યુવતીને નોકરીના બહાને ઘરે બોલાવી આધેડે....: અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાથી ચકચાર

Ahmedabad Crime News : અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતીને નોકરી અપાવવા માટે થલતેજમાં આવેલા ઘરે બોલાવીને આધેડ વ્યક્તિએ યુવતી સાથે મરજી વિરૂદ્ધ શારિરીક સંબધ બાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે અંગે વસ્ત્રાપુર પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, આક્ષેપિત વ્યક્તિને એક રાજકીય વ્યક્તિ સાથે સંબધ હોવાથી પોલીસ પર કેસની પતાવટ માટે દબાણ કરાયાનો આક્ષેપ પણ કરાયો છે.ગભરાઇ ગયેલી યુવતીને સંબધની વાત કોઇને નહી કરવાની ધમકી આપી : કેસમાં રાજકીય દબાણ આવવાનો ભયઆ સમગ્ર બનાવની વિગતો એવી છે કે સરસપુરમાં રહેતી 28 વર્ષીય યુવતીને પરિવારના ગુજરાન માટે નોકરીની જરૂરિયાત હોવાથી તે નોકરીની શોધમાં હતા. આ દરમિયાન તેમની એક બહેનપણીએ નોકરી માટે ગૌતમભાઇ પટેલ નામના વ્યક્તિનો મોબાઇલ નંબર આપ્યો હતો. જેના પર યુવતીએ સંપર્ક કર્યો હતો. ત્યારે ગૌતમભાઇએ તમે થલતેજ ભાગવતનગરના સરનામે આવવા માટે કહ્યું હતું. જેથી યુવતી ત્યાં મળવા ગઇ ત્યારે ગૌતમભાઇ એક મીટીંગમાં હોવાથી તેમણે યુવતીને ચારથી પાંચ દિવસ બાદ ફોન કરીને ફરી આવવા માટે કહ્યું હતું. ત્યારબાદ ગત 9મી સપ્ટેમ્બરના રોજ તે ફરીથી ગૌતમભાઇને મળવા પહોંચી હતી અને તેમણે યુવતીને નોકરીની વાત કરવા માટે રૂમમાં બોલાવીને તેની સાથે શારિરીક છેડછાડ કરીને બળજબરી પૂર્વક સંબધ બાંધ્યો હતો. જેથી યુવતી ગભરાઇ ગઇ હતી અને ગૌતમભાઇની મદદથી નોકરી ન કરવાનું નક્કી કરીને વિરોધ કરતા તેમણે ધમકી આપી હતી. જે બાદ યુવતી સારવાર લઇને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પર ગયા હતા. આ અંગે પોલીસને રજૂઆત કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જો કે આ કેસના ફરિયાદીએ આશંકા વ્યક્ત કરી હતી કે ગૌતમભાઇ અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલી એક સ્કૂલમાં બસનો કોન્ટ્રાક્ટ ધરાવતા હોવાથી સાથે તે સ્કૂલના ટ્રસ્ટી અને મોટા રાજકીય વ્યક્તિ સાથે ધરોબો હોવાથી પોલીસ પણ આ મામલે દબાણ કરવામાં આવી રહ્યું છે.

યુવતીને નોકરીના બહાને ઘરે બોલાવી આધેડે....: અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાથી ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Crime News : અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતીને નોકરી અપાવવા માટે થલતેજમાં આવેલા ઘરે બોલાવીને આધેડ વ્યક્તિએ યુવતી સાથે મરજી વિરૂદ્ધ શારિરીક સંબધ બાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે અંગે વસ્ત્રાપુર પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, આક્ષેપિત વ્યક્તિને એક રાજકીય વ્યક્તિ સાથે સંબધ હોવાથી પોલીસ પર કેસની પતાવટ માટે દબાણ કરાયાનો આક્ષેપ પણ કરાયો છે.

ગભરાઇ ગયેલી યુવતીને સંબધની વાત કોઇને નહી કરવાની ધમકી આપી : કેસમાં રાજકીય દબાણ આવવાનો ભય

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે સરસપુરમાં રહેતી 28 વર્ષીય યુવતીને પરિવારના ગુજરાન માટે નોકરીની જરૂરિયાત હોવાથી તે નોકરીની શોધમાં હતા. આ દરમિયાન તેમની એક બહેનપણીએ નોકરી માટે ગૌતમભાઇ પટેલ નામના વ્યક્તિનો મોબાઇલ નંબર આપ્યો હતો. જેના પર યુવતીએ સંપર્ક કર્યો હતો. ત્યારે ગૌતમભાઇએ તમે થલતેજ ભાગવતનગરના સરનામે આવવા માટે કહ્યું હતું. જેથી યુવતી ત્યાં મળવા ગઇ ત્યારે ગૌતમભાઇ એક મીટીંગમાં હોવાથી તેમણે યુવતીને ચારથી પાંચ દિવસ બાદ ફોન કરીને ફરી આવવા માટે કહ્યું હતું. ત્યારબાદ ગત 9મી સપ્ટેમ્બરના રોજ તે ફરીથી ગૌતમભાઇને મળવા પહોંચી હતી અને તેમણે યુવતીને નોકરીની વાત કરવા માટે રૂમમાં બોલાવીને તેની સાથે શારિરીક છેડછાડ કરીને બળજબરી પૂર્વક સંબધ બાંધ્યો હતો. જેથી યુવતી ગભરાઇ ગઇ હતી અને ગૌતમભાઇની મદદથી નોકરી ન કરવાનું નક્કી કરીને વિરોધ કરતા તેમણે ધમકી આપી હતી. જે બાદ યુવતી સારવાર લઇને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પર ગયા હતા. આ અંગે પોલીસને રજૂઆત કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જો કે આ કેસના ફરિયાદીએ આશંકા વ્યક્ત કરી હતી કે ગૌતમભાઇ અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલી એક સ્કૂલમાં બસનો કોન્ટ્રાક્ટ ધરાવતા હોવાથી સાથે તે સ્કૂલના ટ્રસ્ટી અને મોટા રાજકીય વ્યક્તિ સાથે ધરોબો હોવાથી પોલીસ પણ આ મામલે દબાણ કરવામાં આવી રહ્યું છે.