Rajkotમાં કોઠારીયા રોડ પર ભારે કાદવને લઈ રીક્ષાએ મારી પલટી

કોઠારિયા વિસ્તારમાં રોડ રસ્તાનું કામ અધૂરું અનેક વખત સ્થાનિકો રોડના કામને લઈ કરી ચૂકયા છે રજૂઆત રાજકોટના કોઠારિયા રોડ પર છકડો રિક્ષા પલટી ખાઈ ગઈ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલી બાલાજી પાર્ક સોસાયટી પાસે કાદવને કારણે છકડો રિક્ષા પલટી મારી ગયો છે.ઘણા સમયથી કોઠારિયા વિસ્તારમાં રોડ રસ્તાનું કામ લટકી ગયું છે.અનેક વખત સ્થાનિકોએ રસ્તાનું કામ ઝડપથી પૂરું કરવા આંદોલન અને રજૂઆત કરી છે તેમ છત્તા તંત્રના પેટનું પાણી શુદ્ધા હલતું નથી. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા રીક્ષાએ પલટી મારતા રીક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયા હતા અને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.કાદવ એ રીતે જામી ગયો હતો કે જાણે ઘણા દિવસોથી હોય પરંતુ સ્થિતિ અલગ છે,આજે વરસાદ વરસતા આ કાદવ જામ થયો હતો અને તેનો ભોગ સામન્ય નાગરિક બન્યો હતો. છોટાઉદેપુરમાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા વાહન ચાલકો જીવના જોખમે બાઈક પસાર કરી રહ્યા છે. મોટા વાહનો નિકળી નથી શકતા જેના કારણે વાહનો કાદવમાં ફસાઈ ગયા છે.ઇમરજન્સી સેવા આ ગામડામા જઈ ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે,તો તંત્ર દ્રારા આ કાદવ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી નથી રહી ત્યારે ગામડાના ગરીબ લોકોને આ કાદવમાંથી પસાર થવુ પડે છે,નાના બાળકો પણ આ કાદવમાંથી પસાર થઈ રહ્યાં છે. જામનગરમાં પુલ તૂટતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો પુલ તૂટતા સમાચાર મળતા ગામના સરપંચ સહિત ગામ લોકો નદી પાસે જ્યાં પુલ તૂટયો હતો ત્યાં પોહચ્યા હતા,એ સમયે સ્કૂલ બસ આવી પહોંચી હતી,સરપંચ અને ગામલોકોની સતર્કતાને કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી જેના કારણે મોટી દુર્ઘટના અટકી ગઈ.ગામ લોકો દ્રારા મૂળીલાથી કાલાવડ ,નપાણિયા ખીજડિયાથી મૂળીલા રસ્તાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો ન થતા ગામ લોકોમાં રોષ છે. સુરતમાં ટ્રક અચાનક નમી ગયો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ બન્યા છે પોલા.હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી,સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,સોસાયટીમાંથી રેતી ભરી નિકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો. ગુજરાતમાં વરસાદનું આગમન હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળિયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, ખંભાળિયામાં તો ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.

Rajkotમાં કોઠારીયા રોડ પર ભારે કાદવને લઈ રીક્ષાએ મારી પલટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોઠારિયા વિસ્તારમાં રોડ રસ્તાનું કામ અધૂરું
  • અનેક વખત સ્થાનિકો રોડના કામને લઈ કરી ચૂકયા છે રજૂઆત
  • રાજકોટના કોઠારિયા રોડ પર છકડો રિક્ષા પલટી ખાઈ ગઈ

રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલી બાલાજી પાર્ક સોસાયટી પાસે કાદવને કારણે છકડો રિક્ષા પલટી મારી ગયો છે.ઘણા સમયથી કોઠારિયા વિસ્તારમાં રોડ રસ્તાનું કામ લટકી ગયું છે.અનેક વખત સ્થાનિકોએ રસ્તાનું કામ ઝડપથી પૂરું કરવા આંદોલન અને રજૂઆત કરી છે તેમ છત્તા તંત્રના પેટનું પાણી શુદ્ધા હલતું નથી.

ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

રીક્ષાએ પલટી મારતા રીક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયા હતા અને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.કાદવ એ રીતે જામી ગયો હતો કે જાણે ઘણા દિવસોથી હોય પરંતુ સ્થિતિ અલગ છે,આજે વરસાદ વરસતા આ કાદવ જામ થયો હતો અને તેનો ભોગ સામન્ય નાગરિક બન્યો હતો.


છોટાઉદેપુરમાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા

વાહન ચાલકો જીવના જોખમે બાઈક પસાર કરી રહ્યા છે. મોટા વાહનો નિકળી નથી શકતા જેના કારણે વાહનો કાદવમાં ફસાઈ ગયા છે.ઇમરજન્સી સેવા આ ગામડામા જઈ ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે,તો તંત્ર દ્રારા આ કાદવ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી નથી રહી ત્યારે ગામડાના ગરીબ લોકોને આ કાદવમાંથી પસાર થવુ પડે છે,નાના બાળકો પણ આ કાદવમાંથી પસાર થઈ રહ્યાં છે.

જામનગરમાં પુલ તૂટતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો

પુલ તૂટતા સમાચાર મળતા ગામના સરપંચ સહિત ગામ લોકો નદી પાસે જ્યાં પુલ તૂટયો હતો ત્યાં પોહચ્યા હતા,એ સમયે સ્કૂલ બસ આવી પહોંચી હતી,સરપંચ અને ગામલોકોની સતર્કતાને કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી જેના કારણે મોટી દુર્ઘટના અટકી ગઈ.ગામ લોકો દ્રારા મૂળીલાથી કાલાવડ ,નપાણિયા ખીજડિયાથી મૂળીલા રસ્તાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો ન થતા ગામ લોકોમાં રોષ છે.

સુરતમાં ટ્રક અચાનક નમી ગયો

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ બન્યા છે પોલા.હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી,સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,સોસાયટીમાંથી રેતી ભરી નિકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો.

ગુજરાતમાં વરસાદનું આગમન

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળિયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, ખંભાળિયામાં તો ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.