Gujratમાં 16 લાખને BP, 11 લાખને ડાયાબિટીસ, 6,900થી વધુ લોકોને કેન્સર

આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં 2.54 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરાયુંવધારે પડતો શ્રામ, સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, બેઠાડું જીવન, ખરાબ ફૂડ હેબિટ જવાબદાર 30થી વધુ વયના લોકોએ વર્ષમાં એક વખત અચૂકપણે આરોગ્ય સ્ક્રિનિંગ કરાવવા સૂચના આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં 30થી વધુની વયના 3.69 કરોડ નાગરિકો એનરોલ્ડ થયેલા છે, જે પૈકી 3.43 કરોડ લોકોએ કોમ્યુનિટી બેઝડ એસેસમેન્ટ ચેકલિસ્ટ ફોર્મ ભર્યું છે. જેમાંથી 2.54 કરોડ લોકોનું પ્રથમ વખત સ્ક્રિનિંગ કરાયું છે, જેમાંથી 16.23 લાખને હાયપરટેન્શન (બીપી) અને 11.07 લાખને ડાયાબિટિસ હોવાનું પ્રાથમિક નિદાન થયું છે. આ ઉપરાંત 6,900 જેટલા લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે, આ તમામ દર્દીની સારવાર શરૂ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા એનસીડી (નોન કોમ્યુનિકેબલ ડિસીઝ) બિનચેપી રોગના નિવારણ સંદર્ભે એનસીડી કાર્યક્રમ ચલાવવામાં આવે છે, જેમાં રાજ્યના સબ સેન્ટરથી લઈ સિવિલ હોસ્પિટલમાં દર શુક્રવારે વિના મૂલ્યે સ્ક્રિનિંગ કરવામાં આવે છે, તપાસમાં શંકાસ્પદ જણાઈ આવતા ડાયાબિટિસ અને હાયપરટેન્શનની બીમારી ધરાવતા દર્દીઓની તબીબી સલાહ મુજબ દવા શરૂ કરવામાં આવે છે, કેન્સર, હૃદય રોગ અને અન્ય બીમારીની ગંભીરતા જણાતા સરકારી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ નિઃશુલ્ક સઘન સારવાર અપાય છે. તબીબોના કહેવા પ્રમાણે 30થી વધુ વયના લોકોએ વર્ષમાં એક વખત અચૂકપણે આરોગ્ય સ્ક્રિનિંગ કરાવવું જોઈએ. વધારે પડતો શ્રામ, સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, બેઠાડું જીવન અને ઘણી વખત ખરાબ ફૂડ હેબિટ પણ ડાયાબિટિસ, હાયપરટેન્શન (બીપી), કેન્સર અને ફેફસાંને લગતા રોગ નોતરી શકે છે.

Gujratમાં 16 લાખને BP, 11 લાખને ડાયાબિટીસ, 6,900થી વધુ લોકોને કેન્સર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં 2.54 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરાયું
  • વધારે પડતો શ્રામ, સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, બેઠાડું જીવન, ખરાબ ફૂડ હેબિટ જવાબદાર
  • 30થી વધુ વયના લોકોએ વર્ષમાં એક વખત અચૂકપણે આરોગ્ય સ્ક્રિનિંગ કરાવવા સૂચના

આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં 30થી વધુની વયના 3.69 કરોડ નાગરિકો એનરોલ્ડ થયેલા છે, જે પૈકી 3.43 કરોડ લોકોએ કોમ્યુનિટી બેઝડ એસેસમેન્ટ ચેકલિસ્ટ ફોર્મ ભર્યું છે. જેમાંથી 2.54 કરોડ લોકોનું પ્રથમ વખત સ્ક્રિનિંગ કરાયું છે, જેમાંથી 16.23 લાખને હાયપરટેન્શન (બીપી) અને 11.07 લાખને ડાયાબિટિસ હોવાનું પ્રાથમિક નિદાન થયું છે.

આ ઉપરાંત 6,900 જેટલા લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે, આ તમામ દર્દીની સારવાર શરૂ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા એનસીડી (નોન કોમ્યુનિકેબલ ડિસીઝ) બિનચેપી રોગના નિવારણ સંદર્ભે એનસીડી કાર્યક્રમ ચલાવવામાં આવે છે, જેમાં રાજ્યના સબ સેન્ટરથી લઈ સિવિલ હોસ્પિટલમાં દર શુક્રવારે વિના મૂલ્યે સ્ક્રિનિંગ કરવામાં આવે છે, તપાસમાં શંકાસ્પદ જણાઈ આવતા ડાયાબિટિસ અને હાયપરટેન્શનની બીમારી ધરાવતા દર્દીઓની તબીબી સલાહ મુજબ દવા શરૂ કરવામાં આવે છે, કેન્સર, હૃદય રોગ અને અન્ય બીમારીની ગંભીરતા જણાતા સરકારી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ નિઃશુલ્ક સઘન સારવાર અપાય છે. તબીબોના કહેવા પ્રમાણે 30થી વધુ વયના લોકોએ વર્ષમાં એક વખત અચૂકપણે આરોગ્ય સ્ક્રિનિંગ કરાવવું જોઈએ. વધારે પડતો શ્રામ, સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, બેઠાડું જીવન અને ઘણી વખત ખરાબ ફૂડ હેબિટ પણ ડાયાબિટિસ, હાયપરટેન્શન (બીપી), કેન્સર અને ફેફસાંને લગતા રોગ નોતરી શકે છે.