Suratમાં ઉધના અનાજ કૌભાંડમાં 3-3 દિવસ બાદ પણ તપાસના નામે નાટક !

સરકારી અનાજ ઓછું આપવાની ઉઠી હતી ફરિયાદ જિલ્લા પુરવઠા અધિકારી પાસે તપાસ વિશે માહિતી નથી અનાજ માફિયા સામે કાર્યવાહીના બદલે છાવરી રહ્યા છે સુરતના ઉધના વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરે ઉધના વિસ્તારમાં સરકારી અનાજ ઓછુ આપવાને લઈ ભષ્ટ્રાચારના આરોપ લગાવ્યા હતા.તો બીજી તરફ પુરવઠા વિભાગે આ વાતને લઈ 16 અલગ-અલગ ટીમ બનાવી હતી,પરંતુ ત્રણ દિવસ બાદ તપાસના નામે મિડું જોવા મળ્યું છે.તપાસમાં અનાજ માફિયા સામે કાર્યવાહી કરવાના બદલે છાવરી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે.ગરીબોના અનાજમાં ગોલમાલ સુરતમાં કેટલાયે સમયથી ગરીબોને મળતા અનાજને લઇને ગોલમાલના આરોપ લાગી રહ્યા છે. સુરતમાં ગરીબોને અપાતા અનાજમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. સરકારી સિસ્ટમ પર ભાજપના કોર્પોરેટરે ઉઠાવ્યા સવાલ. કોર્પોરેટરે જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની ખોલી પોલ. કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરી છે.ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડનો કર્યો પર્દાફાશ. ગરીબોને ઓછું અનાજ અપાતું હોવાનો કોર્પોરેટરનો આક્ષેપ. 5 સભ્ય દીઠ 25 કિલોની જગ્યાએ 15 કિલો અનાજ અપાયું 5 સભ્ય દીઠ 25 કિલોની જગ્યાએ 15 કિલો અનાજ અપાયું. ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની અપાતી ધમકી. જેટલું અનાજ મળે છે એટલામાં ખુશ રહેવા મજબૂર બન્યા લાભાર્થીઓ. વારંવારની રજૂઆત છતા કોઇ પરિણામ ન મળતા લાભાર્થીઓ એક થયા કરી ઉગ્ર રજૂઆત. કોર્પોરેટરના આક્ષેપ બાદ સ્થાનિકોએ આપ્યા પુરાવા. સુરતના ઉધના વિસ્તારમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક હાથ ધરાયુ. સરકારી અનાજ આપવામાં ગોલમાલનો કોર્પોરેટરનો આક્ષેપ. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ઓછું અનાજ આપ્યાનો ખુલાસો. ઓછું અનાજ આપ્યાના દાવા સાથે ગરીબ મહિલાઓમાં રોષ. ગરીબ મહિલાઓએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. ઓછું અનાજ આપ્યાના દાવા સાથે ગરીબ મહિલાઓમાં રોષ ઉધના વિસ્તારમાં સસ્તા સરકારી અનાજ આપવામાં ગોલમાલ જોવા મળી હતી. હંમેશાની જેમ ફરી એકવાર સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક હાથ ધર્યુ હતુ. ગરીબોને સસ્તા અનાજની દુકાનમાંથી જે અનાજનો જથ્થો મળે છે તેમાંથી પણ આ રીતે ગોલમાલ કરીને લાગતા વળગતાઓને બારોબાર અનાજ પધરાવી દેવામાં આવે છે અને ખરેખર જે લોકોને તેની તાતી જરૂર હોય છે તે લોકો તેનાથી વંચિત રહી જતા હોય છે. ક્યાં સુધી આ રીતે ગરીબોને પહોંચાડવામાં આવતુ અનાજ તેમનાથી છીનવી લેવાશે. ગરીબ મહિલાઓએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. અનાજ જેવી પ્રાથમિક જરૂરિયાત જ્યારે ગરીબોને પહોંચાડવાની હોય છે લાભાર્થીઓને તેમના હકનું મળતુ રહે તે જરૂરી છે.

