Surendranaga: ઝાલાવાડની પ્રાથમિક શાળા,બાલવાટિકા અને આંગણવાડીમાં તા. 26મીજૂનથી પ્રવેશોત્સવ

જિલ્લાભરમાં 3 વર્ષથી લઈ 6 વર્ષ સુધીના 31,234 ભૂલકાંઓને પ્રવેશ અપાશેનવી એજયુકેશન પોલીસી મુજબ 5+3+3+4 મુજબ અભ્યાસ થઈ રહ્યો છે નેશનલ એજયુકેશન પોલીસી મુજબ સતત બીજીવાર વર્ષ 2024-25માં શાળા પ્રવેશોત્સવનું આયોજન સરકારે કર્યુ સુરેન્દ્રનગર જિલ્લા સહીત સમગ્ર રાજયમાં આગામી જુન માસની 26 તારીખથી ત્રી-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. અત્યાર સુધી શાળા પ્રવેશોત્સવમાં ધો.1માં જ પ્રવેશ અપાતો હતો. ત્યારે હવે ગત વર્ષથી નેશનલ એજયુકેશન પોલીસી મુજબ 10+2ના બદલે 5+3+3+4 મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં 3 વર્ષથી લઈ 6 વર્ષના બાળકોને આંગણવાડી, બાલવાટીકા અને પ્રાથમીક શાળાઓમાં પ્રવેશ અપાશે. હાલ પ્રવેશોત્સવના કાર્યક્રમના આયોજનની તૈયારીઓમાં વહીવટી તંત્ર લાગી ગયુ છે. રાજય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુન માસમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીનું આયોજન કર્યુ છે. દર વર્ષે શાળા પ્રવેશોત્સવમાં માત્ર ધો. 1માં જ પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ હવે શૈક્ષણીક વર્ષ 2023-24થી શિક્ષણ વિભાગે નેશનલ એજયુકેશન પોલીસી મુજબ શિક્ષણ કાર્યને આગળ ધપાવ્યુ છે. અત્યાર સુધી શિક્ષણ વિભાગમાં 10+2 મુજબ અભ્યાસ થતો હતો. પરંતુ હવે નવી એજયુકેશન પોલીસી મુજબ 5+3+3+4 મુજબ અભ્યાસ થઈ રહ્યો છે. જેમાં પ્રાથમીક પહેલાના એટલે કે, પુર્વ પ્રાથમીકના 3 વર્ષ રખાયા છે. જેમાં 3થી પ વર્ષના બાળકોને ર વર્ષ આંગણવાડી, 5 વર્ષના બાળકને 1 વર્ષ બાલ વાટીકામાં પ્રવેશ આપવાનો રહેશે. જયારે 6 વર્ષ પુરા કરનારને ધો. 1માં પ્રવેશ આપવામાં આવશે. પ્રાથમીકના ર વર્ષ ધો. 1 અને રના રહેશે. ત્યારબાદ ધો. 3થી 5, ધો. 6થી 8 અને ધો. 2થી 12 રહેશે. ત્યારે નેશનલ એજયુકેશન પોલીસી મુજબ સતત બીજીવાર વર્ષ 2024-25માં શાળા પ્રવેશોત્સવનું આયોજન સરકારે કર્યુ છે. જેમાં સમગ્ર રાજય સહિત ઝાલાવાડમાં પણ તા. 26થી 28 જુન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. જેના માટે શિક્ષણ વિભાગ અત્યારથી જ કામગીરીમાં લાગી ગયુ છે અને શાળા પ્રવેશોત્સવના આયોજન માટે કલેકટર કચેરીમાં ગુરૂવારે સાંજે બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ચાર્જ જિલ્લા કલેકટર રાજેશ તન્ના, અધિક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી શીલ્પાબેન પટેલ, ડાયેટના પ્રાચાર્ય ડો. સી.ટી.ટુંડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રવેશોત્સવના રૂટ, ગત વર્ષે થયેલ નામાંકન, ચાલુ વર્ષે થનાર નામાંકન વિશે ચર્ચા કરાઈ હતી. ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ધો. 1માં કુલ 16,352, બાલવાટીકામાં 15,582 બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. જિલ્લા ઈન્ચાર્જ કલેકટરે જિલ્લાનું એકપણ બાળક પ્રવેશથી વંચીત ન રહી જાય તે માટે તાકીદ કરી હતી. અને પ્રવેશ પાત્ર બાળકોનું 100 ટકા નાંમાકન કરવા જણાવ્યુ હતુ.

