Patanમાં હારીજ સર્કલ ઓફિસરના નામે બે વચેટીયા રૂ.30 હજારની લાંચ લેતા ઝડપાયા

જમીન વેચાણની નોંધ મંજૂર કરવાના નામે માંગી હતી લાંચ અન્ય સરકારી ઓફીસરોમાં ફેલાયો ફફળાટ પાટણ એસીબીએ બન્ને આરોપીઓની કરી ધરપકડ હારીજમાં જમીન વેચાણની નોંધ મંજૂર કરવા બાબતે સર્કલ ઓફિસરના નામે બે વચેટીયાઓને એસીબીએ રૂ,30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે.તો હારીજ સર્કલ ઓફિસ સ્ટાફ સહિતના અધિકારીઓમાં ફફળાટ ફેલાયો હતો. જમીન વેચાણ નોંધ માટે માંગી હતી લાંચ હારીજમાં જમીન વેચાણ નોધ મંજૂર કરવા માટે સરકારી ઓફિસર વતી હારીજના રમેશભાઈ અખાણી તેમજ વિપુલભાઈ પરમાર દ્રારા અરજદાર પાસે રૂપિયા 60 હજારની માંગણી કરવામાં આવી હતી,અરજદાર આ લાંચની રકમ આપવા તૈયાર ના હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો,તો એસીબી ટીમ દ્રારા છટકુ ગોઠવી હારીજના મેઈન બજારમાં પાલિકા કોમ્પલેક્ષમાં આવેલ દુકાનમાં બન્ને લાંચિયા વ્યકિતઓ રૂ.30 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.હારીજ સર્કલ ઓફીસર વતી વચેટીયા વ્યકિતઓએ લાંચ માંગી હોવાનું સામે આવતા હારીજ સર્કલ ઓફિસર સામે પણ શંકા સાથે ભષ્ટ્રચારના આક્ષેપોની બુમ પડી હતી,એસીબીએ બન્ને આરોપીની ધરપકડ કરી છે. 1 મે 2024ના રોજ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ‌‌ એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીની કાર્ટિગ ગાડીઓ ફરવા માટે લાંચ માંગી હતી. જેની ફરિયાદ એસીબીમાં કરવામાં આવતા ટીમે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો હતો.

Patanમાં હારીજ સર્કલ ઓફિસરના નામે બે વચેટીયા રૂ.30 હજારની લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જમીન વેચાણની નોંધ મંજૂર કરવાના નામે માંગી હતી લાંચ
  • અન્ય સરકારી ઓફીસરોમાં ફેલાયો ફફળાટ
  • પાટણ એસીબીએ બન્ને આરોપીઓની કરી ધરપકડ

હારીજમાં જમીન વેચાણની નોંધ મંજૂર કરવા બાબતે સર્કલ ઓફિસરના નામે બે વચેટીયાઓને એસીબીએ રૂ,30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે.તો હારીજ સર્કલ ઓફિસ સ્ટાફ સહિતના અધિકારીઓમાં ફફળાટ ફેલાયો હતો.

જમીન વેચાણ નોંધ માટે માંગી હતી લાંચ

હારીજમાં જમીન વેચાણ નોધ મંજૂર કરવા માટે સરકારી ઓફિસર વતી હારીજના રમેશભાઈ અખાણી તેમજ વિપુલભાઈ પરમાર દ્રારા અરજદાર પાસે રૂપિયા 60 હજારની માંગણી કરવામાં આવી હતી,અરજદાર આ લાંચની રકમ આપવા તૈયાર ના હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો,તો એસીબી ટીમ દ્રારા છટકુ ગોઠવી હારીજના મેઈન બજારમાં પાલિકા કોમ્પલેક્ષમાં આવેલ દુકાનમાં બન્ને લાંચિયા વ્યકિતઓ રૂ.30 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.હારીજ સર્કલ ઓફીસર વતી વચેટીયા વ્યકિતઓએ લાંચ માંગી હોવાનું સામે આવતા હારીજ સર્કલ ઓફિસર સામે પણ શંકા સાથે ભષ્ટ્રચારના આક્ષેપોની બુમ પડી હતી,એસીબીએ બન્ને આરોપીની ધરપકડ કરી છે.

1 મે 2024ના રોજ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ‌‌ એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીની કાર્ટિગ ગાડીઓ ફરવા માટે લાંચ માંગી હતી. જેની ફરિયાદ એસીબીમાં કરવામાં આવતા ટીમે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો હતો.