Surat News:પ્રતિબંધિત સિગારેટના વિક્રેતાઓ પર કાર્યવાહી, SOGના દરોડામાં 3ની ધરપકડ

પાલનપુર પાટિયા, ગુજરાત હા.બોર્ડ સોસા.માં દરોડા ભોલા પાન સેન્ટરમાં વેચાતી હતી પ્રતિબંધિત સિગારેટ હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ વેચતા 3ની ધરપકડ સુરતમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના વેચાણ સામે શહેર એસઓજીની લાલ આંખ છે. જેમાં બે અલગ અલગ સ્થળો પર એસઓજીએ દરોડા પાડ્યો છે. બે વેપારી સહિત હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના સપ્લાયરની પણ ધરપકડ કરાઇ છે. તેમાં રાંદેર પાલનપુર પાટિયા ખાતે આવેલ ભોલા પાન સેન્ટરમાં એસઓજીએ દરોડા પાડ્યા છે. દરોડામાં શુભાષ લાલચંદ અમરનાણી નામના વેપારીની ધરપકડ કરવામાં આવી દરોડામાં શુભાષ લાલચંદ અમરનાણી નામના વેપારીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ વેપારીની દુકાનમાંથી 1.30 લાખની પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. અન્ય પાલનપુર પાટિયા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી 68 હજારની પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના જથ્થા સાથે મૂળચંદ નારવાણીની ધરપકડ કરાઇ છે. જ્યારે હેલ્થ વોર્નિંગ વિનાની વિદેશી સિગારેટનો જથ્થો સપ્લાય કરતા ઉસમાન ફારૂક ચાંદીવાળાની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરાઇ છે. મોટીમાત્રામાં પ્રતિબંધિત સિગારેટનો જથ્થો જપ્ત કરાયો ત્રણેય શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ રાંદેર પોલીસને સોંપવામાં આવી છે. જેમાં બે અલગ-અલગ સ્થળ પર SOGએ દરોડા પાડ્યા છે. તેમાં પાલનપુર પાટિયા, ગુજરાત હા.બોર્ડ સોસા.માં દરોડા પાડ્યા છે. તેમાં ભોલા પાન સેન્ટરમાં પ્રતિબંધિત સિગારેટ વેચાતી હતી. તેથી હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ વેચતા 3ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુભાષ અમરનાણી, મૂળચંદ નારવાણી તથા સપ્લાયર ફારૂક ચાંદીવાળાની પણ ધરપકડ કરાઇ છે. તેમજ મોટીમાત્રામાં પ્રતિબંધિત સિગારેટનો જથ્થો જપ્ત કરાયો છે. 

Surat News:પ્રતિબંધિત સિગારેટના વિક્રેતાઓ પર કાર્યવાહી,  SOGના દરોડામાં 3ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલનપુર પાટિયા, ગુજરાત હા.બોર્ડ સોસા.માં દરોડા
  • ભોલા પાન સેન્ટરમાં વેચાતી હતી પ્રતિબંધિત સિગારેટ
  • હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ વેચતા 3ની ધરપકડ

સુરતમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના વેચાણ સામે શહેર એસઓજીની લાલ આંખ છે. જેમાં બે અલગ અલગ સ્થળો પર એસઓજીએ દરોડા પાડ્યો છે. બે વેપારી સહિત હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના સપ્લાયરની પણ ધરપકડ કરાઇ છે. તેમાં રાંદેર પાલનપુર પાટિયા ખાતે આવેલ ભોલા પાન સેન્ટરમાં એસઓજીએ દરોડા પાડ્યા છે.

દરોડામાં શુભાષ લાલચંદ અમરનાણી નામના વેપારીની ધરપકડ કરવામાં આવી

દરોડામાં શુભાષ લાલચંદ અમરનાણી નામના વેપારીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ વેપારીની દુકાનમાંથી 1.30 લાખની પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. અન્ય પાલનપુર પાટિયા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી 68 હજારની પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના જથ્થા સાથે મૂળચંદ નારવાણીની ધરપકડ કરાઇ છે. જ્યારે હેલ્થ વોર્નિંગ વિનાની વિદેશી સિગારેટનો જથ્થો સપ્લાય કરતા ઉસમાન ફારૂક ચાંદીવાળાની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરાઇ છે.

મોટીમાત્રામાં પ્રતિબંધિત સિગારેટનો જથ્થો જપ્ત કરાયો

ત્રણેય શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ રાંદેર પોલીસને સોંપવામાં આવી છે. જેમાં બે અલગ-અલગ સ્થળ પર SOGએ દરોડા પાડ્યા છે. તેમાં પાલનપુર પાટિયા, ગુજરાત હા.બોર્ડ સોસા.માં દરોડા પાડ્યા છે. તેમાં ભોલા પાન સેન્ટરમાં પ્રતિબંધિત સિગારેટ વેચાતી હતી. તેથી હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ વેચતા 3ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુભાષ અમરનાણી, મૂળચંદ નારવાણી તથા સપ્લાયર ફારૂક ચાંદીવાળાની પણ ધરપકડ કરાઇ છે. તેમજ મોટીમાત્રામાં પ્રતિબંધિત સિગારેટનો જથ્થો જપ્ત કરાયો છે.