Weather News : અંબાલાલ પટેલની આગાહી,રાજયમાં આજથી વધશે ગરમીનો પારો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વડોદરા, આણંદમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે 26 થી 28 એપ્રિલ દરમિયાન રાજયમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અગામી સમયમાં ગુજરાતમાં ગરમીનુ પ્રમાણ વધશે,ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનું તાપમાન 41 ડિગ્રી તો કચ્છમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે તેવી શકયતા છે.અમરેલી અને ભાવનગરમાં 38 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શકયતા છે.10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના સાથે સાથે 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. વાતાવરણ રહેશે વાદળછાયું અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 થી 28 એપ્રિલ દરમિયાન રાજયમાં વાદળછાયું વાતાવરણ રહેશે,સાથે સાથે બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરના ભેજના કારણે પ્રી-મોનસુન એક્ટિવિટીની શરૂઆત થશે,28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે ,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે,ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનું તાપમાન 41 ડિગ્રી પહોંચી શકે તેવી શકયતાઓ હાલના ધોરણે દેખાઈ રહી છે.જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી તો અમરેલી અને ભાવનગરમાં 38 થી 40 ડિગ્રી ગરમી રહેશે.સુરત માં પણ ગરમી નું પ્રમાણ વધશે.વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે તો આહવા ડાંગ અને વલસાડમાં પણ ગરમીનું તાપમાન વધશે. મે માસમાં પ્રી મોન્સુન એકટિવિટી થશે મે માસની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રી-મોનસુન એક્ટિવિટીની શરૂઆત થશે,10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ કે વરસાદી છાંટા પડશે તો મે માસમાં રાજયમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સુધી રહેશે.14 મે થી 20 મે રાજ્યમાં આકરી ગરમી પડશે સાથે સાથે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉભુ થશે સાથે સાથે ચક્રવાત સર્જાવાની પણ શકયતા સેવાઈ રહી છે.અરબ સાગરમાં જૂનની શરૂઆતમાં 8 જૂન આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળે કદાચ હળવું ચક્રવાત સર્જાઈ શકે છે.

Weather News : અંબાલાલ પટેલની આગાહી,રાજયમાં આજથી વધશે ગરમીનો પારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • વડોદરા, આણંદમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે
  • 26 થી 28 એપ્રિલ દરમિયાન રાજયમાં વાદળછાયું વાતાવરણ રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અગામી સમયમાં ગુજરાતમાં ગરમીનુ પ્રમાણ વધશે,ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનું તાપમાન 41 ડિગ્રી તો કચ્છમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે તેવી શકયતા છે.અમરેલી અને ભાવનગરમાં 38 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શકયતા છે.10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના સાથે સાથે 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે.

વાતાવરણ રહેશે વાદળછાયું

અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 થી 28 એપ્રિલ દરમિયાન રાજયમાં વાદળછાયું વાતાવરણ રહેશે,સાથે સાથે બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરના ભેજના કારણે પ્રી-મોનસુન એક્ટિવિટીની શરૂઆત થશે,28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે ,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે,ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનું તાપમાન 41 ડિગ્રી પહોંચી શકે તેવી શકયતાઓ હાલના ધોરણે દેખાઈ રહી છે.જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી તો અમરેલી અને ભાવનગરમાં 38 થી 40 ડિગ્રી ગરમી રહેશે.સુરત માં પણ ગરમી નું પ્રમાણ વધશે.વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે તો આહવા ડાંગ અને વલસાડમાં પણ ગરમીનું તાપમાન વધશે.

મે માસમાં પ્રી મોન્સુન એકટિવિટી થશે

મે માસની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રી-મોનસુન એક્ટિવિટીની શરૂઆત થશે,10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ કે વરસાદી છાંટા પડશે તો મે માસમાં રાજયમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સુધી રહેશે.14 મે થી 20 મે રાજ્યમાં આકરી ગરમી પડશે સાથે સાથે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉભુ થશે સાથે સાથે ચક્રવાત સર્જાવાની પણ શકયતા સેવાઈ રહી છે.અરબ સાગરમાં જૂનની શરૂઆતમાં 8 જૂન આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળે કદાચ હળવું ચક્રવાત સર્જાઈ શકે છે.