અમદાવાદમાં જૌહરની તૈયારી કરનાર મહિલાઓને ઘરે મોકલવામાં આવી

પૂજારી અમદાવાદના સમર્પણ બંગ્લોઝ પહોંચ્યા ક્રાઇમ બ્રાન્ચ મહિપાલસિંહને લઈ રાજસ્થાન રવાનાક્ષત્રિય સમાજ દ્વારા બોપલનો રસ્તાો રોકવામાં આવ્યો અમદાવાદમાં જૌહર કરવા માટે ક્ષત્રિયાણીઓ અડગ હોય તેવું લાગી રહ્યું છે. જેમાં અમદાવાદમાં રૂપાલાના વિરોધમાં ગીતાબા અને પ્રજ્ઞાબા જૌહર કરવા માટે અડગ છે. જેના માટે પૂજારી અમદાવાદના સમર્પણ બંગ્લોઝ પહોંચ્યા છે. જ્યાં બીજી તરફ ક્ષત્રિયાણીઓએ નજરકેદ સ્થળ પર પૂજા શરૂ કરી છે. આગેવાનો-પોલીસે સમજાવ્યા બાદ પણ જૌહર માટે અડગ છે.  અમદાવાદમાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ સામે આવી રહ્યો છે. જે પછી પોલીસ પાંચેય ક્ષત્રિય મહિલાઓને તેમના ઘરે મોકલવામાં આવી રહી છે. આ દરમિયાન 2 મહિલા અમદાવાદ, 1 મહિલા સુરેન્દ્રનગર તેમજ 2 મહિલાઓને જામનગર મુકવા માટે પોલીસ જાતે જ જઈ રહી છે. તેમજ મહિપાલસિંહને હેડક્વાર્ટરથી પોલીસની ગાડીમાં અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. બોપલમાં ભારે વિરોધ મહિપાલસિંહને અજ્ઞાત સ્થળે લઈ જતા ક્ષત્રિય સમાજના લોકો પણ મોટી સંખ્યમાં પહોંચ્યા છે. તેમજ મહિપાલસિંહને પોલીસ એરપોર્ટ તરફના રસ્તે ગઈ છે. લોકોની ભીડથી દૂર કરવા મહિપાલસિંહને દૂર લઈ જવામાં આવ્યા છે. બોપલ ચાર રસ્તા પર ક્ષત્રિયોનો વિરોધ જોવા મળી રહ્યો છે. બોપલ તરફના રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહિપાલસિંહને લઈને રાજસ્થાન જવા રવાના થયા હોવાની પણ માહિતી સામે આવી છે.  આ તરફ જોહર કરનાર મહિલાઓએ પોલીસને કહ્યું, અમારા ઘરેથી અમને જવા દો. અમને રોકવા માંગો છો. 10થી વધુ મહિલા હાલમાં ઘરમાં હાજર છે. પાંચેય ક્ષત્રિયાણીઓને નજર કેદ કરવામાં આવી છે. પોલીસે ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી છે. બોપલ ખાતેના ઘરની આસપાસના વિસ્તારમાં પોલીસની અવરજવર પણ વધી છે.આ પહેલાં ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવા જનાર પાંચ ક્ષત્રિયાણીઓને હાલમાં બોપલ ખાતેના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે. જેઓ બોપલથી સાંજે 4 વાગ્યે કમલમ જવા નીકળે તે પહેલાં તેમની અટકાયત કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જ્યારે બોપલ ખાતે મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી છે. જેના સાથે જ મહિપાલસિંહ અને વીરભદ્રસિંહની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે થોડું ઘણું ઘર્ષણ પણ થયું હતું. મહિપાલસિંહની અટકાયત કરી શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. અહીં ક્ષત્રિયો ભેગા થવા લાગ્યા છે.

અમદાવાદમાં જૌહરની તૈયારી કરનાર મહિલાઓને ઘરે મોકલવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂજારી અમદાવાદના સમર્પણ બંગ્લોઝ પહોંચ્યા
  • ક્રાઇમ બ્રાન્ચ મહિપાલસિંહને લઈ રાજસ્થાન રવાના
  • ક્ષત્રિય સમાજ દ્વારા બોપલનો રસ્તાો રોકવામાં આવ્યો 
અમદાવાદમાં જૌહર કરવા માટે ક્ષત્રિયાણીઓ અડગ હોય તેવું લાગી રહ્યું છે. જેમાં અમદાવાદમાં રૂપાલાના વિરોધમાં ગીતાબા અને પ્રજ્ઞાબા જૌહર કરવા માટે અડગ છે. જેના માટે પૂજારી અમદાવાદના સમર્પણ બંગ્લોઝ પહોંચ્યા છે. જ્યાં બીજી તરફ ક્ષત્રિયાણીઓએ નજરકેદ સ્થળ પર પૂજા શરૂ કરી છે. આગેવાનો-પોલીસે સમજાવ્યા બાદ પણ જૌહર માટે અડગ છે.  

અમદાવાદમાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ સામે આવી રહ્યો છે. જે પછી પોલીસ પાંચેય ક્ષત્રિય મહિલાઓને તેમના ઘરે મોકલવામાં આવી રહી છે. આ દરમિયાન 2 મહિલા અમદાવાદ, 1 મહિલા સુરેન્દ્રનગર તેમજ 2 મહિલાઓને જામનગર મુકવા માટે પોલીસ જાતે જ જઈ રહી છે. તેમજ મહિપાલસિંહને હેડક્વાર્ટરથી પોલીસની ગાડીમાં અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે.

બોપલમાં ભારે વિરોધ 
મહિપાલસિંહને અજ્ઞાત સ્થળે લઈ જતા ક્ષત્રિય સમાજના લોકો પણ મોટી સંખ્યમાં પહોંચ્યા છે. તેમજ મહિપાલસિંહને પોલીસ એરપોર્ટ તરફના રસ્તે ગઈ છે. લોકોની ભીડથી દૂર કરવા મહિપાલસિંહને દૂર લઈ જવામાં આવ્યા છે. બોપલ ચાર રસ્તા પર ક્ષત્રિયોનો વિરોધ જોવા મળી રહ્યો છે. બોપલ તરફના રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહિપાલસિંહને લઈને રાજસ્થાન જવા રવાના થયા હોવાની પણ માહિતી સામે આવી છે. 

આ તરફ જોહર કરનાર મહિલાઓએ પોલીસને કહ્યું, અમારા ઘરેથી અમને જવા દો. અમને રોકવા માંગો છો. 10થી વધુ મહિલા હાલમાં ઘરમાં હાજર છે. પાંચેય ક્ષત્રિયાણીઓને નજર કેદ કરવામાં આવી છે. પોલીસે ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી છે. બોપલ ખાતેના ઘરની આસપાસના વિસ્તારમાં પોલીસની અવરજવર પણ વધી છે.

આ પહેલાં ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવા જનાર પાંચ ક્ષત્રિયાણીઓને હાલમાં બોપલ ખાતેના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે. જેઓ બોપલથી સાંજે 4 વાગ્યે કમલમ જવા નીકળે તે પહેલાં તેમની અટકાયત કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જ્યારે બોપલ ખાતે મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી છે.

જેના સાથે જ મહિપાલસિંહ અને વીરભદ્રસિંહની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે થોડું ઘણું ઘર્ષણ પણ થયું હતું. મહિપાલસિંહની અટકાયત કરી શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. અહીં ક્ષત્રિયો ભેગા થવા લાગ્યા છે.