મહુધાથી ચાલુ આઇસરમાં જુગાર રમતા 42 શખ્સો રંગેહાથ પકડાયા

- ધોળકાથી આઈસર મહુધા પહોંચતા એલસીબીએ ઝડપી લીધા - 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો નોંધાયો : ફરતી ફરતી આઈસર મહુધા પહોંચતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો નડિયાદ : ગામમાં જુગાર રમે તો પોલીસમાં પકડાઈ જવાની બીકે ધોળકાના ૪૨ શખ્સોએ એક ફરતી આઈસરમાં જુગારનો અડ્ડો ખોલ્યો હતો. આ આઈસર મહુધામાં ટી પોઈન્ટ ચોકડી પાસેથી નીકળી ત્યારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લેતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે તમામની અટકાયત કરી કુલ રૂ.૪.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ધોળકાથી એક આઈસરમાં ૪૨ પત્તાપ્રેમીઓ સવાર થયા હતા અને આઈસરમાં બેસી જુગાર રમતા હતા. આ આઈસર ધોળકાથી નીકળી અનેક ગામો અને શહેરો પસાર કરી મહુધા નજીક પહોંચી હતી અને ગળતેશ્વર તરફ જવાની હોવાની બાતમી નડિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી. જેના આધારે નડિયાદ એલસીબીએ મહુધા ટી પોઈન્ટ ચોકડી પાસેથી આઈસરને ઝડપી લીધી હતી. જેમાં તપાસ દરમિયાન આઇસરની પાછળના ભાગે ૪૦થી વધુ શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા જુગારીઓને મહુધા પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં એલસીબીએ પુછપરછ કરતા તે, વિષ્ણુભાઇ સોમાભાઇ રાણા, વિષ્ણુભાઈ માણેકલાલ રાણા, પ્રિતેશભાઈ બાબુભાઇ રાણા, મહેશકુમાર ખોડીદાસ રાણા, સંજયકુમાર જશુભાઇ રાણા, સુરેશભાઇ બાબુભાઇ રાણા, હર્ષદભાઇ રતીલાલ રાણા, કરણભાઇ મહેશભાઇ રાણા, મુકેશભાઈ ચંદુભાઈ રાણા, ભરતભાઇ પ્રવિણચંદ્ર રાણા, મહેન્દ્રકુમાર ગોપાલભાઇ રાણા , રવિભાઇ રાજુભાઇ રાણા, રવિભાઇ હસમુખભાઇ રાણા, કલ્પેશકુમાર શાંતિલાલ રાણા, જલ્પેશ વિનોદભાઇ રાણા, અશોક કનૈયાલાલ રાણા, ધવલભાઇ હસમુખભાઇ રાણા, સુનીલ દિનેશભાઇ રાણા, આશીષ નરેન્દ્રભાઇ રાણા, તુષારકુમાર ગોપાલભાઇ રાણા, બળદેવભાઇ રમણભાઇ રાણા, સાહિલભાઇ દશરથભાઈ રાણા, ધર્મેશભાઇ વિષ્ણુભાઇ રાણા, ભાવેશભાઇ મનોજભાઇ રાણા, રાજેશકુમાર વિષ્ણુભાઇ રાણા, કૃણાલ અલ્કેશભાઇ રાણા, દશરથભાઇ જેણાભાઇ રાણા, મનીષભાઇ સંજયભાઇ રાણા, મુકેશભાઇ રાજેશભાઇ રાણા, રાકેશભાઇ કનુભાઇ રાણા, દર્શનભાઇ રણછોડભાઇ રાણા, વિજયકુમાર છનાલાલ રાણા, મુકેશભાઇ દિનેશભાઇ રાણા, મિતેષભાઇ ભગવતીભાઇ રાણા, ભરતભાઈ શાંતિલાલ રાણા, જયેશભાઇ હિંમતભાઈ રાણા, જીગ્નેશભાઇ રાજુભાઇ રાણા, કિશનકુમાર રાજેશભાઇ રાણા, રાજેન્દ્રભાઇ રમેશભાઇ, જયેશભાઇ ગોપાલભાઇ રાણા, ધવલભાઇ રમેશભાઈ કાંગસીયા અને મહેશભાઇ ચંદુભાઇ ડબગર હોવાનું જણાવ્યું હતું. એલસીબીએ ૪૨ જુગારીઓને પત્તાપાના તેમજ જુગાર રમવાના સાધનો ઝડપી તેમની અંગજડતીમાંથી રૂા.૧,૫૫,૪૯૦ તથા દાવપરની રકમ રૂા.૯,૨૩૦ તથા સાત મોબાઇલ અને આઇસર મળી કુલ રૂા.૪,૭૨,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કરી એલસીબીએ મહુધા પોલીસ મથકે ૪૨ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

