શાંતિપુરા સર્કલ પાસે આવેલા બે ગેરેજમાં ત્રણ ગાડીઓની ચોરી થઇ

અમદાવાદ, ગુરૂવારશહેરના શાંતિપુરા સર્કલ પાસે આવેલા બે ગેરેજમાંથી બે બીએમડબલ્યુ સહિત કુલ ત્રણ ગાડીઓની ચોરી થયાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી છે. કાર ચોરી કરતી કોઇ ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરી કરવામાં આવી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સાથેસાથે પોલીસને કેટલાંક સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યા છે. શાંતિપુરા સર્કલ પાસે કાર સર્વિસના અનેક ગેરેજ આવેલા છે.  જેમાં  અલ્પાઇન વુડસમાં રહેતા જીત વર્માએ તેમની બીએમડબસલ્યુ કાર સર્વિસ માટે ગેરેજ ટેકમાં અશરફખાન રંગરેઝને આપી હતી. ગુરૂવારે જીત વર્માને અશરફખાન રંગરેઝે જણાવ્યું હતું કે  રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે કેટલાંક લોકો ગેેરેજનું લોક તોડીને કારની ચોરી કરી ગયા છે. અન્ય બનાવમાં મોઇન શેખના કુલ ઝોન કાર ગેરેજમાંથી રાતના સમયે એક બીએમડબલ્યુ સહિત બે ગાડીઓની ઉઠાંતરી કરી ગયું હતું. આમ, સરખેજ ુપોલીસ સ્ટેશનની હદમાં એક સાથે ત્રણ કારની ચોરી થતા પોલીસ દોડતી થઇ હતી. આ તમામ કારની ચોરી એક જ ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું હતું. જેના આધારે અમદાવાદના રીંગ રોડ સહિતના રસ્તા પર અન્ય સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કારને રાજસ્થાન તરફ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.  

શાંતિપુરા સર્કલ પાસે આવેલા બે ગેરેજમાં ત્રણ ગાડીઓની ચોરી થઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, ગુરૂવાર

શહેરના શાંતિપુરા સર્કલ પાસે આવેલા બે ગેરેજમાંથી બે બીએમડબલ્યુ સહિત કુલ ત્રણ ગાડીઓની ચોરી થયાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી છે. કાર ચોરી કરતી કોઇ ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરી કરવામાં આવી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સાથેસાથે પોલીસને કેટલાંક સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યા છે. શાંતિપુરા સર્કલ પાસે કાર સર્વિસના અનેક ગેરેજ આવેલા છે.  જેમાં  અલ્પાઇન વુડસમાં રહેતા જીત વર્માએ તેમની બીએમડબસલ્યુ કાર સર્વિસ માટે ગેરેજ ટેકમાં અશરફખાન રંગરેઝને આપી હતી. ગુરૂવારે જીત વર્માને અશરફખાન રંગરેઝે જણાવ્યું હતું કે  રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે કેટલાંક લોકો ગેેરેજનું લોક તોડીને કારની ચોરી કરી ગયા છે. અન્ય બનાવમાં મોઇન શેખના કુલ ઝોન કાર ગેરેજમાંથી રાતના સમયે એક બીએમડબલ્યુ સહિત બે ગાડીઓની ઉઠાંતરી કરી ગયું હતું. આમ, સરખેજ ુપોલીસ સ્ટેશનની હદમાં એક સાથે ત્રણ કારની ચોરી થતા પોલીસ દોડતી થઇ હતી. આ તમામ કારની ચોરી એક જ ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું હતું. જેના આધારે અમદાવાદના રીંગ રોડ સહિતના રસ્તા પર અન્ય સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કારને રાજસ્થાન તરફ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.