Bhavnagar: બોરતળાવમાં કરુણાંતિંકા : પાણીમાં ડૂબતા ચાર બાળકીનાં મોત, એકનો આબાદ બચાવ

મફતનગર વિસ્તારના મજૂર પરિવારની દીકરીઓ કપડા ધોવા જતા દુર્ઘટના સર્જાઈપરિવારજનો પર આભ ફાટી પડતા ભારે આક્રંદ છવાયો, હોસ્પિટલ લોકોના ટોળે ટોળાં વળ્યા દુર્ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા, એક બાળકીને બચાવી તાબડતોબ હોસ્પિટલમાં ખસેડાઈ ભાવનગર શહેરના બોરતળાવમાં આજે વધુ એક ગોજારી દુર્ઘટના સર્જવા પામી હતી. મફતનગર વિસ્તારમાં રહેતા મજુર પરિવારની પાંચ દિકરી આજે બપોરના અરસા દરમિયાન બોરતળાવના તટ ઉપર કપડા ધોવા માટે ગઈ તે વેળાએ એક નાની બાળા પાણીમાં ન્હાવા પડતા તે ડૂબવા લાગતા અન્ય પણ તેને બચાવવા પાણીમાં પડતા પાંચેય બાળા પાણીમાં ગરકાવ થઈ હતી. જેના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને એક બાળકીને પાણીમાંથી બચાવી લઈ તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલાઈઝ કરી હતી. જ્યારે અન્ય ચાર બાળકીના પાણીમાંથી મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. ઉક્ત કરૂણાંતિકાના પગલે મજુર પરિવાર ઉપર રીતસર આભ ફાટયું હતું. જેને લઈ ભારે આક્રંદ જોવા મળ્યો હતો. ઉક્ત દુર્ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશનર, ફાયર ચીફ ઓફિસર, પોલીસ જવાનો દોડી ગયા હતા. પાષાણ હદ્દયના માનવીને પણ પીગળાવી દેતી એક અરેરાટી ભરી દુર્ઘટના આજે મંગળવારે ભાવનગર શહેરના બોરતળાવમાં ઘટવા પામી હતી. ભાવનગરના બોરતળાવના કાઠે આવેલી ફિલ્ટરની ટાંકી, મફતનગરમાં મજુરી કામ અર્થે સ્થાઈ થયેલા પરિવારોની પાંચ દિકરી મનીષભાઈ મેપાભાઈ ચારોલીયાની ત્રણ સગી દીકરી કોમલ (ઉ.વ. 13), રાશી (ઉ.વ. 09), કિંજલ (ઉ.વ. 12), હરેશભાઈ દયાળભાઈ ડાભીની દીકરી અર્ચના (ઉ.વ. 17), વિજયભાઈ ભનુભાઈ માથાસુળિયાની દીકરી હિરલ (ઉ.વ. 12) આજે બપોરના 12 કલાકના અરસા દરમિયાન બોરતળાવના પાણીના કિનારે ઘરેથી કપડા ધોવા માટે ગઈ હતી. તે વેળાએ હિરલ પાણીમાં ન્હાવા પડતા ડૂબવા લાગી હતી. જેને લઈ અન્ય તેને બચાવવા પાણીમાં ઝંપલાવતા તમામ બાળકી પાણીના કીચડમાં ખુંપી જઈ ડૂબવા લાગતા સ્થાનીક લોકો દોડી આવ્યા હતા. અને પાણીમાં પડી એક કિંજલ મનિષભાઈને બહાર કાઢી બચાવી લેતા તેને ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. એક જ પરિવારની ત્રણ દીકરી ગરકાવ ભાવનગર શહેરના બોરતળાવ નજીક આવેલ ફિલ્ટરની ટાંકી પાસે મફતનગરમાં મજુરી અર્થે સ્થાયી થઈ વસવાટ કરતા મનીષભાઈ મેપાભાઈ ચારોલીયાની ત્રણ દીકરી કોમલ, કિંજલ અને રાશી ત્રણેય બહેનો સાથે બોરતળાવના તટે કપડા ધોવા માટે ગઈ હતી. તે વેળાએ પાણીમાં ન્હાવા પડેલી હિરલ ડૂબવા લાગતા તેને બચાવવા પડતા ત્રણ સગી બહેનો પૈકી કોમલ અને રાશીના મૃત્યુ થયા હતા.

