘર્ષ અને અઘરી પરિસ્થિતિઓ છે. મોંઘવારી, બેરોજગારી આ સમયમાં તમે લોકો સવારથી સાંજ સુધી ઘણી મુશ્કેલોનો સામનો કરી રહ્યાં છો.

Priyanka Gandhi: ગુજરાતમાં આવી ભાજપ પર વરસી પ્રિયંકા ગાંધી, વાંચો લેટેસ્ટ અપડેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પ્રથમ વખત દક્ષિણ ગુજરાતમાં પ્રચાર માટે આવી
  • ભાજપના ઘણા નેતાઓ કહે છે અમે બંધારણમાં પરિવર્તન ઈચ્છીએ છીએઃ પ્રિયંકા
  • ભાજપ સરકારે એવું કોઈ કામ કર્યું નથી કે દેશના લોકતંત્ર, સંવિધાનને મજબૂતી મળી

ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આજે 27 એપ્રિલ 2024, શનિવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રથમ વખત દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કરવા આવી હતી અને વલસાડના ધરમપુર શહેરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું.

પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર

પ્રિયંકા ગાંધીએ વલસાડમાં જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, ભાજપનાના ઘણા નેતા કહે છે કે, અમે બંધારણમાં પરિવર્તન ઈચ્છીએ છીએ, પરંતુ મોદીજી કહે છે કે, કોઈ વાત નથી. જો છેલ્લા 10 વર્ષનો ઇતિહાસ જુઓ તો મોદીજી તેમના નેતાઓ પાસે પણ પણ બોલાવે છે, સત્તા આવવા પછી તે જ કરે છે. જે બંધારણે તમને અધિકાર આપ્યો છે, તમે તેને બદલીને જનતાને દુર્બલ બનાવી શકો. 10 વર્ષોમાં ભાજપ સરકારે એવું કોઈ કામ કર્યું નથી, જેથી આપણા દેશના લોકતંત્ર, સંવિધાન અને અધિકારોને મજબૂતી મળી હોય.

તમે તમારા લોહી અને પરસેવાથી આ દેશની ધરતીનું સિંચન કર્યું

વધુમાં પ્રિયંકા ગાંધીએ ક્હ્યું કે, તેમ આ મહાન દેશની જનતા છો. તમે તમારા લોહી અને પરસેવાથી આ દેશની ધરતીનું સિંચન કર્યું છે અને સ્વતંત્રતા આંદોલનમાં જનતા આગળ આવી અને લડી હતી, પરંતુ આજે દેશમાં જનતા સામે ઘણી વિપરિત પરિસ્થિતિઓ છે. તમારા જીવનમાં ઘણા સંઘર્ષ અને અઘરી પરિસ્થિતિઓ છે. મોંઘવારી, બેરોજગારી આ સમયમાં તમે લોકો સવારથી સાંજ સુધી ઘણી મુશ્કેલોનો સામનો કરી રહ્યાં છો.