અલથાણના આધેડ અને નવસારીના વૃધ્ધના અંગદાનથી આઠ વ્યક્તિ નવજીવન મળ્યું

- અલથાણના નવીનભાઈ લીમ્બાચીયા અને નવસારીના નારણભાઈ આહિરના પરિવારે અંગોનું દાન કર્યુંર્ સુરત :સુરતના અલથાણના આધેડની બે કિડની,લિવર અને ચક્ષુઓ તેમજ નવસારીના વૃધ્ધની બે કિડની અને લિવરનું દાન મળી કુલે આઠ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.પ્રાપ્ત વિગત મુજબ અલથાણના સોહમ સર્કલ પાસે સુમન આશિષ આવાસમા રહેતા ૪૯ વર્ષીય નવીનભાઈ ચતુરભાઈ લીમ્બાચીયા શાકભાજી ની લારી ચલાવતા હતા ગત તા.૫ મીએ તેમને માથામાં દુઃખાવો અને ઉલ્ટી થતા અલથાણની હોસ્પિટલમાં કરાવેલા સી.ટી સ્કેનમાં બ્રેઇન હેમરેજ જણાયું હતું. અન્ય હોસ્પિટલમાં સર્જરી કરાયા બાદ કતારગામની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તા.૨૬મીએ બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બીજા બનાવમાં નવસારી જિલ્લામાં અડદાગામમાં આહિર ફળિયું રહેતા ૬૬ વર્ષીય નારણભાઈ રણછોડભાઈ આહિર ગત તા. ૨૨ મીએ  સાંજે  ખેતરે જઈ રહ્યા હતા ત્યારે અડદા ગામ રોડ પર બાઇકસવારે ટક્કર મારતા બેભાન હાલમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. તેમને બ્રેઇન હેમરેજનું નિદાન થતા સુરતની હોસ્પિટલમાં મગજમાંથી લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. પણ તા.૨૫મીએ તેમને બ્રેઇનડેડ કરાયા હતા. ડોનેટ લાઇની ટીમના પ્રયાસો બાદ બંને રહીશોનો પરિવાર અંગદાન માટે સંમત થયો હતો. દાનમાં મળેલી ચાર કિડની અને બે લિવર માંથી બે કિડની અમદાવાદની રહેતા  ૩૭ વર્ષીય યુવતીમાં, બીજી કિડની ભરૃચના રહેતો ૧૭ વર્ષીય તરૃણમાં, લિવરનું મુંબઈ માં રહેતા ૬૩ના વર્ષીય વ્યક્તિમાં સુરતની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જયારે બીજી બે કિડની અને લિવર નું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૃરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.  ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકએ સ્વીકાર્યું હતું.  નવીનભાઈના પરિવારમાં પત્ની ઈન્દુબેન (ઉ.વ.૪૮) જેઓ ગૃહિણી છે, એક પુત્ર વિપુલ (ઉ.વ. ૩૦), જે હેર કટિંગનું કામ કરે છે. બીજો પુત્ર પરેશ (ઉ.વ ૨૮) રેડ કલીપ નામની લેબોરેટરીમાં બ્લડ કલેક્શનનું કામ કરે છે. આ સાથે નારણભાઈના પરિવારમાં પત્ની પુષ્પાબેન (ઉ.વ.૬૧) જેઓ ગૃહિણી છે. પુત્ર રાકેશભાઈ (ઉ.વ. ૪૪) જેઓ બીલીમોરામાં આવેલ પોસ્ટ ઓફિસમાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવના પદ પર કાર્ય કરે છે, બીજો પુત્ર રીતેશભાઈ (ઉ.વ ૪૨) જેઓ નવસારીમાં ડાયમંડ કંપનીમાં જોબવર્કનું કામ કરે છે.

અલથાણના આધેડ અને નવસારીના વૃધ્ધના અંગદાનથી આઠ વ્યક્તિ નવજીવન મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- અલથાણના નવીનભાઈ લીમ્બાચીયા અને નવસારીના નારણભાઈ આહિરના પરિવારે અંગોનું દાન કર્યુંર્

સુરત :

સુરતના અલથાણના આધેડની બે કિડની,લિવર અને ચક્ષુઓ તેમજ નવસારીના વૃધ્ધની બે કિડની અને લિવરનું દાન મળી કુલે આઠ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ અલથાણના સોહમ સર્કલ પાસે સુમન આશિષ આવાસમા રહેતા ૪૯ વર્ષીય નવીનભાઈ ચતુરભાઈ લીમ્બાચીયા શાકભાજી ની લારી ચલાવતા હતા ગત તા.૫ મીએ તેમને માથામાં દુઃખાવો અને ઉલ્ટી થતા અલથાણની હોસ્પિટલમાં કરાવેલા સી.ટી સ્કેનમાં બ્રેઇન હેમરેજ જણાયું હતું. અન્ય હોસ્પિટલમાં સર્જરી કરાયા બાદ કતારગામની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તા.૨૬મીએ બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.


બીજા બનાવમાં નવસારી જિલ્લામાં અડદાગામમાં આહિર ફળિયું રહેતા ૬૬ વર્ષીય નારણભાઈ રણછોડભાઈ આહિર ગત તા. ૨૨ મીએ  સાંજે  ખેતરે જઈ રહ્યા હતા ત્યારે અડદા ગામ રોડ પર બાઇકસવારે ટક્કર મારતા બેભાન હાલમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. તેમને બ્રેઇન હેમરેજનું નિદાન થતા સુરતની હોસ્પિટલમાં મગજમાંથી લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. પણ તા.૨૫મીએ તેમને બ્રેઇનડેડ કરાયા હતા.

ડોનેટ લાઇની ટીમના પ્રયાસો બાદ બંને રહીશોનો પરિવાર અંગદાન માટે સંમત થયો હતો. દાનમાં મળેલી ચાર કિડની અને બે લિવર માંથી બે કિડની અમદાવાદની રહેતા  ૩૭ વર્ષીય યુવતીમાં, બીજી કિડની ભરૃચના રહેતો ૧૭ વર્ષીય તરૃણમાં, લિવરનું મુંબઈ માં રહેતા ૬૩ના વર્ષીય વ્યક્તિમાં સુરતની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જયારે બીજી બે કિડની અને લિવર નું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૃરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.  ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકએ સ્વીકાર્યું હતું.

 નવીનભાઈના પરિવારમાં પત્ની ઈન્દુબેન (ઉ.વ.૪૮) જેઓ ગૃહિણી છે, એક પુત્ર વિપુલ (ઉ.વ. ૩૦), જે હેર કટિંગનું કામ કરે છે. બીજો પુત્ર પરેશ (ઉ.વ ૨૮) રેડ કલીપ નામની લેબોરેટરીમાં બ્લડ કલેક્શનનું કામ કરે છે. આ સાથે નારણભાઈના પરિવારમાં પત્ની પુષ્પાબેન (ઉ.વ.૬૧) જેઓ ગૃહિણી છે. પુત્ર રાકેશભાઈ (ઉ.વ. ૪૪) જેઓ બીલીમોરામાં આવેલ પોસ્ટ ઓફિસમાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવના પદ પર કાર્ય કરે છે, બીજો પુત્ર રીતેશભાઈ (ઉ.વ ૪૨) જેઓ નવસારીમાં ડાયમંડ કંપનીમાં જોબવર્કનું કામ કરે છે.