Junagadh Rain : મેંદરડા તાલુકામાં છેલ્લા એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો

જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં વરસાદી માહોલ છેલ્લા બે કલાકમાં શહેરમાં એક ઈંચ વરસાદ વરસ્યો માણાવદર અને માળીયા હાટીના તાલુકામાં અડધો ઈંચ વરસાદ જૂનાગઢ શહેરમાં બપોરથી વરસાદનું આગમન થયુ છે,ત્યારે જૂનાગઢ શહેરમાં છેલ્લા બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે.તો માણાવદર અને માળીયા હાટીના તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વંથલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોને ગરમીથી રાહત મળી છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજ્યના 46 તાલુકામાં વરસાદી માહોલ કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ,દાહોદ, મહિસાગર, વલસાડ,પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં પડી શકે વરસાદ તો અમદાવાદમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા રહેલી છે.કોડીનારમાં 3 ઈંચ વરસાદ,સૂત્રાપાડામાં પોણા બે ઈંચ વરસાદ,મેંદરડા, વેરાવળમાં દોઢ ઈંચ વરસાદ,ઈડર, મોહરવા હડફ, ઉમરપાડામાં 1-1 ઈંચ,જૂનાગઢ, દિયોદરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની આગાહી તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 26 જૂનથી 30 જૂન સુધી એટલે કે 5 દિવસ માટે વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં આજે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે. જ્યારે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે આ બંને જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાણો ગુજરાતમાં વરસાદને લઈ કેવો છે માહોલ હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેંદ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં 30 જૂને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

Junagadh Rain : મેંદરડા તાલુકામાં છેલ્લા એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં વરસાદી માહોલ
  • છેલ્લા બે કલાકમાં શહેરમાં એક ઈંચ વરસાદ વરસ્યો
  • માણાવદર અને માળીયા હાટીના તાલુકામાં અડધો ઈંચ વરસાદ

જૂનાગઢ શહેરમાં બપોરથી વરસાદનું આગમન થયુ છે,ત્યારે જૂનાગઢ શહેરમાં છેલ્લા બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે.તો માણાવદર અને માળીયા હાટીના તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વંથલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોને ગરમીથી રાહત મળી છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


રાજ્યના 46 તાલુકામાં વરસાદી માહોલ

કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ,દાહોદ, મહિસાગર, વલસાડ,પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં પડી શકે વરસાદ તો અમદાવાદમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા રહેલી છે.કોડીનારમાં 3 ઈંચ વરસાદ,સૂત્રાપાડામાં પોણા બે ઈંચ વરસાદ,મેંદરડા, વેરાવળમાં દોઢ ઈંચ વરસાદ,ઈડર, મોહરવા હડફ, ઉમરપાડામાં 1-1 ઈંચ,જૂનાગઢ, દિયોદરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.

આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની આગાહી

તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 26 જૂનથી 30 જૂન સુધી એટલે કે 5 દિવસ માટે વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં આજે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે. જ્યારે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે આ બંને જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જાણો ગુજરાતમાં વરસાદને લઈ કેવો છે માહોલ

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેંદ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં 30 જૂને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.