Suratમાં વરાછા પોલીસની મોટી બેદરકારી,પકડાયેલ આરોપી નિર્દોષ નિકળ્યો તેમ છત્તા લોકઅપમાં રાખ્યો

વરાછા પોલીસે એક દિવસ લોકઅપમાં નિર્દોષ વ્યકિતને પૂરી રાખ્યો સુરત શહેર પોલીસની બીજી વાર ગંભીર ચુક આરોપીના હોવા છતાં સુરત શહેર SOG પકડી લાવી વરાછા પોલીસનું વધુ એક કારસ્તાન કોર્ટમાં છતું થયુ છે. રૂપિયા 15 લાખની હીરાની છેતરપિંડીના 23 વર્ષ અગાઉના ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરી દેવાયો, પોલીસે દાવો કર્યો કે આરોપી એ જ છે. પરંતુ બચાવ પક્ષના પુરાવાના આધારે સાબિત થયું કે આરોપી તે જ છે જ નહીં અને પોલીસ કોર્ટમાં ભોઠી પડી. પોલીસે 24 કલાક કસ્ટડીમાં રાખ્યો આરોપીને પોલીસે જૂના કેસોના નિકાલની ઝંબેશમાં બેકસુરને જ કોર્ટમાં રજૂ કરી કસુરવાર ઠેરવવાનો પ્રયાસ કર્યો. અંતે કોર્ટે તેને જામીન વગર જ જવા દીધો હતો અને સમગ્ર પ્રકરણમાં કોર્ટે પોલીસની ઝાટકણી પણ કાઢી હતી.પોલીસે આ કેસમાં તો હદ કરી નાંખી, માત્ર આરોપીનું નામ થોડું મળતું આવતું હતું. વરાછા પોલીસે આરોપીની પુરતી ખરાઈ અને ચકાસણી કર્યા વગર જ ધરપકડ કરીને તેને 24 કલાક વરાછા પોલીસ મથકની કસ્ટડીમાં પણ રાખ્યો હતો. વર્ષ 2011માં વોરન્ટ ઈશ્યુ કરાયું શહેર પોલીસની જૂના કેસોના નિકાલની ઝુંબેશ ચાલી રહી છે. જેમાં વર્ષો જૂના કેસના આરોપીઓ કે જેઓ ભાગતા ફરે છે તેમને પકડીને જેલ હવાલે કરાઇ રહ્યા છે. 15 લાખના હીરા લઇને ફરાર થઈ જવાના કેસની એફઆઇઆર વર્ષ 2001માં નોંધાઇ હતી. જેમાં આરોપી રાજુ ટાંક બહાદુર હતો. આ કેસમાં બાદમાં ટ્રાયલ શરૂ થનાર હોય વર્ષ 2011માં વોરન્ટ ઇશ્યુ કરાયું હતું.પરંતુ આરોપી છેક 23 વર્ષ સુધી પકાડાયો ન હતો. કોર્ટમાં લઈ જતા ભાંડો ફૂટયો પોલીસે સોશ્યિલ મીડિયા પર તેને સર્ચ કરતા આરોપીને મળતો એક આધેડ મળી આવ્યો હતો. તે વડોદરામાં એક કારખાનામાં નોકરી કરતો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી દીધો હતો. પરંતુ પુરાવાથી સાબિત થયું કે તેનું નામ રાજુ લાલબહાદુર છે. કોર્ટમાં સાબિત થયું કે આરોપીનું નામ મળતું આવતું હોવાથી પોલીસે તેને રજૂ કરી દીધો હતો. આથી તેને જામીનગીરી આપ્યા વગર જ કોર્ટે જવા દીધો હતો.

Suratમાં વરાછા પોલીસની મોટી બેદરકારી,પકડાયેલ આરોપી નિર્દોષ નિકળ્યો તેમ છત્તા લોકઅપમાં રાખ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરાછા પોલીસે એક દિવસ લોકઅપમાં નિર્દોષ વ્યકિતને પૂરી રાખ્યો
  • સુરત શહેર પોલીસની બીજી વાર ગંભીર ચુક
  • આરોપીના હોવા છતાં સુરત શહેર SOG પકડી લાવી

વરાછા પોલીસનું વધુ એક કારસ્તાન કોર્ટમાં છતું થયુ છે. રૂપિયા 15 લાખની હીરાની છેતરપિંડીના 23 વર્ષ અગાઉના ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરી દેવાયો, પોલીસે દાવો કર્યો કે આરોપી એ જ છે. પરંતુ બચાવ પક્ષના પુરાવાના આધારે સાબિત થયું કે આરોપી તે જ છે જ નહીં અને પોલીસ કોર્ટમાં ભોઠી પડી.

પોલીસે 24 કલાક કસ્ટડીમાં રાખ્યો આરોપીને

પોલીસે જૂના કેસોના નિકાલની ઝંબેશમાં બેકસુરને જ કોર્ટમાં રજૂ કરી કસુરવાર ઠેરવવાનો પ્રયાસ કર્યો. અંતે કોર્ટે તેને જામીન વગર જ જવા દીધો હતો અને સમગ્ર પ્રકરણમાં કોર્ટે પોલીસની ઝાટકણી પણ કાઢી હતી.પોલીસે આ કેસમાં તો હદ કરી નાંખી, માત્ર આરોપીનું નામ થોડું મળતું આવતું હતું. વરાછા પોલીસે આરોપીની પુરતી ખરાઈ અને ચકાસણી કર્યા વગર જ ધરપકડ કરીને તેને 24 કલાક વરાછા પોલીસ મથકની કસ્ટડીમાં પણ રાખ્યો હતો.

વર્ષ 2011માં વોરન્ટ ઈશ્યુ કરાયું

શહેર પોલીસની જૂના કેસોના નિકાલની ઝુંબેશ ચાલી રહી છે. જેમાં વર્ષો જૂના કેસના આરોપીઓ કે જેઓ ભાગતા ફરે છે તેમને પકડીને જેલ હવાલે કરાઇ રહ્યા છે. 15 લાખના હીરા લઇને ફરાર થઈ જવાના કેસની એફઆઇઆર વર્ષ 2001માં નોંધાઇ હતી. જેમાં આરોપી રાજુ ટાંક બહાદુર હતો. આ કેસમાં બાદમાં ટ્રાયલ શરૂ થનાર હોય વર્ષ 2011માં વોરન્ટ ઇશ્યુ કરાયું હતું.પરંતુ આરોપી છેક 23 વર્ષ સુધી પકાડાયો ન હતો.

કોર્ટમાં લઈ જતા ભાંડો ફૂટયો

પોલીસે સોશ્યિલ મીડિયા પર તેને સર્ચ કરતા આરોપીને મળતો એક આધેડ મળી આવ્યો હતો. તે વડોદરામાં એક કારખાનામાં નોકરી કરતો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી દીધો હતો. પરંતુ પુરાવાથી સાબિત થયું કે તેનું નામ રાજુ લાલબહાદુર છે. કોર્ટમાં સાબિત થયું કે આરોપીનું નામ મળતું આવતું હોવાથી પોલીસે તેને રજૂ કરી દીધો હતો. આથી તેને જામીનગીરી આપ્યા વગર જ કોર્ટે જવા દીધો હતો.