Bhavnagar: બોરતળાવમાં કરુણાંતિંકા : પાણીમાં ડૂબતા ચાર બાળકીનાં મોત, એકનો આબાદ બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મફતનગર વિસ્તારના મજૂર પરિવારની દીકરીઓ કપડા ધોવા જતા દુર્ઘટના સર્જાઈ
  • પરિવારજનો પર આભ ફાટી પડતા ભારે આક્રંદ છવાયો, હોસ્પિટલ લોકોના ટોળે ટોળાં વળ્યા
  • દુર્ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા, એક બાળકીને બચાવી તાબડતોબ હોસ્પિટલમાં ખસેડાઈ

ભાવનગર શહેરના બોરતળાવમાં આજે વધુ એક ગોજારી દુર્ઘટના સર્જવા પામી હતી. મફતનગર વિસ્તારમાં રહેતા મજુર પરિવારની પાંચ દિકરી આજે બપોરના અરસા દરમિયાન બોરતળાવના તટ ઉપર કપડા ધોવા માટે ગઈ તે વેળાએ એક નાની બાળા પાણીમાં ન્હાવા પડતા તે ડૂબવા લાગતા અન્ય પણ તેને બચાવવા પાણીમાં પડતા પાંચેય બાળા પાણીમાં ગરકાવ થઈ હતી. જેના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને એક બાળકીને પાણીમાંથી બચાવી લઈ તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલાઈઝ કરી હતી. જ્યારે અન્ય ચાર બાળકીના પાણીમાંથી મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. ઉક્ત કરૂણાંતિકાના પગલે મજુર પરિવાર ઉપર રીતસર આભ ફાટયું હતું. જેને લઈ ભારે આક્રંદ જોવા મળ્યો હતો. ઉક્ત દુર્ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશનર, ફાયર ચીફ ઓફિસર, પોલીસ જવાનો દોડી ગયા હતા. પાષાણ હદ્દયના માનવીને પણ પીગળાવી દેતી એક અરેરાટી ભરી દુર્ઘટના આજે મંગળવારે ભાવનગર શહેરના બોરતળાવમાં ઘટવા પામી હતી. ભાવનગરના બોરતળાવના કાઠે આવેલી ફિલ્ટરની ટાંકી, મફતનગરમાં મજુરી કામ અર્થે સ્થાઈ થયેલા પરિવારોની પાંચ દિકરી મનીષભાઈ મેપાભાઈ ચારોલીયાની ત્રણ સગી દીકરી કોમલ (ઉ.વ. 13), રાશી (ઉ.વ. 09), કિંજલ (ઉ.વ. 12), હરેશભાઈ દયાળભાઈ ડાભીની દીકરી અર્ચના (ઉ.વ. 17), વિજયભાઈ ભનુભાઈ માથાસુળિયાની દીકરી હિરલ (ઉ.વ. 12) આજે બપોરના 12 કલાકના અરસા દરમિયાન બોરતળાવના પાણીના કિનારે ઘરેથી કપડા ધોવા માટે ગઈ હતી. તે વેળાએ હિરલ પાણીમાં ન્હાવા પડતા ડૂબવા લાગી હતી. જેને લઈ અન્ય તેને બચાવવા પાણીમાં ઝંપલાવતા તમામ બાળકી પાણીના કીચડમાં ખુંપી જઈ ડૂબવા લાગતા સ્થાનીક લોકો દોડી આવ્યા હતા. અને પાણીમાં પડી એક કિંજલ મનિષભાઈને બહાર કાઢી બચાવી લેતા તેને ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

એક જ પરિવારની ત્રણ દીકરી ગરકાવ

ભાવનગર શહેરના બોરતળાવ નજીક આવેલ ફિલ્ટરની ટાંકી પાસે મફતનગરમાં મજુરી અર્થે સ્થાયી થઈ વસવાટ કરતા મનીષભાઈ મેપાભાઈ ચારોલીયાની ત્રણ દીકરી કોમલ, કિંજલ અને રાશી ત્રણેય બહેનો સાથે બોરતળાવના તટે કપડા ધોવા માટે ગઈ હતી. તે વેળાએ પાણીમાં ન્હાવા પડેલી હિરલ ડૂબવા લાગતા તેને બચાવવા પડતા ત્રણ સગી બહેનો પૈકી કોમલ અને રાશીના મૃત્યુ થયા હતા.