ડેડાણના બોર્ન મિલ સંચાલકના ખાતાંમાંથી સંબંધીએ 8.94 લાખ ટ્રાન્સફર કરી લીધા

કારખાનેદારના સબંધી યુવાને  વિશ્વાસઘાત કરી ચુનો ચોપડી દીધો : નાણાં ટ્રાન્સફર કરનાર પાસે બેન્ક એકાઉન્ટ નંબર, ATM નંબર , પાસવર્ડ હોવાથી UPI મારફત ઉચાપત કરી લેતાં સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદઅમરેલી, : ખાંભા તાલુકાના ડેડાણ ગામના એક બોર્નમીલના વેપારીને દુવિધારૂપ સાબિત થયેલ હતી જેમાં આ વેપારીના સબંધી યુવાને વેપારીના બેન્ક એકાઉન્ટની તમામ વિગત મેળવી પોતાના મોબાઈલ નંબર ઉપર યુ પી આઈ દ્વારા રૂ 8.94 લાખ ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદ અમરેલી સાઇબર ક્રાઇમ પોલીસમાં નોંધાતા ભારે ચકચાર મચેલ હતી પ્રાપ્ત વિગત મુજબ ખાંભા તાલુકાના ડેડાણ ગામે બોર્ન મીલ ચલાવતા કરશનભાઇ વશરામભાઇ વાળા (ઉવ 65)એ અમરેલી સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ હતું કે પોતાના બેન્ક ખાતામાં આવતી અંગ્રેજી ભાષા જાણતા ન હોવાના કારણે મોટા સરાકડીયાના સબંધી સંજય બાલાભાઈ રાઠોડની મદદ લેતાં હતા. આથી તે બેન્કની તમામ વિગતની માહિતી જાણતા હતા . જેથી તેની ઉપર વિશ્વાસ મૂકી વ્યવહાર કરતા હતા. સંજયભાઈ બેન્ક એકાઉન્ટ ના નંબર એ ટી એમ નંબર તેમજ પાસવર્ડ પણ તે જાણતા હતા. અગાઉ જયારે  એ .ટી .એમ .કાર્ડ મેળવવા માટે બેન્ક અરજી કરેલી તેમાં ં પણ આ શખ્શે પોતાનો મોબાઈલ નંબર નાખી જનરેટ કરાવી લીધેલ હતો .આ બધી  તમામ વિગત   સંજય  જાણતો હોવાથી તેનો દૂર ઉપયોગ કરી યુ. પી .આઈ. આઈ- ડી બનાવી  બેન્ક ખાતામાંથી રૂ 8,94,409 નું ટ્રાન્જેકશન કરી લીધેલ હતું .આ ઘટનાની જાણ વેપારીના પુત્ર ઉમેશભાઈ ને થતા તેમણે બેન્ક સ્ટેટમેન્ટ કઢાવ્યું હતુ. અને  પોતાના પિતાની પૃચ્છા કરેલ હતી કે તમોએ આ રકમ ઉપાડેલ  છે ?ત્યારે તેમના પિતાએ ના પાડતા  છેતરપિંડીનો મામલો સામે આવેલ હતો .આ મામલે  વેપારીએ સંજય અને તેમના પિતા બાલાભાઈ ને બોલાવી પૈસા પરત આપવા માંગણી કરેલ હતી .જે અંગ એવુ કહ્યુ હતુ કે બંને પિતા-પુત્રને પૈસાની જરૂરત હોવાથી આવું  કૃત્ય કરેલ હતું .અને ઓનલાઇન આચરેલ છેતરપિંડી ની રકમ અઠવાડિયામાં પરત આપી દેવા માની ગયેલ હતા .પરંતુ લાંબા સમય સુધી પૈસા પરત ન આપતા સંજય બાલાભાઈ રાઠોડ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધાવેલ હતી

ડેડાણના બોર્ન મિલ સંચાલકના ખાતાંમાંથી સંબંધીએ 8.94 લાખ ટ્રાન્સફર કરી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કારખાનેદારના સબંધી યુવાને  વિશ્વાસઘાત કરી ચુનો ચોપડી દીધો : નાણાં ટ્રાન્સફર કરનાર પાસે બેન્ક એકાઉન્ટ નંબર, ATM નંબર , પાસવર્ડ હોવાથી UPI મારફત ઉચાપત કરી લેતાં સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ

અમરેલી, : ખાંભા તાલુકાના ડેડાણ ગામના એક બોર્નમીલના વેપારીને દુવિધારૂપ સાબિત થયેલ હતી જેમાં આ વેપારીના સબંધી યુવાને વેપારીના બેન્ક એકાઉન્ટની તમામ વિગત મેળવી પોતાના મોબાઈલ નંબર ઉપર યુ પી આઈ દ્વારા રૂ 8.94 લાખ ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદ અમરેલી સાઇબર ક્રાઇમ પોલીસમાં નોંધાતા ભારે ચકચાર મચેલ હતી 

પ્રાપ્ત વિગત મુજબ ખાંભા તાલુકાના ડેડાણ ગામે બોર્ન મીલ ચલાવતા કરશનભાઇ વશરામભાઇ વાળા (ઉવ 65)એ અમરેલી સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ હતું કે પોતાના બેન્ક ખાતામાં આવતી અંગ્રેજી ભાષા જાણતા ન હોવાના કારણે મોટા સરાકડીયાના સબંધી સંજય બાલાભાઈ રાઠોડની મદદ લેતાં હતા. આથી તે બેન્કની તમામ વિગતની માહિતી જાણતા હતા . જેથી તેની ઉપર વિશ્વાસ મૂકી વ્યવહાર કરતા હતા. સંજયભાઈ બેન્ક એકાઉન્ટ ના નંબર એ ટી એમ નંબર તેમજ પાસવર્ડ પણ તે જાણતા હતા. અગાઉ જયારે  એ .ટી .એમ .કાર્ડ મેળવવા માટે બેન્ક અરજી કરેલી તેમાં ં પણ આ શખ્શે પોતાનો મોબાઈલ નંબર નાખી જનરેટ કરાવી લીધેલ હતો .આ બધી  તમામ વિગત   સંજય  જાણતો હોવાથી તેનો દૂર ઉપયોગ કરી યુ. પી .આઈ. આઈ- ડી બનાવી  બેન્ક ખાતામાંથી રૂ 8,94,409 નું ટ્રાન્જેકશન કરી લીધેલ હતું .આ ઘટનાની જાણ વેપારીના પુત્ર ઉમેશભાઈ ને થતા તેમણે બેન્ક સ્ટેટમેન્ટ કઢાવ્યું હતુ. અને  પોતાના પિતાની પૃચ્છા કરેલ હતી કે તમોએ આ રકમ ઉપાડેલ  છે ?ત્યારે તેમના પિતાએ ના પાડતા  છેતરપિંડીનો મામલો સામે આવેલ હતો .

આ મામલે  વેપારીએ સંજય અને તેમના પિતા બાલાભાઈ ને બોલાવી પૈસા પરત આપવા માંગણી કરેલ હતી .જે અંગ એવુ કહ્યુ હતુ કે બંને પિતા-પુત્રને પૈસાની જરૂરત હોવાથી આવું  કૃત્ય કરેલ હતું .અને ઓનલાઇન આચરેલ છેતરપિંડી ની રકમ અઠવાડિયામાં પરત આપી દેવા માની ગયેલ હતા .પરંતુ લાંબા સમય સુધી પૈસા પરત ન આપતા સંજય બાલાભાઈ રાઠોડ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધાવેલ હતી