લટુડાની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

- 88 હજારનો મુદ્દામાલ જપ્ત- સુરેન્દ્રનગરના ગુડદી પાસાના સાત જુગારી સામે ગુનો નોંધાયો સુરેન્દ્રનગર : વઢવાણના લટુડા ગામની સીમમાં આવેલા ટ્રેનના પાટા પાસે જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા ૭ શખ્સોને જોરાવરનગર પોલીસે રૂા.૮૮હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.લટુડા ગામની સીમમાં આવેલા રેલવે ટ્રેક પાસે કેટલાક શખ્સો જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમીના જોરાવરનગર પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા નારાયણભાઇ ઉર્ફે ભુરો છેલાભાઇ ધ્રાંગીયા, ગોપાલભાઇ રાણાભાઇ સિંધવ (બંને રહે. મફતીયાપરા, સુરેન્દ્રનગર), અશોકભાઇ ભોપાભાઈ ડાભી , વિશાલ સુરેશભાઈ દેત્રોજા (બંને રહે. ફીરદોષ સોસાયટી, સુરેન્દ્રનગર), પ્રકાશ કરશનભાઇ ગાંભા, સુરેશભાઈ રાયસીંગભાઇ મસીયાવા (બંને રહે. વેલનાથ સોસાયટી, દાળમિલ રોડ) અને લક્ષ્મણભાઇ ઉર્ફે નાનો  વાલજીભાઇ ચાવડા (રહે. ચંદ્રોદય સોસાયટી, સુરેન્દ્રનગર)ને ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૨૮,૩૪૦, મોબાઈલ-૬, બે બાઈક મળી કુલ રૂા.૮૮,૩૪૦નો મુદ્દામાલ જપ્ત કરી સાતેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

લટુડાની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 88 હજારનો મુદ્દામાલ જપ્ત

- સુરેન્દ્રનગરના ગુડદી પાસાના સાત જુગારી સામે ગુનો નોંધાયો 

સુરેન્દ્રનગર : વઢવાણના લટુડા ગામની સીમમાં આવેલા ટ્રેનના પાટા પાસે જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા ૭ શખ્સોને જોરાવરનગર પોલીસે રૂા.૮૮હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

લટુડા ગામની સીમમાં આવેલા રેલવે ટ્રેક પાસે કેટલાક શખ્સો જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમીના જોરાવરનગર પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા નારાયણભાઇ ઉર્ફે ભુરો છેલાભાઇ ધ્રાંગીયા, ગોપાલભાઇ રાણાભાઇ સિંધવ (બંને રહે. મફતીયાપરા, સુરેન્દ્રનગર), અશોકભાઇ ભોપાભાઈ ડાભી , વિશાલ સુરેશભાઈ દેત્રોજા (બંને રહે. ફીરદોષ સોસાયટી, સુરેન્દ્રનગર), પ્રકાશ કરશનભાઇ ગાંભા, સુરેશભાઈ રાયસીંગભાઇ મસીયાવા (બંને રહે. વેલનાથ સોસાયટી, દાળમિલ રોડ) અને લક્ષ્મણભાઇ ઉર્ફે નાનો  વાલજીભાઇ ચાવડા (રહે. ચંદ્રોદય સોસાયટી, સુરેન્દ્રનગર)ને ઝડપી લીધા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૨૮,૩૪૦, મોબાઈલ-૬, બે બાઈક મળી કુલ રૂા.૮૮,૩૪૦નો મુદ્દામાલ જપ્ત કરી સાતેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.