મહુધા નજીક નાની ખડોલ ગામની મહિલાનો મૃતદેહ ખેતરમાંથી મળ્યો

- હત્યાને લઇને ગામમાં સન્નાટો, હત્યાનું કારણ અકબંધ- મહિલાના પતિની મહુધા પોલીસે પૂછપરછ શરૂ કરી, હત્યા અંગે અનેક તર્ક-વિતર્કનડિયાદ : મહુધા નજીકના નાની ખડોલ ગામની સીમમાં ગત સાંજે હત્યાના બનાવે ભારે સનસનાટી મચાવી છે. જેમાં ૪૫ વષય મહિલાનો મૃતદેહ ગામના ખેતરના શેઢા પરથી ગળે દુપટ્ટાથી ટૂપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ મામલે મહુધા પોલીસે અજાણ્યા હત્યારા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહુધા તાલુકાના ખુટજ ગામે ૩૫ વષય ઈરફાનભાઈ નબીભાઈ મલેક રહે છે. તેમની મોટી બહેન સુમૈયા (ઉ.વ.૪૫)ને નાની ખડોલ ગામે નજીરભાઈ સાથે પરણાવી હતી. આ દંપતીને સંતાનમાં એક દીકરો અને દીકરી છે અને નજીરભાઈ પોતે મજુરી કામ કરે છે. ઈરફાનભાઈ મલેક ગતરોજ નાની ખડોલ ગામની સીમમાં છાપરૂ રીપેરીંગના કામે આવ્યા હતા. આ દરમિયાન તેમની પત્નીનો ફોન આવ્યો હતો અને નાની ખડોલ જાવ સુમૈયાબેનને શું થયુ તે જોઈ આવો તેમ કહ્યું હતું. જેથી ઈરફાનભાઈ નાની ખડોલ ગામની સીમમાં હોય તેઓ પોતાની મોટી બહેનના ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેઓને જાણવા મળેલ કે, સુમૈયાબેનનો મૃતદેહ નાની ખડોલ સીમમાં આવેલા ખેતરના શેઢા નીચે અવઢ આરાવાડી નારમાં પડેલ છે. જેથી તેઓ ત્યાં પહોંચતા પોતાની મોટીબેન સુમૈયા નાના ઝાડની નીચે મૃતહાલતમા પડેલ હતી. આ ઉપરાંત ગળે દુપટ્ટાથી ટૂપો દીધેલી હાલતમાં અને ચહેરા અને માથાના ભાગે ઈજાઓ થઈ હોવાનુ તેમને જાણવા મળ્યું હતું. આ બનાવ સંદર્ભે ઈરફાનભાઈ મલેકે મહુધા પોલીસને જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એફએસઆઇ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરી છે બીજીતરફ આ સમગ્ર મામલે આજે ઘટનાના પગલે નડિયાદથી પોલીસની બે ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. તો વળી, મહુધા પોલીસે આ સમગ્ર મામલે મૃતક મહિલાના પતિની અટકાયત કરી અને તેની પૂછપરછ આદરી હોવાની વિગતો મળી છે.

મહુધા નજીક નાની ખડોલ ગામની મહિલાનો મૃતદેહ ખેતરમાંથી મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- હત્યાને લઇને ગામમાં સન્નાટો, હત્યાનું કારણ અકબંધ

- મહિલાના પતિની મહુધા પોલીસે પૂછપરછ શરૂ કરી, હત્યા અંગે અનેક તર્ક-વિતર્ક

નડિયાદ : મહુધા નજીકના નાની ખડોલ ગામની સીમમાં ગત સાંજે હત્યાના બનાવે ભારે સનસનાટી મચાવી છે. જેમાં ૪૫ વષય મહિલાનો મૃતદેહ ગામના ખેતરના શેઢા પરથી ગળે દુપટ્ટાથી ટૂપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ મામલે મહુધા પોલીસે અજાણ્યા હત્યારા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહુધા તાલુકાના ખુટજ ગામે ૩૫ વષય ઈરફાનભાઈ નબીભાઈ મલેક રહે છે. તેમની મોટી બહેન સુમૈયા (ઉ.વ.૪૫)ને નાની ખડોલ ગામે નજીરભાઈ સાથે પરણાવી હતી. આ દંપતીને સંતાનમાં એક દીકરો અને દીકરી છે અને નજીરભાઈ પોતે મજુરી કામ કરે છે. ઈરફાનભાઈ મલેક ગતરોજ નાની ખડોલ ગામની સીમમાં છાપરૂ રીપેરીંગના કામે આવ્યા હતા. આ દરમિયાન તેમની પત્નીનો ફોન આવ્યો હતો અને નાની ખડોલ જાવ સુમૈયાબેનને શું થયુ તે જોઈ આવો તેમ કહ્યું હતું. જેથી ઈરફાનભાઈ નાની ખડોલ ગામની સીમમાં હોય તેઓ પોતાની મોટી બહેનના ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેઓને જાણવા મળેલ કે, સુમૈયાબેનનો મૃતદેહ નાની ખડોલ સીમમાં આવેલા ખેતરના શેઢા નીચે અવઢ આરાવાડી નારમાં પડેલ છે. જેથી તેઓ ત્યાં પહોંચતા પોતાની મોટીબેન સુમૈયા નાના ઝાડની નીચે મૃતહાલતમા પડેલ હતી. આ ઉપરાંત ગળે દુપટ્ટાથી ટૂપો દીધેલી હાલતમાં અને ચહેરા અને માથાના ભાગે ઈજાઓ થઈ હોવાનુ તેમને જાણવા મળ્યું હતું. આ બનાવ સંદર્ભે ઈરફાનભાઈ મલેકે મહુધા પોલીસને જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એફએસઆઇ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરી છે બીજીતરફ આ સમગ્ર મામલે આજે ઘટનાના પગલે નડિયાદથી પોલીસની બે ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. તો વળી, મહુધા પોલીસે આ સમગ્ર મામલે મૃતક મહિલાના પતિની અટકાયત કરી અને તેની પૂછપરછ આદરી હોવાની વિગતો મળી છે.