Bharuch: દેડિયાપાડાના ગઢ ગામના ખેડૂતે પ્રાકૃતિક કૃષિને અપનાવી

6 એકર જમીનમાં 12 માસની મિશ્રા પાકોની પ્રાકૃતિક ખેતી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્ર્રોતફ્ળ-ફ્ળાદી, ધાન્ય પાકોની પ્રાકૃતિક ખેતી મથુરભાઈને ફ્ળી : ચાલુ વર્ષે 64 મણ કેરીનું વેચાણ કર્યુ ઘરે જ જીવામૃત બનાવીને ઓછા ખર્ચેમાં પ્રાકૃતિક ખેતીમાંથી આવકને બમણી કરી છે  નર્મદા જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિને વેગ મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજી રહ્યાં છે. દેડિયાપાડાના ગઢ ગામના મથુરભાઈ વસાવાએ પ્રાકૃતિક કૃષિને અપનાવી છે. મથુરભાઈ સમજે છે કે પ્રાકૃતિક કૃષિની આજે તાતી જરૂરિયાત છે. ગઢ ગામની સીમમાં આવેલ ખુડદી ગામના વતની વસાવાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ વિશે સમજ કેળવી, તાલીમ મેળવીને પ્રાકૃતિક કૃષિ તરફ્ પ્રયાણ કર્યું. જેઓ આ જે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્ર્રોત બની રહ્યાં છે.  મથુરભાઇ વસાવાએ જણાવ્યું કે, હું પ્રાકૃતિક કૃષિ તરફ્ પ્રેરાયો. હું વર્ષ 2017 થી 6 એકરમાં ગાય આધારિત ખેતી કરી રહ્યો છું. ઘરે જ જીવામૃત બનાવીને ઓછા ખર્ચેમાં પ્રાકૃતિક ખેતીમાંથી આવકને બમણી કરી છે. ચાલુ વર્ષે 64 મણ કેરીનું વેચાણ કર્યુ છે. સાથોસાથ હું ગામડાઓમાં પણ પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત શાકભાજીનું વેચાણ કરું છું. ઉલ્લેખનીય છે કે, વસાવા સ્થાનિક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓ અંગે પણ માહિતગાર કરી રહ્યાં છે. ખેડૂતો સાથે સંવાદ કરતા મથુરભાઈ વસાવાએ પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોમાં જાગૃતતા વધારવા માટે ખેડૂત મિત્રોનું સાંકળ તૈયાર કર્યું છે. જે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. મથુરભાઈને સરકાર દ્વારા મળેલી સહાય જીજી આર.સી. દ્વારા દ્વીપ ઇરીગેશન સિસ્ટમઇન્સ્ટોલ, વેલા વાળી શાકભાજી માટે મંડપ અને આંબાવાડી બનાવવાની સહાય, પ્રેરણા પ્રવાસ, પ્રશિક્ષણ, વિવિધ પ્રકારના મિલેટ્સ પાકનું બિયારણ પાકના સંરક્ષણ માટે વિવિધ ફેરોમેન ટ્રેપ, સોલર ફેરોમેનટ્રેપ, પાવર વિડર, અને અનાજને સાફ્ કરવાનો પંખો.

Bharuch: દેડિયાપાડાના ગઢ ગામના ખેડૂતે પ્રાકૃતિક કૃષિને અપનાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 6 એકર જમીનમાં 12 માસની મિશ્રા પાકોની પ્રાકૃતિક ખેતી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્ર્રોત
  • ફ્ળ-ફ્ળાદી, ધાન્ય પાકોની પ્રાકૃતિક ખેતી મથુરભાઈને ફ્ળી : ચાલુ વર્ષે 64 મણ કેરીનું વેચાણ કર્યુ
  • ઘરે જ જીવામૃત બનાવીને ઓછા ખર્ચેમાં પ્રાકૃતિક ખેતીમાંથી આવકને બમણી કરી છે

 નર્મદા જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિને વેગ મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજી રહ્યાં છે.

દેડિયાપાડાના ગઢ ગામના મથુરભાઈ વસાવાએ પ્રાકૃતિક કૃષિને અપનાવી છે. મથુરભાઈ સમજે છે કે પ્રાકૃતિક કૃષિની આજે તાતી જરૂરિયાત છે. ગઢ ગામની સીમમાં આવેલ ખુડદી ગામના વતની વસાવાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ વિશે સમજ કેળવી, તાલીમ મેળવીને પ્રાકૃતિક કૃષિ તરફ્ પ્રયાણ કર્યું. જેઓ આ જે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્ર્રોત બની રહ્યાં છે.

 મથુરભાઇ વસાવાએ જણાવ્યું કે, હું પ્રાકૃતિક કૃષિ તરફ્ પ્રેરાયો. હું વર્ષ 2017 થી 6 એકરમાં ગાય આધારિત ખેતી કરી રહ્યો છું. ઘરે જ જીવામૃત બનાવીને ઓછા ખર્ચેમાં પ્રાકૃતિક ખેતીમાંથી આવકને બમણી કરી છે. ચાલુ વર્ષે 64 મણ કેરીનું વેચાણ કર્યુ છે. સાથોસાથ હું ગામડાઓમાં પણ પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત શાકભાજીનું વેચાણ કરું છું.

ઉલ્લેખનીય છે કે, વસાવા સ્થાનિક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓ અંગે પણ માહિતગાર કરી રહ્યાં છે. ખેડૂતો સાથે સંવાદ કરતા મથુરભાઈ વસાવાએ પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોમાં જાગૃતતા વધારવા માટે ખેડૂત મિત્રોનું સાંકળ તૈયાર કર્યું છે. જે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યાં છે.

મથુરભાઈને સરકાર દ્વારા મળેલી સહાય

જીજી આર.સી. દ્વારા દ્વીપ ઇરીગેશન સિસ્ટમઇન્સ્ટોલ, વેલા વાળી શાકભાજી માટે મંડપ અને આંબાવાડી બનાવવાની સહાય, પ્રેરણા પ્રવાસ, પ્રશિક્ષણ, વિવિધ પ્રકારના મિલેટ્સ પાકનું બિયારણ પાકના સંરક્ષણ માટે વિવિધ ફેરોમેન ટ્રેપ, સોલર ફેરોમેનટ્રેપ, પાવર વિડર, અને અનાજને સાફ્ કરવાનો પંખો.