Suratમાં ઉધના અનાજ કૌભાંડમાં 3-3 દિવસ બાદ પણ તપાસના નામે નાટક !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકારી અનાજ ઓછું આપવાની ઉઠી હતી ફરિયાદ
  • જિલ્લા પુરવઠા અધિકારી પાસે તપાસ વિશે માહિતી નથી
  • અનાજ માફિયા સામે કાર્યવાહીના બદલે છાવરી રહ્યા છે

સુરતના ઉધના વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરે ઉધના વિસ્તારમાં સરકારી અનાજ ઓછુ આપવાને લઈ ભષ્ટ્રાચારના આરોપ લગાવ્યા હતા.તો બીજી તરફ પુરવઠા વિભાગે આ વાતને લઈ 16 અલગ-અલગ ટીમ બનાવી હતી,પરંતુ ત્રણ દિવસ બાદ તપાસના નામે મિડું જોવા મળ્યું છે.તપાસમાં અનાજ માફિયા સામે કાર્યવાહી કરવાના બદલે છાવરી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે.

ગરીબોના અનાજમાં ગોલમાલ

સુરતમાં કેટલાયે સમયથી ગરીબોને મળતા અનાજને લઇને ગોલમાલના આરોપ લાગી રહ્યા છે. સુરતમાં ગરીબોને અપાતા અનાજમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. સરકારી સિસ્ટમ પર ભાજપના કોર્પોરેટરે ઉઠાવ્યા સવાલ. કોર્પોરેટરે જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની ખોલી પોલ. કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરી છે.ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડનો કર્યો પર્દાફાશ. ગરીબોને ઓછું અનાજ અપાતું હોવાનો કોર્પોરેટરનો આક્ષેપ.


5 સભ્ય દીઠ 25 કિલોની જગ્યાએ 15 કિલો અનાજ અપાયું

5 સભ્ય દીઠ 25 કિલોની જગ્યાએ 15 કિલો અનાજ અપાયું. ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની અપાતી ધમકી. જેટલું અનાજ મળે છે એટલામાં ખુશ રહેવા મજબૂર બન્યા લાભાર્થીઓ. વારંવારની રજૂઆત છતા કોઇ પરિણામ ન મળતા લાભાર્થીઓ એક થયા કરી ઉગ્ર રજૂઆત. કોર્પોરેટરના આક્ષેપ બાદ સ્થાનિકોએ આપ્યા પુરાવા. સુરતના ઉધના વિસ્તારમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક હાથ ધરાયુ. સરકારી અનાજ આપવામાં ગોલમાલનો કોર્પોરેટરનો આક્ષેપ. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ઓછું અનાજ આપ્યાનો ખુલાસો. ઓછું અનાજ આપ્યાના દાવા સાથે ગરીબ મહિલાઓમાં રોષ. ગરીબ મહિલાઓએ તંત્ર સામે ઠાલવ્યો રોષ.

ઓછું અનાજ આપ્યાના દાવા સાથે ગરીબ મહિલાઓમાં રોષ

ઉધના વિસ્તારમાં સસ્તા સરકારી અનાજ આપવામાં ગોલમાલ જોવા મળી હતી. હંમેશાની જેમ ફરી એકવાર સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક હાથ ધર્યુ હતુ. ગરીબોને સસ્તા અનાજની દુકાનમાંથી જે અનાજનો જથ્થો મળે છે તેમાંથી પણ આ રીતે ગોલમાલ કરીને લાગતા વળગતાઓને બારોબાર અનાજ પધરાવી દેવામાં આવે છે અને ખરેખર જે લોકોને તેની તાતી જરૂર હોય છે તે લોકો તેનાથી વંચિત રહી જતા હોય છે. ક્યાં સુધી આ રીતે ગરીબોને પહોંચાડવામાં આવતુ અનાજ તેમનાથી છીનવી લેવાશે. ગરીબ મહિલાઓએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. અનાજ જેવી પ્રાથમિક જરૂરિયાત જ્યારે ગરીબોને પહોંચાડવાની હોય છે લાભાર્થીઓને તેમના હકનું મળતુ રહે તે જરૂરી છે.