રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં દેખાડ્યો દમ,પદ્મિનીબા બેભાન થયા

મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો રેલીમાં જોડાયામોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ - પુરુષો જોડાયા રેલીમાંબહુમાળી ચોક ખાતે પોલીસ કાફલો ખડકાયોરાજકોટમાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે. જેના મામલે ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, આશા છે કે રૂપાલાની ઉમેદવારી રદ થશે નહીંતર રાજકોટ બેઠક ઉપર 400થી વધુ ઉમેદવારી પત્ર ભરશે. ત્યાર બાદ હાલમાં રાજકોટમાં મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 થી 20 હજાર ક્ષત્રિયો એકત્ર થયા છે. જેમાં જય ભવાનીનો જય જયકાર થયો છે. પદ્મિનીબા બેભાન થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  ક્ષત્રિય આંદોલનને વેગ આપનાર પદ્મિનીબા વાળાની તબિયત લથડી છે. પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કર્યો હતો. આજે ચોથો દિવસ હતો અન્ન ત્યાગનો, જેથી તેમની તબિયત લથડી છે. પદ્મિનીબા ક્ષત્રિય આગેવાન અને કરણી સેનાનાં મહિલા મોરચાના પ્રમુખ છે. રાજકોટમાં બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા હતા. કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મહારેલીમાં નયનાબા પણ જોડાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, હજી પણ ઉગ્રતા વધતી જશે.રેલીમાં 15 થી 20 હજાર લોકો જોડાયા આ દરમિયાન ત્યાં હાજર ક્ષત્રિય સમાજ અગ્રણી પી.ટી. જાડેજા જણાવ્યું કે, અત્યારે રેલીમાં 15થી 20 હજાર લોકો છે. એક મહાસંમેલન થશે જેમાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થશે, અમે કાર્યક્રમ કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીને જ કરવાના છીએ. યુવાનો અને બહેનોને સમજાવીએ છીએ, પણ સાહેબ આપ રજૂઆત એવી પહોંચાડો કે, ક્ષત્રિયોમાં જે આક્રોશ છે એ વ્યાજબી અને યોગ્ય છે. તેણે માફી માગી છે પણ એ માફી માગવા લાયક નથી. માફી આપવા અમે લાયક નથી.રેલી યોજવા ક્ષત્રિય સમાજને મંજૂરી રાજકોટમાં રેલી યોજવા ક્ષત્રિય સમાજને મંજૂરી આપવામાં આવી છે. જેના માટે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા રેલી યોજવા મંજૂરી અપાઈ છે. આ માટે ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈ રેલીની મંજૂરી માંગી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો એકઠા થયા છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ - પુરુષો એકત્ર થયા છે. જ્યારે રાજકોટમાં બહુમાળી ચોક ખાતે પોલીસ કાફલો ખડકાયો છે. સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા વોટર કેનન સહિતના વજ્ર વાહનો તકેદારીના ભાગ રૂપે રાખવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ કેસરી સાફા સાથે ધીરે-ધીરે બહુમાળી ચોક ખાતે ઉમટી રહ્યો છે. આવતીકાલે સંમેલન યોજાશે ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આજે શનિવારે રાજકોટમાં મહત્વની બેઠકમ મળી હતી. જે બાદ ક્ષત્રિય આગેવાને જણાવ્યું કે, કાલે સાંજે 7 વાગ્યે ધંધુકામાં અસ્મિતા સંમેલન યોજાશે. આ દરમિયાન તમામ સમાજ જોડાય તેવી અપીલ છે. આ સાથે જ ગામેગામ રૂપાલા વિરુદ્ધ આંદોલન ચાલશે. જ્યારે આગળની રણનીતિ અંગે જણાવ્યું કે, ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધ માટે ગુપ્ત રણનીતિ ઘડી છે. 12 તારીખ સુધીની રણનીતિ ક્ષત્રિય સમાજે તૈયાર કરી છે. 12 એપ્રિલ બાદ ગુપ્ત રણનીતિનો અમલ થશે. જેને ક્ષત્રિય સમાજે આંદોલનને "ઓપરેશન રૂપાલા' નામ આપ્યું છે.કરણી સેના દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજાશે આ સાથે જ કરણી સેના અંગે જાડેજાએ જણાવ્યું કે, કરણી સેના 22 રાજ્યોમાં પથરાયેલી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશમાં આંદોલન થશે. કાયદો હાથમાં લીધા વગર વિરોધ કરીશું. જ્યારે પદ્મિનીબા ધરણા પર છે, તેમની તબિયત સારી નથી. અમે સાંજે પદ્મિનીબાને મનાવવા જઇશું. ક્ષત્રિય સમાજ દ્વારા અન્ય સમાજને પણ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ મામલે તેમણે કહ્યું કે, અન્ય સમાજ સાથે પણ અમારી બેઠક થશે. માલધારી, ખત્રી સમાજ અમને ટેકો આપી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે અને ગામેગામ રૂપાલા વિરુદ્ધ આંદોલન ચાલવવામાં આવશે. 