Surendranaga: ઝાલાવાડની પ્રાથમિક શાળા,બાલવાટિકા અને આંગણવાડીમાં તા. 26મીજૂનથી પ્રવેશોત્સવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લાભરમાં 3 વર્ષથી લઈ 6 વર્ષ સુધીના 31,234 ભૂલકાંઓને પ્રવેશ અપાશે
  • નવી એજયુકેશન પોલીસી મુજબ 5+3+3+4 મુજબ અભ્યાસ થઈ રહ્યો છે
  • નેશનલ એજયુકેશન પોલીસી મુજબ સતત બીજીવાર વર્ષ 2024-25માં શાળા પ્રવેશોત્સવનું આયોજન સરકારે કર્યુ

સુરેન્દ્રનગર જિલ્લા સહીત સમગ્ર રાજયમાં આગામી જુન માસની 26 તારીખથી ત્રી-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ રહી છે.

અત્યાર સુધી શાળા પ્રવેશોત્સવમાં ધો.1માં જ પ્રવેશ અપાતો હતો. ત્યારે હવે ગત વર્ષથી નેશનલ એજયુકેશન પોલીસી મુજબ 10+2ના બદલે 5+3+3+4 મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં 3 વર્ષથી લઈ 6 વર્ષના બાળકોને આંગણવાડી, બાલવાટીકા અને પ્રાથમીક શાળાઓમાં પ્રવેશ અપાશે. હાલ પ્રવેશોત્સવના કાર્યક્રમના આયોજનની તૈયારીઓમાં વહીવટી તંત્ર લાગી ગયુ છે.

રાજય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુન માસમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીનું આયોજન કર્યુ છે. દર વર્ષે શાળા પ્રવેશોત્સવમાં માત્ર ધો. 1માં જ પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ હવે શૈક્ષણીક વર્ષ 2023-24થી શિક્ષણ વિભાગે નેશનલ એજયુકેશન પોલીસી મુજબ શિક્ષણ કાર્યને આગળ ધપાવ્યુ છે. અત્યાર સુધી શિક્ષણ વિભાગમાં 10+2 મુજબ અભ્યાસ થતો હતો. પરંતુ હવે નવી એજયુકેશન પોલીસી મુજબ 5+3+3+4 મુજબ અભ્યાસ થઈ રહ્યો છે. જેમાં પ્રાથમીક પહેલાના એટલે કે, પુર્વ પ્રાથમીકના 3 વર્ષ રખાયા છે. જેમાં 3થી પ વર્ષના બાળકોને ર વર્ષ આંગણવાડી, 5 વર્ષના બાળકને 1 વર્ષ બાલ વાટીકામાં પ્રવેશ આપવાનો રહેશે. જયારે 6 વર્ષ પુરા કરનારને ધો. 1માં પ્રવેશ આપવામાં આવશે. પ્રાથમીકના ર વર્ષ ધો. 1 અને રના રહેશે. ત્યારબાદ ધો. 3થી 5, ધો. 6થી 8 અને ધો. 2થી 12 રહેશે. ત્યારે નેશનલ એજયુકેશન પોલીસી મુજબ સતત બીજીવાર વર્ષ 2024-25માં શાળા પ્રવેશોત્સવનું આયોજન સરકારે કર્યુ છે. જેમાં સમગ્ર રાજય સહિત ઝાલાવાડમાં પણ તા. 26થી 28 જુન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. જેના માટે શિક્ષણ વિભાગ અત્યારથી જ કામગીરીમાં લાગી ગયુ છે અને શાળા પ્રવેશોત્સવના આયોજન માટે કલેકટર કચેરીમાં ગુરૂવારે સાંજે બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ચાર્જ જિલ્લા કલેકટર રાજેશ તન્ના, અધિક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી શીલ્પાબેન પટેલ, ડાયેટના પ્રાચાર્ય ડો. સી.ટી.ટુંડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રવેશોત્સવના રૂટ, ગત વર્ષે થયેલ નામાંકન, ચાલુ વર્ષે થનાર નામાંકન વિશે ચર્ચા કરાઈ હતી. ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ધો. 1માં કુલ 16,352, બાલવાટીકામાં 15,582 બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. જિલ્લા ઈન્ચાર્જ કલેકટરે જિલ્લાનું એકપણ બાળક પ્રવેશથી વંચીત ન રહી જાય તે માટે તાકીદ કરી હતી. અને પ્રવેશ પાત્ર બાળકોનું 100 ટકા નાંમાકન કરવા જણાવ્યુ હતુ.