કપાસ અને સીંગના બિયારણના ભાવમાં 30 ટકાનો વધારો થતા ખરીદીમાં ઘટાડો

- ખેડૂતોની પાક ધિરાણ માટે બેન્કની શાખાઓમાં દોડધામ- રાજુલા અને જાફરાબાદ પંથકમાં ખાતર-બિયારણની ગોકળ ગાયની ગતિએ થઈ રહેલી ખરીદી : ધરતીપુત્રોમાં કચવાટરાજુલા : ગોહિલવાડમાં વરસાદ ભલે આગોતરો થાય પરંતુ આ વખતે કુવામાં પાણી ન હોવાથી આગોતરું વાવેતર ૯૦ ટકા કરી શકાતુ ન હોય જગતના તાત ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે. એક તરફ મોટા ભાગના ખેડૂતો પાક ધિરાણ માટે લોન લેવા બેન્કમાં દોડધામ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ કપાસ અને સિંગના બિયારણમાં ૩૦ ટકાનો વધારો થતા ખેડૂતોમાં તંત્ર સામે વ્યાપક કચવાટ વ્યાપેલ છે.રાજુલા અને જાફરાબાદ પંથકમાં ચોમાસાનો વરસાદ ભલે ગમે ત્યારે આવે પરંતુ જેમ આ બંને તાલુકામાં વર્ષોથી ખેડૂતો આગોતરું વાવેતર કરતાં હતા. તે મુજબ આ વર્ષે હજી સુધી ક્યાંય વાવેતર કરતા જોવા મળ્યું નથી. આ બંને પંથકમાં સંઘ, મંડળી કે દુકાને બિયારણ કે ખાતરની ખરીદી માટે આ વર્ષે તો ખેડૂતોની પણ લાઈન હજુ સુધી જોવા મળતી નથી.  આ વર્ષે પાક ધિરાણ ઉપર વીમા માટેની યોજના અમલમાં મૂકે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામેલ છે. એક બાજુ સરકાર અને હવામાન વિભાગ દ્વારા વરસાદ વહેલો પડવાની આગાહીઓ થઈ રહી છે તેમ છતાં જગતનો તાત હજી સુધી બિયારણ કે,ખાતરની ખરીદી સંપૂર્ણપણે ગોકળ ગતીએ કરતો જોવા મળ્યો છે.કોઈપણ જગ્યાએ ખાતર કે બિયારણની દુકાન, સંઘ કે મંડળીએ ભીડ જોવા મળતી નથી તેમજ નવી એગ્રોની દુકાનો પણ ખુલ્લી નથી. આ વર્ષે ખેડૂતોએ ખેતરોમાં દેશી ખાતર મતલબ કે માટી ખૂબ જ નાખી હોવાનું જાણવા મળે છે. કારણ કે, તળાવ ઉંડા કરવાની યોજનામાંથી માટી ઉપાડી ખેડૂતો ખેતરોમાં નાખી રહ્યા છે. આ વર્ષે આ બંને પંથકના કુવાઓમાં પાણી જ નથી જેથી ખેડૂતો આગોતરું વાવેતર એક પણ ગામડે કરતા જોવા મળતા નથી માત્ર ખેડૂતો ખેતરોમાં માટી નાખતા જોવા મળે છે જેના કારણે ખાતરની ડિમાન્ડ પણ હાલ તો ઓછી જોવા મળે છે. નવું અને જૂનું કરવા માટે ખેડૂતોની ઉછીના કે, ઉધાર કરી નવું જૂનું ધિરાણ લેવા માટે લાઈનો લાગે છે. મોટા ભાગના ખેડૂતો નવું-જૂનું કરવા માટે ઘરેણા ઉપર વ્યાજે પૈસા લેવા માટે પણ દોડધામ કરી રહ્યા છે. ખેડૂતોની ખેતી કુદરત આધારિત હોવાથી બંધ કરી દેવાયેલી વિમાની યોજના સરકાર ફરી અમલમાં લાવે તે જરૂરી છે. તેમજ બે વર્ષથી નવા-જૂના કરવામાં પુરા પૈસા નહીં માત્ર વ્યાજ ભરવાથી સહકારી બેંકમાં જે યોજના હતી તે બંધ થઈ છે હવે ખેડૂતને ભરવા પડે છે તેને બદલે અગાઉ જેેવી વ્યવસ્થા પણ કરાવે તેવી જગતના તાત ખેડૂતોની માંગણી છે.

