Chotila: ચોટીલા પોલીસ મથક ખાતેના લોક દરબાર કાર્યક્રમમાં દારૂની રેલમછેલનો પ્રશ્ન ઊછળ્યો

સમાજના અગ્રણીઓએ વિવિધ પ્રશ્નોને લઈ પસ્તાળ પાડીડીવાયએસપીના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે બેઠક મળી હતી ચોટીલા શહેરમાં પોલીસનો ડર લુખ્ખા તત્વોમાં રહ્યો નથી તેવું સાબિત થાય છે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 13મી જૂને સાંજના સમયે લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે તેમના વિવિધ પ્રશ્નો મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનો નરેશભાઈ મારુ, અજયભાઈ ચૌહાણ, મનુભાઈ, કાનજીભાઈ વાઘેલા અને સમાજના આગેવાનો સાથેની બેઠકમાં વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં રાજાવડ ગામે મૃતક દલિત યુવાનના પરિવારના રખોપાં માટે પોલીસ બંદોબસ્ત કડક બનાવવામાં આવે અને ચોટીલા શહેરમાં આડેધડ વાહનો પાર્કિંગ થતા હોવાની અને દેશી દારૂની હાટડી ચોટીલા શહેરમાં પોલીસની રહેમ નજર નીચે ચાલુ હોવાની રજૂઆત અજયભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. આ જોતો ચોટીલા શહેરમાં પોલીસનો ડર લુખ્ખા તત્વોમાં રહ્યો નથી તેવું સાબિત થાય છે. આ અગાઉ યોજાયેલા લોક દરબારમાં પણ નગરપાલિકા પ્રમુખના પતિ દ્વારા યાત્રાધામમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો પાસેથી પોલીસ હપ્તા ઉઘરાવતી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. બુટલેગરોને લુખ્ખા તત્વોને જાણે ચોટીલા શહેર બેરોકટોક અનલીગલી ધંધા કરવા માટે ખુલ્લું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે ચેમ્બર ઓફ્ કોમર્સના સેક્રેટરીને આવી રજૂઆત કરવી પડે એટલે વેપારીઓમાં પણ ખાખીની આબરૂ ઓછી થઈ હોય તેવું લાગી રહ્યું છે ડીવાયએસપી દ્વારા તમામ પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તેવી બાંહેધરી અપાઈ છે.

Chotila: ચોટીલા પોલીસ મથક ખાતેના લોક દરબાર કાર્યક્રમમાં દારૂની રેલમછેલનો પ્રશ્ન ઊછળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સમાજના અગ્રણીઓએ વિવિધ પ્રશ્નોને લઈ પસ્તાળ પાડી
  • ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે બેઠક મળી હતી
  • ચોટીલા શહેરમાં પોલીસનો ડર લુખ્ખા તત્વોમાં રહ્યો નથી તેવું સાબિત થાય છે

ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 13મી જૂને સાંજના સમયે લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે તેમના વિવિધ પ્રશ્નો મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સમાજના આગેવાનો નરેશભાઈ મારુ, અજયભાઈ ચૌહાણ, મનુભાઈ, કાનજીભાઈ વાઘેલા અને સમાજના આગેવાનો સાથેની બેઠકમાં વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં રાજાવડ ગામે મૃતક દલિત યુવાનના પરિવારના રખોપાં માટે પોલીસ બંદોબસ્ત કડક બનાવવામાં આવે અને ચોટીલા શહેરમાં આડેધડ વાહનો પાર્કિંગ થતા હોવાની અને દેશી દારૂની હાટડી ચોટીલા શહેરમાં પોલીસની રહેમ નજર નીચે ચાલુ હોવાની રજૂઆત અજયભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. આ જોતો ચોટીલા શહેરમાં પોલીસનો ડર લુખ્ખા તત્વોમાં રહ્યો નથી તેવું સાબિત થાય છે. આ અગાઉ યોજાયેલા લોક દરબારમાં પણ નગરપાલિકા પ્રમુખના પતિ દ્વારા યાત્રાધામમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો પાસેથી પોલીસ હપ્તા ઉઘરાવતી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. બુટલેગરોને લુખ્ખા તત્વોને જાણે ચોટીલા શહેર બેરોકટોક અનલીગલી ધંધા કરવા માટે ખુલ્લું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે ચેમ્બર ઓફ્ કોમર્સના સેક્રેટરીને આવી રજૂઆત કરવી પડે એટલે વેપારીઓમાં પણ ખાખીની આબરૂ ઓછી થઈ હોય તેવું લાગી રહ્યું છે ડીવાયએસપી દ્વારા તમામ પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તેવી બાંહેધરી અપાઈ છે.