Rajkot News : રાજકોટની આ કોલેજમાં મુન્નાભાઈઓની બોલબાલા,તપાસ શરૂ

રાજકોટમાં BA ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં ચેકિંગ નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની ટીમ દ્વારા તપાસ કોલેજ અને હોસ્પિટલમાં 80 ટકા સ્ટાફ નકલી હોવાનું ખૂલ્યું શહેરના જામનગર રોડ પર આવેલી BA ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની ટીમે સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન કરતાં કોલેજના ટ્રસ્ટીઓ અને સ્ટાફમાં દોડધામ મચી છે.BHMS અને નર્સિંગ કોર્સ ચલાવતી આ કોલેજમાં મોટાભાગનો વહીવટ ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ કરવામાં આવતો હોવાની ફરિયાદને પગલે હોમિયોપેથી આયોગની ટીમ છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત ઇન્સ્પેક્શન માટે ત્રાટકી છે. ઇન્સ્પેક્શન દરમિયાન આ કોલેજ અને તેમાં ચાલતી હોસ્પિટલનો 80%થી વધુ સ્ટાફ નકલી હોવાનું એટલે કે માત્ર કાગળ ઉપર જ હોવાનું ઘટસ્ફોટ થયો છે. કોલેજમાં કાઉન્સિલના નિયમ મુજબના પ્રોફેસરો અને હોસ્પિટલમાં લાયકાત ધરાવતા ડોક્ટરો છે જ નહીં, બધું માત્ર કાગળ ઉપર જ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. શુ કહેવુ છે કોલેજ સંચાલકનું સમગ્ર ઘટનાને લઈ કોલેજ સંચાલક જનક મહેતાનું કહેવું છે પૂર્વ પ્રિન્સિપાલ આર.કે.મહેતા દ્વારા કોલેજને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.તો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવી છે,તો બીજી તરફ 80 ટકા સ્ટાફ ગેરલાયક હોવાની વાત ખોટી છે.અમારી પાસે જે સ્ટાફ છે તે સ્ટાફ લાયકાત ધરાવતો સ્ટાફ છે.જે પણ લોકોનો વિરોધ છે તે લોકો અમારૂ પરિણામ યુનિવર્સિટીમાં તપાસ કરી શકે છે.જો કે તેનાથી અન્ય હોમિયોપેથી કોલેજોમાં ફફડાટ ફેલાયો છે. હોમિયોપેથી કોલેજોમાં અધ્યાપકોની લાયકાત તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભણતર સહિતની બાબતે ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. પૂર્વ પ્રિન્સિપાલ દ્વારા કરાઈ હતી ફરિયાદ આ પ્રકારનું ઇન્સ્પેક્શન અન્ય કોલેજોમાં પણ થશે તેવું તેમણે જણાવ્યું હતું. જો કે એક ચર્ચા મુજબ, ઓછી હાજરી હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતા નાણાં, કાગળ ઉપર ફરજ બજાવતા અધ્યાપકો અને ખરા અર્થમાં હોસ્પિટલ ન હોવા સહિતના ગોટાળા મામલે પૂર્વ પ્રિન્સિપાલ દ્વારા ફરિયાદ કરવામાં આવતા આ ઇન્સ્પેક્શન થયું છે. કોલેજમાં પહેલા પણ થયું હતુ ચેકિંગ 4 મહિનામાં ચેકિંગ ટીમે ત્રીજીવાર કોલેજ-હોસ્પિટલના રજિસ્ટર-બેંક ખાતા સહિતના દસ્તાવેજો ચેક કર્યા છે.કર્મચારીઓને અપાતા પગારના ચેકના ફોટા અપલોડ કરતા હતા પરંતુ તે ચેક બેંકમાં જમા જ થતા ન હતા, બાદમાં ચેક ફાડી નખાતા હોવાની વાત પણ સામે આવી છે.ભૂતકાળમાં બોગસ માર્કશીટના આધારે પ્રવેશ કૌભાંડમાં સંડોવાયેલી કોલેજ અને હોસ્પિટલમાં નેશનલ કમિશન ફોર હોમીયોપેથીની તપાસ છે.

