Surat APMC માર્કેટ 43.55 કરોડની અવાક સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યું

43.34 કરોડની આવક સાથે ઊંઝા AMPC બીજા ક્રમે સુરત APMCની આવક 20 ટકા વધી ગુજરાતની 30 APMCની આવક ઘટી સમ્રગ રાજયની એપીએમસીની નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની આવકના આંકડા જોતા રાજયની ૨૬૨ એપીએમસીમાંથી સુરત એપીએમસી ૪૩. ૫૫ કરોડની આવક સાથે સમ્રગ રાજયમાં પ્રથમ નંબરે છે.સહારા દરવાજા સ્થિત એપીએમસીમાં સમ્રગ દેશના વિવિધ રાજયોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે. અને આ શાકભાજી સુરત શહેરની ૭૦ લાખની વસ્તી ની સાથે જ આજુબાજુના તાલુકા, ગામોમાં પણ વેચાણ અર્થે જાય છે. સુરત એપીએમસી પ્રથમ ક્રમે ગત નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં સુરત એપીએમસી દ્વારા શાકભાજી, તેમજ અન્ય પ્રોડકટના વેચાણ મળીને કુલ આવક ૪૩. ૫૫ કરોડ થઇ હતી. એપીએમસીની આ વર્ષની વાર્ષિક આવકમાં ૨૦ ટકાનો જંગી વધારો થયો છે. દરમિયાન ગુજરાત નિયંત્રિત બજાર સંધ અમદાવાદ દ્વારા રાજયની તમામ એપીએમસીના વાર્ષિક ટોપ ટેન એપીએમસીની આવકના આંકડા જાહેર થયા હતા. જેમાં સુરત એપીએમસીની ૪૩. ૫૫ કરોડની આવક સાથે પ્રથમ સ્થાને છે. જયારે ઉંઝા ૪૩.૩૪ કરોડની આવક સાથે બીજા નંબરે આવે છે. રાજકોટ એપીએમસી ૩૬.૯૧ કરોડ સાથે ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યુ છે. શાકભાજી ભરેલા 200 ટ્રક ઉભા રહી શકે તેટલી મજબૂત 20 ફૂટ ઉપર એપીએમસી છે, આ એપીએમસીમાં શાકભાજી સાથેના ટ્રકો ઉપર જશે. ત્યારે બાંધકામ મજબૂત રહે તે જરૂરી છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. શાકભાજી ભરેલા 200 ટ્રક ઉભા રહે છતાં એપીએમસીને નુકસાન થશે નહીં. 40 ફૂટ લાંબા ટ્રકો પણ પાર્ક થઈ શકશે, 100 ફૂટ પહોળો રેમ્પ સુરત એપીએમસી 1998માં શરૂઆત થઈ હતી, દોઢ લાખવાર જગ્યામાં નિર્માણ થયું હતું. નવી એપીએમસીમાં કૉલ્ડ સ્ટૉરેજને સુવિધા, 40 ફૂટ લાંબા ટ્રકો પણ પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા હશે અને 100 ફૂટ પહોળો રેમ્પ બનાવાશે. બનશે અધ્યતન એપીએમસી સુરત શહેર વિશ્વમાં ઝડપથી વિકસતા શહેર પૈકીનું એક છે. સ્માર્ટ સિટી દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે APMCને એક નવી ઓળખ મળવા જઈ રહી છે. સુરતમાં 150 કરોડના ખર્ચે રાજ્યનું પ્રથમ રેમ્પ આધારીત અદ્યતન માર્કેટ યાર્ડનું નિર્માણ થશે. જેમાં કોલ્ડ સ્ટોરેજથી લઈને પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ સાથે જ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અન્ય અત્યાધુનિક સુવિધાઓથી પણ સજ્જ હશે.

Surat APMC માર્કેટ 43.55 કરોડની અવાક સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 43.34 કરોડની આવક સાથે ઊંઝા AMPC બીજા ક્રમે
  • સુરત APMCની આવક 20 ટકા વધી
  • ગુજરાતની 30 APMCની આવક ઘટી

સમ્રગ રાજયની એપીએમસીની નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની આવકના આંકડા જોતા રાજયની ૨૬૨ એપીએમસીમાંથી સુરત એપીએમસી ૪૩. ૫૫ કરોડની આવક સાથે સમ્રગ રાજયમાં પ્રથમ નંબરે છે.સહારા દરવાજા સ્થિત એપીએમસીમાં સમ્રગ દેશના વિવિધ રાજયોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે. અને આ શાકભાજી સુરત શહેરની ૭૦ લાખની વસ્તી ની સાથે જ આજુબાજુના તાલુકા, ગામોમાં પણ વેચાણ અર્થે જાય છે.

સુરત એપીએમસી પ્રથમ ક્રમે

ગત નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં સુરત એપીએમસી દ્વારા શાકભાજી, તેમજ અન્ય પ્રોડકટના વેચાણ મળીને કુલ આવક ૪૩. ૫૫ કરોડ થઇ હતી. એપીએમસીની આ વર્ષની વાર્ષિક આવકમાં ૨૦ ટકાનો જંગી વધારો થયો છે. દરમિયાન ગુજરાત નિયંત્રિત બજાર સંધ અમદાવાદ દ્વારા રાજયની તમામ એપીએમસીના વાર્ષિક ટોપ ટેન એપીએમસીની આવકના આંકડા જાહેર થયા હતા. જેમાં સુરત એપીએમસીની ૪૩. ૫૫ કરોડની આવક સાથે પ્રથમ સ્થાને છે. જયારે ઉંઝા ૪૩.૩૪ કરોડની આવક સાથે બીજા નંબરે આવે છે. રાજકોટ એપીએમસી ૩૬.૯૧ કરોડ સાથે ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યુ છે.

શાકભાજી ભરેલા 200 ટ્રક ઉભા રહી શકે તેટલી મજબૂત

20 ફૂટ ઉપર એપીએમસી છે, આ એપીએમસીમાં શાકભાજી સાથેના ટ્રકો ઉપર જશે. ત્યારે બાંધકામ મજબૂત રહે તે જરૂરી છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. શાકભાજી ભરેલા 200 ટ્રક ઉભા રહે છતાં એપીએમસીને નુકસાન થશે નહીં.

40 ફૂટ લાંબા ટ્રકો પણ પાર્ક થઈ શકશે, 100 ફૂટ પહોળો રેમ્પ

સુરત એપીએમસી 1998માં શરૂઆત થઈ હતી, દોઢ લાખવાર જગ્યામાં નિર્માણ થયું હતું. નવી એપીએમસીમાં કૉલ્ડ સ્ટૉરેજને સુવિધા, 40 ફૂટ લાંબા ટ્રકો પણ પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા હશે અને 100 ફૂટ પહોળો રેમ્પ બનાવાશે.

બનશે અધ્યતન એપીએમસી

સુરત શહેર વિશ્વમાં ઝડપથી વિકસતા શહેર પૈકીનું એક છે. સ્માર્ટ સિટી દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે APMCને એક નવી ઓળખ મળવા જઈ રહી છે. સુરતમાં 150 કરોડના ખર્ચે રાજ્યનું પ્રથમ રેમ્પ આધારીત અદ્યતન માર્કેટ યાર્ડનું નિર્માણ થશે. જેમાં કોલ્ડ સ્ટોરેજથી લઈને પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ સાથે જ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અન્ય અત્યાધુનિક સુવિધાઓથી પણ સજ્જ હશે.