કપાસ અને સીંગના બિયારણના ભાવમાં 30 ટકાનો વધારો થતા ખરીદીમાં ઘટાડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ખેડૂતોની પાક ધિરાણ માટે બેન્કની શાખાઓમાં દોડધામ

- રાજુલા અને જાફરાબાદ પંથકમાં ખાતર-બિયારણની ગોકળ ગાયની ગતિએ થઈ રહેલી ખરીદી : ધરતીપુત્રોમાં કચવાટ

રાજુલા : ગોહિલવાડમાં વરસાદ ભલે આગોતરો થાય પરંતુ આ વખતે કુવામાં પાણી ન હોવાથી આગોતરું વાવેતર ૯૦ ટકા કરી શકાતુ ન હોય જગતના તાત ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે. એક તરફ મોટા ભાગના ખેડૂતો પાક ધિરાણ માટે લોન લેવા બેન્કમાં દોડધામ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ કપાસ અને સિંગના બિયારણમાં ૩૦ ટકાનો વધારો થતા ખેડૂતોમાં તંત્ર સામે વ્યાપક કચવાટ વ્યાપેલ છે.

રાજુલા અને જાફરાબાદ પંથકમાં ચોમાસાનો વરસાદ ભલે ગમે ત્યારે આવે પરંતુ જેમ આ બંને તાલુકામાં વર્ષોથી ખેડૂતો આગોતરું વાવેતર કરતાં હતા. તે મુજબ આ વર્ષે હજી સુધી ક્યાંય વાવેતર કરતા જોવા મળ્યું નથી. આ બંને પંથકમાં સંઘ, મંડળી કે દુકાને બિયારણ કે ખાતરની ખરીદી માટે આ વર્ષે તો ખેડૂતોની પણ લાઈન હજુ સુધી જોવા મળતી નથી.  આ વર્ષે પાક ધિરાણ ઉપર વીમા માટેની યોજના અમલમાં મૂકે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામેલ છે. એક બાજુ સરકાર અને હવામાન વિભાગ દ્વારા વરસાદ વહેલો પડવાની આગાહીઓ થઈ રહી છે તેમ છતાં જગતનો તાત હજી સુધી બિયારણ કે,ખાતરની ખરીદી સંપૂર્ણપણે ગોકળ ગતીએ કરતો જોવા મળ્યો છે.કોઈપણ જગ્યાએ ખાતર કે બિયારણની દુકાન, સંઘ કે મંડળીએ ભીડ જોવા મળતી નથી તેમજ નવી એગ્રોની દુકાનો પણ ખુલ્લી નથી. આ વર્ષે ખેડૂતોએ ખેતરોમાં દેશી ખાતર મતલબ કે માટી ખૂબ જ નાખી હોવાનું જાણવા મળે છે. કારણ કે, તળાવ ઉંડા કરવાની યોજનામાંથી માટી ઉપાડી ખેડૂતો ખેતરોમાં નાખી રહ્યા છે. આ વર્ષે આ બંને પંથકના કુવાઓમાં પાણી જ નથી જેથી ખેડૂતો આગોતરું વાવેતર એક પણ ગામડે કરતા જોવા મળતા નથી માત્ર ખેડૂતો ખેતરોમાં માટી નાખતા જોવા મળે છે જેના કારણે ખાતરની ડિમાન્ડ પણ હાલ તો ઓછી જોવા મળે છે. નવું અને જૂનું કરવા માટે ખેડૂતોની ઉછીના કે, ઉધાર કરી નવું જૂનું ધિરાણ લેવા માટે લાઈનો લાગે છે. મોટા ભાગના ખેડૂતો નવું-જૂનું કરવા માટે ઘરેણા ઉપર વ્યાજે પૈસા લેવા માટે પણ દોડધામ કરી રહ્યા છે. ખેડૂતોની ખેતી કુદરત આધારિત હોવાથી બંધ કરી દેવાયેલી વિમાની યોજના સરકાર ફરી અમલમાં લાવે તે જરૂરી છે. તેમજ બે વર્ષથી નવા-જૂના કરવામાં પુરા પૈસા નહીં માત્ર વ્યાજ ભરવાથી સહકારી બેંકમાં જે યોજના હતી તે બંધ થઈ છે હવે ખેડૂતને ભરવા પડે છે તેને બદલે અગાઉ જેેવી વ્યવસ્થા પણ કરાવે તેવી જગતના તાત ખેડૂતોની માંગણી છે.