સુરેન્દ્રનગરમાં સ્માર્ટ પ્રિ-પેઈડ વીજ મીટર મુદ્દે પીજીવીસીએલ વર્તુળ કચેરીએ હોબાળો

- ઢોલ વગાડી ઉગ્ર સુત્રોચ્ચાર કરી જૂના વીજ મીટર લગાવી આપવા માંગ કરી - આગામી 48 કલાકમાં નવા સ્માર્ટ વીજ  મીટરો ઉતારી લઇ જૂના મીટરો નાખવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની નાગરિકોએ ચિમકી આપી સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર પાલિકા વિસ્તારમાં અનેક જગ્યાઓએ પીજીવીસીએલ દ્વારા નવા સ્માર્ટ પ્રિ-પેઈડ વીજ મીટર નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે સ્માર્ટ વીજ મીટરમાં જૂના વીજ મીટરની સરખામણીએ વધુ વીજ બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર નખાયા છે તેવા વીજ ગ્રાહકો સહિતના શહેરીજનોએ શહેરની પીજીવીસીએલ વર્તુળ કચેરીએ એકઠા થઈ ઢોલ વગાડી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ જો આગામી ૪૮ કલાકમાં નવા સ્માર્ટ વીજ મીટરો ઉતારી લઈ જૂના વીજમીટરો નાખવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર અને જોરાવરનગરમાં ૮૦ ફૂટ રોડ, જે.પી.રોડ, જીનતાન રોડ સહિતના રહેણાંક વિસ્તારોમાં હાલ પીજીવીસીએલ તંત્ર દ્વારા જૂના વીજમીટરો બદલી નવા સ્માર્ટ વીજમીટર નાંખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટરો નાંખી દેવામાં આવ્યા છે પરંતુ નવા સ્માર્ટ મીટરો નાંખ્યા બાદ ગ્રાહકોને જૂના મીટરમાં આવતા વીજબીલ કરતાં વધુ રકમનું રીચાર્જ કરાવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે. રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે.દરમિયાન સુરેન્દ્રનગર પાલિકાના અલગ-અલગ વિસ્તારોમાં જ્યાં સ્માર્ટ વીજ મીટરો લગાવાયા છે તેવા ગ્રાહકો, આગેવાનો સહિતના શહેરીજનો બસ સ્ટેન્ડ રોડ પર આવેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે એકત્ર થયાં હતાં અને ઢોલ સાથે સુત્રોચ્ચાર કરી મુખ્ય કાર્યપાલક ઈજનેરને સ્માર્ટ મીટર મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી. રજૂઆત દરમિયાન પીજીવીસીએલ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સાથે રકઝક થઈ હોવાનું જાણવા મળ્યું છે. શહેરીજનોએ તમામ વિસ્તારોમાં લગાવેલા સ્માર્ટ મીટર હટાવી લઈ જૂના વીજમીટર ફરી લગાવી આપવા ઉગ્ર માંગ કરી હતી. મહિલાઓએ સ્માર્ટ મીટરને અભીશાપ રૂપ ગણાવી હતી. તેમજ આગામી ૪૮ કલાકમાં તમામ વિસ્તારોમાંથી સ્માર્ટ વીજમીટરો હટાવી લેવામાં નહીં આવે અને જૂના મીટરો નાંખવામાં નહીં આવે તો પીજીવીસીએલ કચેરી ખાતે સ્માર્ટ મીટરોને ઉખાડી સાથે લાવી ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં વીજતંત્ર બળજબરી કરતું હોવાનો આક્ષેપસરકારના પરિપત્રમાં સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત ન હોવા છતાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ તંત્ર બળજબરીપૂર્વક વીજગ્રાહકોના સ્માર્ટ મીટર લગાવી લેતા હોવાનો આક્ષેપ રજૂઆતકર્તાઓએ લગાવ્યો હતો. તેમજ પરિપત્ર મુજબ જે વિસ્તારોમાં વીજચોરી થતી હોય તેવા વિસ્તારોમાં જ વસ્તીના આધારે ૧૫ ટકા જેટલા વીજગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવાની સરકારની ગાઈડલાઈન હોવાનું જણાવ્યું હતું. 