મહુધાથી ચાલુ આઇસરમાં જુગાર રમતા 42 શખ્સો રંગેહાથ પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ધોળકાથી આઈસર મહુધા પહોંચતા એલસીબીએ ઝડપી લીધા 

- 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો નોંધાયો : ફરતી ફરતી આઈસર મહુધા પહોંચતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો 

નડિયાદ : ગામમાં જુગાર રમે તો પોલીસમાં પકડાઈ જવાની બીકે ધોળકાના ૪૨ શખ્સોએ એક ફરતી આઈસરમાં જુગારનો અડ્ડો ખોલ્યો હતો. આ આઈસર મહુધામાં ટી પોઈન્ટ ચોકડી પાસેથી નીકળી ત્યારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લેતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે તમામની અટકાયત કરી કુલ રૂ.૪.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

ધોળકાથી એક આઈસરમાં ૪૨ પત્તાપ્રેમીઓ સવાર થયા હતા અને આઈસરમાં બેસી જુગાર રમતા હતા. આ આઈસર ધોળકાથી નીકળી અનેક ગામો અને શહેરો પસાર કરી મહુધા નજીક પહોંચી હતી અને ગળતેશ્વર તરફ જવાની હોવાની બાતમી નડિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી. 

જેના આધારે નડિયાદ એલસીબીએ મહુધા ટી પોઈન્ટ ચોકડી પાસેથી આઈસરને ઝડપી લીધી હતી. જેમાં તપાસ દરમિયાન આઇસરની પાછળના ભાગે ૪૦થી વધુ શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા જુગારીઓને મહુધા પોલીસ મથકે લઈ જવાયા હતા. 

જ્યાં એલસીબીએ પુછપરછ કરતા તે, વિષ્ણુભાઇ સોમાભાઇ રાણા, વિષ્ણુભાઈ માણેકલાલ રાણા, પ્રિતેશભાઈ બાબુભાઇ રાણા, મહેશકુમાર ખોડીદાસ રાણા, સંજયકુમાર જશુભાઇ રાણા, સુરેશભાઇ બાબુભાઇ રાણા, હર્ષદભાઇ રતીલાલ રાણા, કરણભાઇ મહેશભાઇ રાણા, મુકેશભાઈ ચંદુભાઈ રાણા, ભરતભાઇ પ્રવિણચંદ્ર રાણા, મહેન્દ્રકુમાર ગોપાલભાઇ રાણા , રવિભાઇ રાજુભાઇ રાણા, રવિભાઇ હસમુખભાઇ રાણા, કલ્પેશકુમાર શાંતિલાલ રાણા, જલ્પેશ વિનોદભાઇ રાણા, અશોક કનૈયાલાલ રાણા, ધવલભાઇ હસમુખભાઇ રાણા, સુનીલ દિનેશભાઇ રાણા, આશીષ નરેન્દ્રભાઇ રાણા, તુષારકુમાર ગોપાલભાઇ રાણા, બળદેવભાઇ રમણભાઇ રાણા, સાહિલભાઇ દશરથભાઈ રાણા, ધર્મેશભાઇ વિષ્ણુભાઇ રાણા, ભાવેશભાઇ મનોજભાઇ રાણા, રાજેશકુમાર વિષ્ણુભાઇ રાણા, કૃણાલ અલ્કેશભાઇ રાણા, દશરથભાઇ જેણાભાઇ રાણા, મનીષભાઇ સંજયભાઇ રાણા, મુકેશભાઇ રાજેશભાઇ રાણા, રાકેશભાઇ કનુભાઇ રાણા, દર્શનભાઇ રણછોડભાઇ રાણા, વિજયકુમાર છનાલાલ રાણા, મુકેશભાઇ દિનેશભાઇ રાણા, મિતેષભાઇ ભગવતીભાઇ રાણા, ભરતભાઈ શાંતિલાલ રાણા, જયેશભાઇ હિંમતભાઈ રાણા, જીગ્નેશભાઇ રાજુભાઇ રાણા, કિશનકુમાર રાજેશભાઇ રાણા, રાજેન્દ્રભાઇ રમેશભાઇ, જયેશભાઇ ગોપાલભાઇ રાણા, ધવલભાઇ રમેશભાઈ કાંગસીયા અને મહેશભાઇ ચંદુભાઇ ડબગર હોવાનું જણાવ્યું હતું. 

એલસીબીએ ૪૨ જુગારીઓને પત્તાપાના તેમજ જુગાર રમવાના સાધનો ઝડપી તેમની અંગજડતીમાંથી રૂા.૧,૫૫,૪૯૦ તથા દાવપરની રકમ રૂા.૯,૨૩૦ તથા સાત મોબાઇલ અને આઇસર મળી કુલ રૂા.૪,૭૨,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કરી એલસીબીએ મહુધા પોલીસ મથકે ૪૨ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.