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં દેખાડ્યો દમ,પદ્મિનીબા બેભાન થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો રેલીમાં જોડાયા
  • મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ - પુરુષો જોડાયા રેલીમાં
  • બહુમાળી ચોક ખાતે પોલીસ કાફલો ખડકાયો

રાજકોટમાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે. જેના મામલે ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, આશા છે કે રૂપાલાની ઉમેદવારી રદ થશે નહીંતર રાજકોટ બેઠક ઉપર 400થી વધુ ઉમેદવારી પત્ર ભરશે. ત્યાર બાદ હાલમાં રાજકોટમાં મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 થી 20 હજાર ક્ષત્રિયો એકત્ર થયા છે. જેમાં જય ભવાનીનો જય જયકાર થયો છે. 


પદ્મિનીબા બેભાન થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  ક્ષત્રિય આંદોલનને વેગ આપનાર પદ્મિનીબા વાળાની તબિયત લથડી છે. પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કર્યો હતો. આજે ચોથો દિવસ હતો અન્ન ત્યાગનો, જેથી તેમની તબિયત લથડી છે. પદ્મિનીબા ક્ષત્રિય આગેવાન અને કરણી સેનાનાં મહિલા મોરચાના પ્રમુખ છે. 

રાજકોટમાં બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા હતા. કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મહારેલીમાં નયનાબા પણ જોડાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, હજી પણ ઉગ્રતા વધતી જશે.

રેલીમાં 15 થી 20 હજાર લોકો જોડાયા 

આ દરમિયાન ત્યાં હાજર ક્ષત્રિય સમાજ અગ્રણી પી.ટી. જાડેજા જણાવ્યું કે, અત્યારે રેલીમાં 15થી 20 હજાર લોકો છે. એક મહાસંમેલન થશે જેમાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થશે, અમે કાર્યક્રમ કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીને જ કરવાના છીએ. યુવાનો અને બહેનોને સમજાવીએ છીએ, પણ સાહેબ આપ રજૂઆત એવી પહોંચાડો કે, ક્ષત્રિયોમાં જે આક્રોશ છે એ વ્યાજબી અને યોગ્ય છે. તેણે માફી માગી છે પણ એ માફી માગવા લાયક નથી. માફી આપવા અમે લાયક નથી.

રેલી યોજવા ક્ષત્રિય સમાજને મંજૂરી

રાજકોટમાં રેલી યોજવા ક્ષત્રિય સમાજને મંજૂરી આપવામાં આવી છે. જેના માટે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા રેલી યોજવા મંજૂરી અપાઈ છે. આ માટે ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈ રેલીની મંજૂરી માંગી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો એકઠા થયા છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ - પુરુષો એકત્ર થયા છે. જ્યારે રાજકોટમાં બહુમાળી ચોક ખાતે પોલીસ કાફલો ખડકાયો છે. 


સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી 

બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા વોટર કેનન સહિતના વજ્ર વાહનો તકેદારીના ભાગ રૂપે રાખવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ કેસરી સાફા સાથે ધીરે-ધીરે બહુમાળી ચોક ખાતે ઉમટી રહ્યો છે. 

આવતીકાલે સંમેલન યોજાશે

ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આજે શનિવારે રાજકોટમાં મહત્વની બેઠકમ મળી હતી. જે બાદ ક્ષત્રિય આગેવાને જણાવ્યું કે, કાલે સાંજે 7 વાગ્યે ધંધુકામાં અસ્મિતા સંમેલન યોજાશે. આ દરમિયાન તમામ સમાજ જોડાય તેવી અપીલ છે. આ સાથે જ ગામેગામ રૂપાલા વિરુદ્ધ આંદોલન ચાલશે.

જ્યારે આગળની રણનીતિ અંગે જણાવ્યું કે, ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધ માટે ગુપ્ત રણનીતિ ઘડી છે. 12 તારીખ સુધીની રણનીતિ ક્ષત્રિય સમાજે તૈયાર કરી છે. 12 એપ્રિલ બાદ ગુપ્ત રણનીતિનો અમલ થશે. જેને ક્ષત્રિય સમાજે આંદોલનને "ઓપરેશન રૂપાલા' નામ આપ્યું છે.

કરણી સેના દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજાશે

આ સાથે જ કરણી સેના અંગે જાડેજાએ જણાવ્યું કે, કરણી સેના 22 રાજ્યોમાં પથરાયેલી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશમાં આંદોલન થશે. કાયદો હાથમાં લીધા વગર વિરોધ કરીશું. જ્યારે પદ્મિનીબા ધરણા પર છે, તેમની તબિયત સારી નથી. અમે સાંજે પદ્મિનીબાને મનાવવા જઇશું.

ક્ષત્રિય સમાજ દ્વારા અન્ય સમાજને પણ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ મામલે તેમણે કહ્યું કે, અન્ય સમાજ સાથે પણ અમારી બેઠક થશે. માલધારી, ખત્રી સમાજ અમને ટેકો આપી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે અને ગામેગામ રૂપાલા વિરુદ્ધ આંદોલન ચાલવવામાં આવશે.