સુરેન્દ્રનગરમાં સ્માર્ટ પ્રિ-પેઈડ વીજ મીટર મુદ્દે પીજીવીસીએલ વર્તુળ કચેરીએ હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ઢોલ વગાડી ઉગ્ર સુત્રોચ્ચાર કરી જૂના વીજ મીટર લગાવી આપવા માંગ કરી 

- આગામી 48 કલાકમાં નવા સ્માર્ટ વીજ  મીટરો ઉતારી લઇ જૂના મીટરો નાખવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની નાગરિકોએ ચિમકી આપી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર પાલિકા વિસ્તારમાં અનેક જગ્યાઓએ પીજીવીસીએલ દ્વારા નવા સ્માર્ટ પ્રિ-પેઈડ વીજ મીટર નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે સ્માર્ટ વીજ મીટરમાં જૂના વીજ મીટરની સરખામણીએ વધુ વીજ બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર નખાયા છે તેવા વીજ ગ્રાહકો સહિતના શહેરીજનોએ શહેરની પીજીવીસીએલ વર્તુળ કચેરીએ એકઠા થઈ ઢોલ વગાડી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ જો આગામી ૪૮ કલાકમાં નવા સ્માર્ટ વીજ મીટરો ઉતારી લઈ જૂના વીજમીટરો નાખવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. 

સુરેન્દ્રનગર અને જોરાવરનગરમાં ૮૦ ફૂટ રોડ, જે.પી.રોડ, જીનતાન રોડ સહિતના રહેણાંક વિસ્તારોમાં હાલ પીજીવીસીએલ તંત્ર દ્વારા જૂના વીજમીટરો બદલી નવા સ્માર્ટ વીજમીટર નાંખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટરો નાંખી દેવામાં આવ્યા છે પરંતુ નવા સ્માર્ટ મીટરો નાંખ્યા બાદ ગ્રાહકોને જૂના મીટરમાં આવતા વીજબીલ કરતાં વધુ રકમનું રીચાર્જ કરાવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે. રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દરમિયાન સુરેન્દ્રનગર પાલિકાના અલગ-અલગ વિસ્તારોમાં જ્યાં સ્માર્ટ વીજ મીટરો લગાવાયા છે તેવા ગ્રાહકો, આગેવાનો સહિતના શહેરીજનો બસ સ્ટેન્ડ રોડ પર આવેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે એકત્ર થયાં હતાં અને ઢોલ સાથે સુત્રોચ્ચાર કરી મુખ્ય કાર્યપાલક ઈજનેરને સ્માર્ટ મીટર મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી. રજૂઆત દરમિયાન પીજીવીસીએલ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સાથે રકઝક થઈ હોવાનું જાણવા મળ્યું છે. 

શહેરીજનોએ તમામ વિસ્તારોમાં લગાવેલા સ્માર્ટ મીટર હટાવી લઈ જૂના વીજમીટર ફરી લગાવી આપવા ઉગ્ર માંગ કરી હતી. મહિલાઓએ સ્માર્ટ મીટરને અભીશાપ રૂપ ગણાવી હતી. તેમજ આગામી ૪૮ કલાકમાં તમામ વિસ્તારોમાંથી સ્માર્ટ વીજમીટરો હટાવી લેવામાં નહીં આવે અને જૂના મીટરો નાંખવામાં નહીં આવે તો પીજીવીસીએલ કચેરી ખાતે સ્માર્ટ મીટરોને ઉખાડી સાથે લાવી ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં વીજતંત્ર બળજબરી કરતું હોવાનો આક્ષેપ

સરકારના પરિપત્રમાં સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત ન હોવા છતાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ તંત્ર બળજબરીપૂર્વક વીજગ્રાહકોના સ્માર્ટ મીટર લગાવી લેતા હોવાનો આક્ષેપ રજૂઆતકર્તાઓએ લગાવ્યો હતો. તેમજ પરિપત્ર મુજબ જે વિસ્તારોમાં વીજચોરી થતી હોય તેવા વિસ્તારોમાં જ વસ્તીના આધારે ૧૫ ટકા જેટલા વીજગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવાની સરકારની ગાઈડલાઈન હોવાનું જણાવ્યું હતું.