Sabarakantha News : કાર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 6 લોકો ગંભીર

રખિયાલ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત કારચાલક અકસ્માત સર્જી કાર મુકી થયો ફરાર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં રવિવારે રાજ્યમાં વિવિધ સ્થાનો પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ વચ્ચે સાબરકાંઠાના રખિયાલ નજીક અકસ્માતની ઘટના બની છે. જેમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે કારચાલક અકસ્માત સર્જી કાર મુકીને ફરાર થયો છે. આ અંગેની માહિતી અનુસાર, રખિયાલ નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનુ મોત થયું છે. જ્યારે 6 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલું ભયાનક હતું કે, રિક્ષામાં સવાર મહિલાનુ અકસ્માતમાં શરીરથી ધડ જ અલગ થઈ ગયું હતું. અને મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તેમજ અકસ્માત એટલો દર્દનાક હતો કે હાઇવે ઉપર બચાવો બચાવોની ચિચીયારીઓ લાંબા સમય સુધી સાંભળવા મળી હતી. જ્યારે ગંભીર રીતે ઘવાયેલ તમામ ઈજાગ્રસ્તોને ગાંધીનગર તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર કારનો ચાલક ઘટના સ્થળેથી પોતાની કાર મુકીને ફરાર થઈ ગયો હતો. જે પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યે છે. તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  

Sabarakantha News : કાર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 6 લોકો ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રખિયાલ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત
  • કારચાલક અકસ્માત સર્જી કાર મુકી થયો ફરાર
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં રવિવારે રાજ્યમાં વિવિધ સ્થાનો પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ વચ્ચે સાબરકાંઠાના રખિયાલ નજીક અકસ્માતની ઘટના બની છે. જેમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે કારચાલક અકસ્માત સર્જી કાર મુકીને ફરાર થયો છે.

આ અંગેની માહિતી અનુસાર, રખિયાલ નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનુ મોત થયું છે. જ્યારે 6 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલું ભયાનક હતું કે, રિક્ષામાં સવાર મહિલાનુ અકસ્માતમાં શરીરથી ધડ જ અલગ થઈ ગયું હતું. અને મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

તેમજ અકસ્માત એટલો દર્દનાક હતો કે હાઇવે ઉપર બચાવો બચાવોની ચિચીયારીઓ લાંબા સમય સુધી સાંભળવા મળી હતી. જ્યારે ગંભીર રીતે ઘવાયેલ તમામ ઈજાગ્રસ્તોને ગાંધીનગર તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

જ્યારે અકસ્માત સર્જનાર કારનો ચાલક ઘટના સ્થળેથી પોતાની કાર મુકીને ફરાર થઈ ગયો હતો. જે પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યે છે. તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.