Sabarkanthaના Himatnagarમાં ભર બજારે વીજ વાયર તૂટયો,લોકો ગભરાઈ જતા દોડધામ મચી

લોકો પસાર થતા હતા ત્યાં જ વાયર તૂટયો ભર બજારમાં વીજ વાયર તૂટતા અફરા તફરી મચી ધડાકા બાદ વીજ વાયર તૂટયો સાબરકાંઠાના હિંમતનગરમાં જુના બજાર વિસ્તારમાં અચાનક જીવતો વીજ વાયર તૂટતા અફરાતફરી મચી હતી,ભર બજારમાં લોકો પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન અચાનક વીજ વાયર તૂટયો હતો.હાઈ ટેન્શન વાયર તૂટતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.ધડાકાભેર વીજ વાયર તૂટતા લોકો ગભરાઈને સાઈડમાં જતા રહ્યા હતા,સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ રીતે અગાઉ પણ વીજ વાયર તૂટયો હતો પણ તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી. થોડો સમય સુધી લોકોમાં ગભરાટ જોવા મળ્યો હિંમતનગરના જુના બજારમાં અચાનક વીજ વાયર તૂટી પડયો હતો.ભર બજારમાં આ વાયર તૂટયો હતો અને આસપાસ દુકાનો આવેલી છે.વીજ વાયર તૂટતા રોડ પર શોર્ટ સર્કિટના તણખલા થયા હતા.અને દોડધામ મચી હતી.વીજ વાયર તૂટી જતા રસ્તેથી પસાર થતા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. થોડો સમય સુધી લોકોમાં સામાન્ય નાશ ભાગ મચી હતી. તૂટેલા વીજ વાયર પર વાહનચાલકો ચાલે નહિ તે માટે રાહદારીઓએ વાયરને કોર્ડન કર્યો છે. રાહદારી પર વીજ વાયર પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત સમગ્ર પ્રકરણ અંગે નગરપાલિકા અને વીજકંપનીને જાણ કરવામાં આવતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તંત્ર દ્રારા ફીડર બંધ કરવામાં આવ્યું હતુ,તો સદનસીબે કોઈ વાહનચાલક કે રાહદારી પર વીજ વાયર પડયો ન હતો,જો પડયો હોત તો મોટી દુર્ઘટના સર્જાત. ગોંડલ શહેરમાં અનેક જગ્યાઓ પર સપ્ટેશન ખુલ્લા જોવા મળ્યા ગોંડલ શહેરમાં અનેક જગ્યાઓ પર સપ્ટેશનના TC પણ ખુલ્લા જોવા મળે છે. ખુલ્લા TCમાં કોઈ પશુ કે રાહદારીઓને કોઈ શોર્ટ લાગે તો જવાબદારી કોની રહેશે તે પણ સવાલો છે ? આગામી ચોમાસા પહેલા ખુલ્લા સપ્ટેશન અને વીજ વાયરોના રીપેરીંગ PGVCL તંત્ર કરશે કે શું ? ભૂતકાળમાં ખુલ્લા ટીસીમાં શોર્ટ સર્કિટના અનેક બનાવ બન્યા છે. તંત્ર સુરતની તક્ષશિલા દુર્ઘટના જેવી બીજી દુર્ઘટના બને બાદ જાગે તે જોવું રહ્યું.  

Sabarkanthaના Himatnagarમાં ભર બજારે વીજ વાયર તૂટયો,લોકો ગભરાઈ જતા દોડધામ મચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકો પસાર થતા હતા ત્યાં જ વાયર તૂટયો
  • ભર બજારમાં વીજ વાયર તૂટતા અફરા તફરી મચી
  • ધડાકા બાદ વીજ વાયર તૂટયો

સાબરકાંઠાના હિંમતનગરમાં જુના બજાર વિસ્તારમાં અચાનક જીવતો વીજ વાયર તૂટતા અફરાતફરી મચી હતી,ભર બજારમાં લોકો પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન અચાનક વીજ વાયર તૂટયો હતો.હાઈ ટેન્શન વાયર તૂટતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.ધડાકાભેર વીજ વાયર તૂટતા લોકો ગભરાઈને સાઈડમાં જતા રહ્યા હતા,સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ રીતે અગાઉ પણ વીજ વાયર તૂટયો હતો પણ તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી.

થોડો સમય સુધી લોકોમાં ગભરાટ જોવા મળ્યો

હિંમતનગરના જુના બજારમાં અચાનક વીજ વાયર તૂટી પડયો હતો.ભર બજારમાં આ વાયર તૂટયો હતો અને આસપાસ દુકાનો આવેલી છે.વીજ વાયર તૂટતા રોડ પર શોર્ટ સર્કિટના તણખલા થયા હતા.અને દોડધામ મચી હતી.વીજ વાયર તૂટી જતા રસ્તેથી પસાર થતા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. થોડો સમય સુધી લોકોમાં સામાન્ય નાશ ભાગ મચી હતી. તૂટેલા વીજ વાયર પર વાહનચાલકો ચાલે નહિ તે માટે રાહદારીઓએ વાયરને કોર્ડન કર્યો છે.


રાહદારી પર વીજ વાયર પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત

સમગ્ર પ્રકરણ અંગે નગરપાલિકા અને વીજકંપનીને જાણ કરવામાં આવતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તંત્ર દ્રારા ફીડર બંધ કરવામાં આવ્યું હતુ,તો સદનસીબે કોઈ વાહનચાલક કે રાહદારી પર વીજ વાયર પડયો ન હતો,જો પડયો હોત તો મોટી દુર્ઘટના સર્જાત.


ગોંડલ શહેરમાં અનેક જગ્યાઓ પર સપ્ટેશન ખુલ્લા જોવા મળ્યા

ગોંડલ શહેરમાં અનેક જગ્યાઓ પર સપ્ટેશનના TC પણ ખુલ્લા જોવા મળે છે. ખુલ્લા TCમાં કોઈ પશુ કે રાહદારીઓને કોઈ શોર્ટ લાગે તો જવાબદારી કોની રહેશે તે પણ સવાલો છે ? આગામી ચોમાસા પહેલા ખુલ્લા સપ્ટેશન અને વીજ વાયરોના રીપેરીંગ PGVCL તંત્ર કરશે કે શું ? ભૂતકાળમાં ખુલ્લા ટીસીમાં શોર્ટ સર્કિટના અનેક બનાવ બન્યા છે. તંત્ર સુરતની તક્ષશિલા દુર્ઘટના જેવી બીજી દુર્ઘટના બને બાદ જાગે તે જોવું રહ્યું.