Rajkot News : રાજકોટની આ કોલેજમાં મુન્નાભાઈઓની બોલબાલા,તપાસ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં BA ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં ચેકિંગ
  • નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની ટીમ દ્વારા તપાસ
  • કોલેજ અને હોસ્પિટલમાં 80 ટકા સ્ટાફ નકલી હોવાનું ખૂલ્યું

શહેરના જામનગર રોડ પર આવેલી BA ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની ટીમે સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન કરતાં કોલેજના ટ્રસ્ટીઓ અને સ્ટાફમાં દોડધામ મચી છે.BHMS અને નર્સિંગ કોર્સ ચલાવતી આ કોલેજમાં મોટાભાગનો વહીવટ ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ કરવામાં આવતો હોવાની ફરિયાદને પગલે હોમિયોપેથી આયોગની ટીમ છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત ઇન્સ્પેક્શન માટે ત્રાટકી છે. ઇન્સ્પેક્શન દરમિયાન આ કોલેજ અને તેમાં ચાલતી હોસ્પિટલનો 80%થી વધુ સ્ટાફ નકલી હોવાનું એટલે કે માત્ર કાગળ ઉપર જ હોવાનું ઘટસ્ફોટ થયો છે. કોલેજમાં કાઉન્સિલના નિયમ મુજબના પ્રોફેસરો અને હોસ્પિટલમાં લાયકાત ધરાવતા ડોક્ટરો છે જ નહીં, બધું માત્ર કાગળ ઉપર જ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે.

શુ કહેવુ છે કોલેજ સંચાલકનું

સમગ્ર ઘટનાને લઈ કોલેજ સંચાલક જનક મહેતાનું કહેવું છે પૂર્વ પ્રિન્સિપાલ આર.કે.મહેતા દ્વારા કોલેજને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.તો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવી છે,તો બીજી તરફ 80 ટકા સ્ટાફ ગેરલાયક હોવાની વાત ખોટી છે.અમારી પાસે જે સ્ટાફ છે તે સ્ટાફ લાયકાત ધરાવતો સ્ટાફ છે.જે પણ લોકોનો વિરોધ છે તે લોકો અમારૂ પરિણામ યુનિવર્સિટીમાં તપાસ કરી શકે છે.જો કે તેનાથી અન્ય હોમિયોપેથી કોલેજોમાં ફફડાટ ફેલાયો છે. હોમિયોપેથી કોલેજોમાં અધ્યાપકોની લાયકાત તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભણતર સહિતની બાબતે ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે.


પૂર્વ પ્રિન્સિપાલ દ્વારા કરાઈ હતી ફરિયાદ

આ પ્રકારનું ઇન્સ્પેક્શન અન્ય કોલેજોમાં પણ થશે તેવું તેમણે જણાવ્યું હતું. જો કે એક ચર્ચા મુજબ, ઓછી હાજરી હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતા નાણાં, કાગળ ઉપર ફરજ બજાવતા અધ્યાપકો અને ખરા અર્થમાં હોસ્પિટલ ન હોવા સહિતના ગોટાળા મામલે પૂર્વ પ્રિન્સિપાલ દ્વારા ફરિયાદ કરવામાં આવતા આ ઇન્સ્પેક્શન થયું છે.

કોલેજમાં પહેલા પણ થયું હતુ ચેકિંગ

4 મહિનામાં ચેકિંગ ટીમે ત્રીજીવાર કોલેજ-હોસ્પિટલના રજિસ્ટર-બેંક ખાતા સહિતના દસ્તાવેજો ચેક કર્યા છે.કર્મચારીઓને અપાતા પગારના ચેકના ફોટા અપલોડ કરતા હતા પરંતુ તે ચેક બેંકમાં જમા જ થતા ન હતા, બાદમાં ચેક ફાડી નખાતા હોવાની વાત પણ સામે આવી છે.ભૂતકાળમાં બોગસ માર્કશીટના આધારે પ્રવેશ કૌભાંડમાં સંડોવાયેલી કોલેજ અને હોસ્પિટલમાં નેશનલ કમિશન ફોર હોમીયોપેથીની તપાસ છે.