યંત્રોના ચિત્રો પર ઓનલાઈન જુગાર રમતા 16 શખ્સ ઝબ્બે

- મહુવાની અમૃત બજારમાં લોકલ ક્રાઈમ બ્રાંચનો સપાટો- યંત્રના મશીન, કોમ્પ્યુટર સિસ્ટમ, પ્રિન્ટર, મોબાઈલ,વાઈફાઈ રાઉટર, ચાંદી જેવી ધાતુના સિક્કા મળી કુલ રૂા. 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યોભાવનગર : મહુવાના એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, અમૃત બજારમાં આવેલા કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફલોર પર આવેલ દુકાનમાં ઓનેસ્ટ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી મશીનમાં યંત્રોના ચિત્રો પર ઓનલાઇન હારજીતનો જુગાર રમી-રમાડતાં ૧૬ શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂા.૧.૧૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જાણવા મળતી વિગત મુજબ મહુવાના ખાટકીવાડમાં રહેતો ગની બાગોત અને સાહીલ શેખ નામના શખ્સો મહુવા, એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, અમૃત બજાર, કોમ્પ્લેકસના ગ્રાઉન્ડ ફલોર પર આવેલી દુકાનમાં ઓનેસ્ટ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આથક લાભ માટે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો પર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી યંત્ર પર હારજીતનો જુગાર રમતા સાહિલ સાદિકભાઈ શેખ (રહે, ફાતેમા સોસાયટી, નુરાણી બાગ, મહુવા), મુસ્તુફા ખાલીદભાઇ જુફના (રહે, ખાટકીવાડ, માળીની વાડી, મહુવા), એજાજ છોટુભાઈ સેતા  (રહે.ઇન્દીરાનગર, રેલવે સીંગલ, મહુવા ), સલમાન સૈયદભાઇ હમદાણી (રહે, ભાદ્રોડ ઝાપા, આરબવાડ, મહુવા), ઇલિયાસ સુલેમાનભાઈ સેલોત (રહે, ભાદ્રોડ ઝાપા, બરફના કારખાના પાસે, મહુવા), નરેશ દેવીદાસભાઈ લશ્કરી (રહે, ભાદ્રોડ ગામ, તા.મહુવા), હસન મદમદભાઈ આરીફ (રહે, હેન્ડલનગર, ખારો, મહુવા ), રજાક અબ્દુલભાઇ સમા (રહે, ફાતેમા સોસાયટી, મહુવા), રાકેશ બાબુભાઇ ચૌહાણ (રહે, ગાધકડા બજાર, મહુવા), રાજુ હિંમતભાઇ રાઠોડ (રહે, ગાધકડા બજાર, મહુવા), સલીમ દિલાવરભાઈ સૈયદ (રહે.ફાતેમા સોસાયટી, મહુવા), ઈરફાન ગફારભાઈ દસાડીયા (રહે, ફાતેમા સોસાયટી, મહુવા), ફિરોજ આદમભાઈ કપાસી (રહે, નવાઝાપા, મહુવા), યુનુસ જીવાભાઈ સૈયદ (રહે, ફાતેમા સોસાયટી, મહુવા), આસીફ દાદુભાઈ પઠાણ (રહે, વલીભાઈનો ચોક, નાગરવાડા, મહુવા), હુસૈન ઈબ્રાહિમભાઇ સોરઠીયા (રહે, અબુતાલીબ સોસાયટી, ખોજાવાડ, મહુવા) નામના શખ્સોને યંત્રના મશીન, કોમ્પ્યુટર સિસ્ટમ, પ્રિન્ટર, મોબાઈલ, વાઇ-ફાઇ રાઉટર, ચાંદી જેવી ધાતુના સિક્કા મળી કુલ રૂા.૧,૧૫,૬૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

યંત્રોના ચિત્રો પર ઓનલાઈન જુગાર રમતા 16 શખ્સ ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મહુવાની અમૃત બજારમાં લોકલ ક્રાઈમ બ્રાંચનો સપાટો

- યંત્રના મશીન, કોમ્પ્યુટર સિસ્ટમ, પ્રિન્ટર, મોબાઈલ,વાઈફાઈ રાઉટર, ચાંદી જેવી ધાતુના સિક્કા મળી કુલ રૂા. 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર : મહુવાના એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, અમૃત બજારમાં આવેલા કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફલોર પર આવેલ દુકાનમાં ઓનેસ્ટ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી મશીનમાં યંત્રોના ચિત્રો પર ઓનલાઇન હારજીતનો જુગાર રમી-રમાડતાં ૧૬ શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂા.૧.૧૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જાણવા મળતી વિગત મુજબ મહુવાના ખાટકીવાડમાં રહેતો ગની બાગોત અને સાહીલ શેખ નામના શખ્સો મહુવા, એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, અમૃત બજાર, કોમ્પ્લેકસના ગ્રાઉન્ડ ફલોર પર આવેલી દુકાનમાં ઓનેસ્ટ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આથક લાભ માટે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો પર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી યંત્ર પર હારજીતનો જુગાર રમતા સાહિલ સાદિકભાઈ શેખ (રહે, ફાતેમા સોસાયટી, નુરાણી બાગ, મહુવા), મુસ્તુફા ખાલીદભાઇ જુફના (રહે, ખાટકીવાડ, માળીની વાડી, મહુવા), એજાજ છોટુભાઈ સેતા  (રહે.ઇન્દીરાનગર, રેલવે સીંગલ, મહુવા ), સલમાન સૈયદભાઇ હમદાણી (રહે, ભાદ્રોડ ઝાપા, આરબવાડ, મહુવા), ઇલિયાસ સુલેમાનભાઈ સેલોત (રહે, ભાદ્રોડ ઝાપા, બરફના કારખાના પાસે, મહુવા), નરેશ દેવીદાસભાઈ લશ્કરી (રહે, ભાદ્રોડ ગામ, તા.મહુવા), હસન મદમદભાઈ આરીફ (રહે, હેન્ડલનગર, ખારો, મહુવા ), રજાક અબ્દુલભાઇ સમા (રહે, ફાતેમા સોસાયટી, મહુવા), રાકેશ બાબુભાઇ ચૌહાણ (રહે, ગાધકડા બજાર, મહુવા), રાજુ હિંમતભાઇ રાઠોડ (રહે, ગાધકડા બજાર, મહુવા), સલીમ દિલાવરભાઈ સૈયદ (રહે.ફાતેમા સોસાયટી, મહુવા), ઈરફાન ગફારભાઈ દસાડીયા (રહે, ફાતેમા સોસાયટી, મહુવા), ફિરોજ આદમભાઈ કપાસી (રહે, નવાઝાપા, મહુવા), યુનુસ જીવાભાઈ સૈયદ (રહે, ફાતેમા સોસાયટી, મહુવા), આસીફ દાદુભાઈ પઠાણ (રહે, વલીભાઈનો ચોક, નાગરવાડા, મહુવા), હુસૈન ઈબ્રાહિમભાઇ સોરઠીયા (રહે, અબુતાલીબ સોસાયટી, ખોજાવાડ, મહુવા) નામના શખ્સોને યંત્રના મશીન, કોમ્પ્યુટર સિસ્ટમ, પ્રિન્ટર, મોબાઈલ, વાઇ-ફાઇ રાઉટર, ચાંદી જેવી ધાતુના સિક્કા મળી કુલ રૂા.૧,૧૫,૬૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.