Gujarat News: રાજ્યમાં વધુ એક ભ્રષ્ટ અધિકારી સામે ફરિયાદ

GILના તત્કાલિકન એકાઉન્ટન્ટ સામે ફરિયાદ રૂચી ભાવસાર સામે ACBએ નોંધી ફરિયાદ ACBએ આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ નોંધી ગુજરાત રાજ્યમાં વધુ એક ભ્રષ્ટ અધિકારી સામે ફરિયાદ થઇ છે. જેમાં GILના તત્કાલિકન એકાઉન્ટન્ટ સામે ફરિયાદ થઇ છે. તેમાં રૂચી ભાવસાર સામે ACBએ ફરિયાદ નોંધી છે. જેમાં ACBએ આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ નોંધી છે. તેમાં આવક કરતા 4.07 કરોડની વધુ સંપત્તિ મળતા ફરિયાદ થઇ છે. જેમાં ગાંધીનગરમાં બે પેન્ટ હાઉસ હોવાનું સામે આવ્યું છે.કોબામાં રહેણાંક પ્લોટ અને 4 કાર હોવાનું સામે આવ્યુ કોબામાં રહેણાંક પ્લોટ અને 4 કાર હોવાનું સામે આવ્યુ છે. ACBએ રૂચિ ભાવસાર સામે 1 મે 2017થી 31 મે 2022 સુધીના ચેક પિરિયડ સુનિશ્ચિત કરીને તપાસ હાથ ધરી હતી. ACBની પ્રાથમિક તપાસ દરમ્યાન રૂચિ ભાવસાર તથા તેમના આશ્રિતોના બેંક ખાતાઓ, મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી તેઓના રોકાણ સંબંધી દસ્તાવેજી માહીતી એકત્રિત કરવામાં આવી હતી. રૂચિ ભાવસારે પોતાની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીત-રસમો અપનાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યાની હકીકત ઉજાગર થવા પામેલ છે. આ અંગે તેઓના આવક, રોકાણ અને ખર્ચ અંગેના સાધનીક પુરાવાઓ મેળવી CBI ગાઈડલાઈન મુજબના પત્રક બનાવી, આ અંગે બ્યુરોના નાણાંકીય સલાહકાર દ્વારા નાણાકીય વ્યવહારોનું વિગતવારનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આવકના પ્રમાણમાં વધુની અપ્રમાણસર મિલ્કત જેમાં રૂચિ ભાવસારે ચેક પિરીયડના સમયગાળા દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ઈરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે કાયદેસરની આવક રૂ.65,31,380ની સામે રૂ.4,73,15,255નુ સ્થાવર/જંગમ મિલ્કતમાં પોતાના તથા આશ્રિતોના નામે રોકાણ તેમજ ખર્ચ કર્યો હોવાનું તપાસ દરમ્યાન ફલીત થવા પામ્યું છે.રૂચિ ભાવસારે પોતાની કાયદેસરની આવક કરતા રૂ. 4,07,83,875ની એટલે કે તેઓની આવકના પ્રમાણમાં અપ્રમાણસર મિલ્કત વસાવેલાનુ પ્રસ્થાપિત થતાં રૂચિ ભાવસાર વિરુધ્ધ ACBએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat News: રાજ્યમાં વધુ એક ભ્રષ્ટ અધિકારી સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • GILના તત્કાલિકન એકાઉન્ટન્ટ સામે ફરિયાદ
  • રૂચી ભાવસાર સામે ACBએ નોંધી ફરિયાદ
  • ACBએ આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ નોંધી

ગુજરાત રાજ્યમાં વધુ એક ભ્રષ્ટ અધિકારી સામે ફરિયાદ થઇ છે. જેમાં GILના તત્કાલિકન એકાઉન્ટન્ટ સામે ફરિયાદ થઇ છે. તેમાં રૂચી ભાવસાર સામે ACBએ ફરિયાદ નોંધી છે. જેમાં ACBએ આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ નોંધી છે. તેમાં આવક કરતા 4.07 કરોડની વધુ સંપત્તિ મળતા ફરિયાદ થઇ છે. જેમાં ગાંધીનગરમાં બે પેન્ટ હાઉસ હોવાનું સામે આવ્યું છે.

કોબામાં રહેણાંક પ્લોટ અને 4 કાર હોવાનું સામે આવ્યુ

કોબામાં રહેણાંક પ્લોટ અને 4 કાર હોવાનું સામે આવ્યુ છે. ACBએ રૂચિ ભાવસાર સામે 1 મે 2017થી 31 મે 2022 સુધીના ચેક પિરિયડ સુનિશ્ચિત કરીને તપાસ હાથ ધરી હતી. ACBની પ્રાથમિક તપાસ દરમ્યાન રૂચિ ભાવસાર તથા તેમના આશ્રિતોના બેંક ખાતાઓ, મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી તેઓના રોકાણ સંબંધી દસ્તાવેજી માહીતી એકત્રિત કરવામાં આવી હતી. રૂચિ ભાવસારે પોતાની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીત-રસમો અપનાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યાની હકીકત ઉજાગર થવા પામેલ છે. આ અંગે તેઓના આવક, રોકાણ અને ખર્ચ અંગેના સાધનીક પુરાવાઓ મેળવી CBI ગાઈડલાઈન મુજબના પત્રક બનાવી, આ અંગે બ્યુરોના નાણાંકીય સલાહકાર દ્વારા નાણાકીય વ્યવહારોનું વિગતવારનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આવકના પ્રમાણમાં વધુની અપ્રમાણસર મિલ્કત

જેમાં રૂચિ ભાવસારે ચેક પિરીયડના સમયગાળા દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ઈરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે કાયદેસરની આવક રૂ.65,31,380ની સામે રૂ.4,73,15,255નુ સ્થાવર/જંગમ મિલ્કતમાં પોતાના તથા આશ્રિતોના નામે રોકાણ તેમજ ખર્ચ કર્યો હોવાનું તપાસ દરમ્યાન ફલીત થવા પામ્યું છે.રૂચિ ભાવસારે પોતાની કાયદેસરની આવક કરતા રૂ. 4,07,83,875ની એટલે કે તેઓની આવકના પ્રમાણમાં અપ્રમાણસર મિલ્કત વસાવેલાનુ પ્રસ્થાપિત થતાં રૂચિ ભાવસાર વિરુધ્ધ ACBએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.